ગીર સોમનાથ :બે બાળકીઓ સાથે દુષ્કર્મની આ ઘટનાથી ખળભળાટ ફેલાયો છે.ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ગામમાં આજે પાંચ વર્ષની બે માસુમ બાળકીઓને ગામના જ નરાધમે જાતીય દુષ્કર્મનો શિકાર બનાવતા ગામમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બાળકીના પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવતા સુત્રાપાડા પોલીસે બાળકી પર દુષ્કર્મ આચરનાર ગામના જ યુવકને પકડી પાડીને ધોરણસર ની કાર્યવાહી શરુ કરી છે.
Gir Somnath Crime : બે બાળકીઓ સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો, સુત્રાપાડા પોલીસની કાર્યવાહી - Rape Case in Sutrapada
ગીર સોમનાથ જિલ્લાનું સુત્રાપાડા ગામ પાંચ વર્ષની બે બાળકી પર દુષ્કર્મના કિસ્સાથી ખળભળી ઉઠ્યું છે. ચોકલેટ આપવાના બહાને ગામના એક નરાધમે બંને બાળકીને હવસનો શિકાર બનાવી હતી. સુત્રાપાડા પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.

Published : Mar 11, 2024, 6:44 PM IST
ચોકલેટ આપવાના બહાને દુષ્કર્મ આચર્યું : સુત્રાપાડા શહેરમાં જ રહેતા આરોપીએ બંને બાળકીઓને ચોકલેટ આપવાના બહાને બોલાવીને બંને બાળકીઓ પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર મામલાની જાણ બાળકીના પરિવારજનોને થતા તેઓ ચોકી ઉઠ્યા હતાં અને સમગ્ર મામલામાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પણ ગણતરીની કલાકોમાં આરોપીને પકડી પાડ્યો છે.
પાંચ વર્ષની બે બાળકી પર દુષ્કર્મ : પાંચ વર્ષની બંને બાળકીઓને એકલી જોઈને તેને હવસનો શિકાર બનાવીને ભાગી જવાની ફિરાકમાં હતો. પરંતુ સમય રહેતા સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચતા અંતે આરોપી યુવક પોલીસ પકડમાં જોવા મળે છે. પાંચ વર્ષની બે માસુમ બાળકીઓ પર જાતીય દુષ્કર્મને લઈને નાનું એવું સુત્રાપાડા ગામ આજે શર્મસાર બની રહ્યું છે. જે બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને દુષ્કર્મનો જેના પર આરોપ છે તે બંને એક જ જ્ઞાતિના હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ સિવાય પોલીસ અન્ય વિગતો કાયદાની મર્યાદામાં રહીને આપી શકે તેમ ન હોવાથી સમગ્ર મામલામાં આરોપી પોલીસ પકડમાં છે અને પોલીસ તેની ખૂબ જ આકરી ઢબે પૂછપરછ કરી રહી છે.