ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારી જિલ્લામાં મેઘ પ્રકોપ, ગણદેવી તાલુકાના 14 ગામોને એલર્ટ કરવામાં આવ્યા - Rain in Navsari district

નવસારી શહેર અને જિલ્લામાં અવિરત વરસાદના કારણે લોકમાતા ગાંધીતુર બની જેને લઈને જનજીવન અસ્ત વ્યસ્ત વહીવટી તંત્ર એલર્ટ જુઓ ઈટીવી ભારતનો ગ્રાઉન્ડ રિપોર્ટ.

નવસારી જિલ્લામાં મેઘ પ્રકોપ
નવસારી જિલ્લામાં મેઘ પ્રકોપ (Etv Bharat Guajarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 26, 2024, 8:58 PM IST

નવસારી જિલ્લામાં મેઘ પ્રકોપ (Etv Bharat Guajarat)

નવસારી: જિલ્લાના ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ થઈ છે. અંબિકા નદીની સપાટી ભયજનક સપાટી થી ઉપર વહી રહી છે અને પડી રહેલા વરસાદને પગલે સપાટી હજુ વધવાની શક્યતાઓને પગલે જિલ્લાનું તંત્ર એલર્ટ થયું છે. અંબિકા કાંઠાના 14 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે સપાટી વધવાની શક્યતાઓ વ્યક્ત કરવાની સાથે લોકોને સહકાર માટેની અપીલ કરવામાં આવી છે.

નવસારી જિલ્લામાં મેઘ પ્રકોપ (Etv Bharat Guajarat)

પૂરના કારણે લોકોની ઘરવખરીને નુકસાન:નવસારી જિલ્લામાં બે દિવસથી વરસી રહેલા અંદાધાર વરસાદને કારણે નદી કાંઠે રહેતા લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. એક મહિનામાં બબ્બે પૂર જોનારા લોકોની અનાજ ઘરવખરીને મોટા પ્રમાણમાં નુકસાન થતાં માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો છે. ઓગસ્ટના પ્રારંભે આવેલા અંબિકાના પુરમાં અસરગ્રસ્તોને તંત્ર દ્વારા હજી સુધી કેશ ડોલની સહાય ચૂકવાઇ નથી, ત્યાં તો આ બીજું ફોર બે દિવસોથી લોકોને આફતમાં મૂક્યા છે. બે દિવસની રોજગારી પણ નહીં અને ઘરમાં પાણી છે બહાર આશરો તો લીધો છે પણ ચિંતા ઘરવખરીની છે કારણ કે પાણી ઉતર્યા બાદ કોણ ખવડાવવા આવશે. ભગવાન ભરોસે બેઠેલા લોકો સરકાર થોડી રાહત રૂપ સહાય આપે તો જીવન પાટે ચડાવવામાં મદદ થાય પરંતુ તંત્ર છે કે, કાર્યવાહી ના નામે કાગળિયા તો લઈ લીધા પણ હજુ સુધી કેશ ડોલ પણ ચૂકવાઇ નથી તો સ્થાનિક આગેવાનો પણ સરકારને વિનંતી કરી રહ્યા છે કે, ગરીબ વર્ગના લોકોને સહાયરૂપ મદદ મળે તો એમને મુશ્કેલીમાં મોટી રાહત મળશે.

નવસારી જિલ્લામાં મેઘ પ્રકોપ (Etv Bharat Guajarat)

ગણદેવી તાલુકાનું ગોલગામ ત્રણ દિવસથી સંપર્ક વિહોણું:નવસારી જિલ્લામાં ત્રણ દિવસથી રહેલા વરસાદને કારણે લોકમાતાઓ ગાંડીતુર બની છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદથી અંબિકાની જળ સપાટી ફરી વધી રહી છે, આ સ્થિતિમાં ગણદેવી તાલુકાનું ગોલગામ ત્રણ દિવસોથી સંપર્ક વિહોણું થયું છે. અંદાજે 1,000 થી વધુ ની વસ્તી ધરાવતા આ ગામમાં વોટ દ્વારા જ પહોંચી શકાય એવી સ્થિતિ છે. સરકાર દ્વારા થોડા વર્ષો અગાઉ અંદાજે ચાર કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવવામાં આવ્યો હતો, પરંતુ ભૌગોલિક પરિસ્થિતિને કારણે અંબિકા માં પાણી વધતા ગામ બેટમાં ફેરવાઈ જાય છે. જોકે વર્ષોની સ્થિતિથી ગ્રામજનો ટેવાયેલા છે જેથી ઘણા લોકો સ્થળાંતર કરી લે છે અને ઘણા લોકો ગામમાં જ પોતાની વ્યવસ્થા કરીને રહી જાય છે. જોકે કોઈ ઈમરજન્સી પડે તો બોટ દ્વારા તેમને રેસ્ક્યુ કરવા પડે એવી સ્થિતિ બને છે હવે મેઘરાજા ખમૈયા કરે તો જ રાહત થાય એમ છે.

