અમદાવાદ:ઇસ્લામ ધર્મ વિશ્વના મોટા ધર્મોમાંનો એક છે. આ જેવી રીતે હિન્દુ ધર્મમાં ચાર ધામની યાત્રાનું મહત્વ રહેલું છે. તેવી જ રીતે ઇસ્લામ ધર્મમાં હજ યાત્રાનું મહત્વ રહેલું છે. દરેક મુસ્લિમ માટે હજ ખૂબ જ પવિત્ર યાત્રા છે. સાઉદી અરેબિયામાં આવેલા મક્કા મદીના ખાતે હજ કરવા માટે ભારત સહિત વિશ્વના મોટી સંખ્યામાં હાજીઓ હજ માટે જતા હોય છે. ઇસ્લામમાં માન્યતા છે કે, સાચા દિલથી હજ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. ત્યારે આવો જાણીએ ઇસ્લામમાં હજનું શું મહત્વ છે. કોણ કરી શકે તેના શું નિયમો છે.
ઇસ્લામમાં રહેલી 5 બાબતો: ઇસ્લામમાં હજ અંગે પૂર્વ IPS અધિકારી મકબુલ અહેમદ અનારવાલા જણાવ્યું હતું કે, ઇસ્લામમાં હજનું ખૂબ જ મહત્વ છે. ઇસ્લામ ધર્મ 5 બાબતો પર રહેલું છે. હજ મુસ્લિમો દ્વારા કરવામાં આવતી ધાર્મિક યાત્રા છે. જે વિશ્વમાં થતી સૌથી મોટી યાત્રાઓ પૈકી એક છે. હજની મુખ્ય શરત એ છે કે, જે મુસલમાન યાત્રા માટેનું ખર્ચ કરી શકતો હોય, તેના માટે જીવનમાં એક વખત હજ કરવી તે ફરજિયાત બની જશે .પવિત્ર કુરાન શરીફમાં તેનો હુકમ છે કે, અલ્લાહને રાજી કરવા માટે તેઓ ત્યાં સુધી પહોંચવાની શક્તિ રાખતા હોય તેવા લોકો માટે હજ ફરજિયાત છે. હજ દરમિયાન હજની ઈબાદતો ઉપરાંત ઉમરા કહેવાય છે. ઉમરાની ઇબાદત હજની સાથે પણ કરી શકાય અને હજના દિવસો સિવાયના વર્ષના અન્ય કોઈ પણ દિવસોમાં પણ કરી શકાય છે.
ઇસ્લામમાં હજનું મહત્વ:પૂર્વ IPS અધિકારી મકબુલ અહેમદ અનારવાલાએ આગળ વધુ જણાવ્યું હતું કે, ઇસ્લામ ધર્મ 5 બાબતો પર રહેલો છે, જેમાં તૌહીદ ,નમાઝ અદા કરવી, ઉપવાસ કરવો, જકાત ચૂકવવી અને હજ કરવી. આજ પર જવાનું એક નિશ્ચિત સમય હોય છે અને તે સમયે હજયાત્રા માનવામાં આવે છે. ઇસ્લામિક કેલેન્ડરનાં 12મા મહિનાની 8 થી 12 તારીખની વચ્ચે હજ થાય છે અને બકરી ઈદના દિવસે હજ પૂર્ણ થાય છે. ત્યારબાદ ત્યાંથી લોકો પરત ફરવાનું શરૂ કરે છે. અને દરેક મુસ્લિમો જીવનમાં એક વાર હજ કરવી ફરજિયાત છે. તેના જ કારણે દર વર્ષે વિશ્વભરના લાખો મુસ્લિમો અરેબિયાના મક્કામાં ભેગા થાય છે. હજના દિવસે વિશ્વના તમામ મુસ્લિમો, જાતિ, સંસ્કૃતિ અને રંગ ભેદભાવ ભૂલી એકતા અને ભાઈચારા સાથે એક સાથે હજ કરે છે અને જે કોઈપણ સાચા દિલથી હજની વિધિ કરે છે. તેના જીવનના તમામ પાપો માફ થઈ જાય છે.