નવસારી જિલ્લામાં મેઘ પ્રકોપ (Etv Bharat Guajarat)

ડુંગરી વલસાડનો મુખ્ય માર્ગ બંધ: બીલીમોરા શહેર નજીકથી વહેતી કાવેરી નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. 19 ફૂટ ભયજનક સપાટી ધરાવતી કાવેરી નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. કાવેરીના જળસ્તર વધવાના કારણે ડુંગરી વલસાડ મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે. 14 જેટલા ગામો પ્રભાવિત થયા છે. કાવેરી કાંઠાના ગામોમાં પાણી ભરાવાની શરૂઆત થતા લોકોની સમસ્યામાં વધારો થયો છે. કોસ્ટલ હાઇવે પર પણ પાણી પરિવર્તન માર્ગ બંધ થયો છે અને લોકો ચકરાવો ખાવા મજબૂર બન્યા છે.

વરસાદ અને પૂરના કારણે જિલ્લાના તાલુકા પંચાયત હસ્તકના 110 રસ્તાઓ બંધ

બંધ થયેલા રસ્તાઓની સંખ્યા તાલુકા પ્રમાણે

નવસારી: 04

જલાલપુર: 02

ગણદેવી: 34

ચીખલી: 22

ખેરગામ: 10

વાંસદા:38

ખરાબ વાતાવરણમાં દરિયાની બોટો પણ પરત આવી (Etv Bharat Guajarat)

ખરાબ વાતાવરણમાં દરિયાની બોટો પણ પરત આવી: નવસારીના ધોળાઈ બંદર ઉપર માછીમારોએ પોતાની બોટ લંગારી
મધદરિયે ફિશિંગ કરવા માટે ગયેલી બોટ ફરી ધોલાઈ બંદર પર લગાડવામાં આવી હતી. ખરાબ વાતાવરણના પગલે ઘણી બોટો દરિયામાંથી ફરી બંદર પર આવી હતી.

*નવસારી વરસાદ અપડેટ સાવરે 10 થી બપોરે 12 સુધીના આંકડા*
નવસારી: 07 mm
જલાલપોર:06 mm
ગણદેવી:10 mm
ચીખલી: 01 ઇંચ
વાંસદા: 06 mm
ખેરગામ: 01 ઇંચ

*નદીઓની સ્થિતિ...*

  • પૂર્ણા 22.50 ફૂટ ભયજનક સપાટી 23 ફૂટ છે.
  • અંબિકા 28.86 ફૂટ જ્યારે ભયજનક સપાટી 28 ફૂટ છે.
  • કાવેરી 20 ફૂટ, ભયજનક સપાટી 19 ફૂટ છે.
  • પૂર્ણા નદી ભયજનક સપાટીની નજીક છે.
  • અંબિકા નદી ભયજનક સપાટીથી એક ફૂટ ઉપર વહી રહી છે.
  • કાવેરી નદી ભયજનક સપાટી થી 4 ફૂટ ઉપર વહી રહી છે.
    નવસારી શહેરમાં પૂર્ણા નદીના પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે (Etv Bharat Guajarat)
    નવસારી શહેરમાં પૂર્ણા નદીના પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે (Etv Bharat Guajarat)

અધિકારીઓને હેડક્વાર્ટર્સ ન છોડવા આદેશ:નવસારી શહેરમાં પૂર્ણા નદીના પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. શહેરમાં આવેલા નવીન નગર વિસ્તારમાં કેળ સમા પાણી ભરાયા છે. 2000થી વધુ લોકો પ્રભાવિત થયા છે. નગરપાલિકા દ્વારા અગાઉથી સૂચના આપી અમુક લોકોનું સ્થળાંતર કરાયું છે. હાલ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નવસારી જિલ્લાની સ્થિતિ ઔર વિકટ બની શકે તેવી સંભાવનાઓ સિવાય રહી છે, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા પણ તમામ પરિસ્થિતિઓ પર નજર રાખવામાં આવી રહી છે. અધિકારીઓને હેડક્વાર્ટર્સ ન છોડવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો:

  1. આગામી બે ત્રણ દિવસમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી - Very heavy rain in Gujarat

ABOUT THE AUTHOR

...view details