ભાવનગર:જિલ્લામાં ખેડૂતોને સિંચાઈના પાણી આપવાનો પ્રારંભ કેન્દ્રિય રાજ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યો છે. આગામી રવિ અને ઉનાળુ પાકને ધ્યાનમાં લઈને સિંચાઈનું પાણી આપવામાં આવે છે. ત્યારે હાલમાં કેટલા ક્યુસેક પાણી નહેરમાં છોડવામાં આવ્યું છે અને આગામી ક્યાં સુધી સિંચાઈનું પાણી મળશે, ચાલો જાણીએ.
ભાવનગર જિલ્લામાં શેત્રુંજી નદીનું પાણી સિંચાઈ હેતુથી પૂરું પાડવામાં આવે છે. ત્યારે નિમુબેનના હસ્તે સિંચાઈનું 2025નું પાણી આપવાનો શુભારંભ કરવામાં આવ્યો છે. શેત્રુંજી ડેમની કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું છે. જેનાથી પાંચ તાલુકાને પાણી મળતું રહેશે.
શેત્રુંજી ડેમમાંથી સિંચાઈ માટે નહેરમાં પાણી છોડવામાં આવ્યું (Etv Bharat Gujarat) મંત્રીના હસ્તે સિંચાઈના પાણી વિતરણનો પ્રારંભ:શેત્રુંજી ડેમ ભાવનગર જિલ્લાનો સૌથી મોટો ડેમ છે. પરિણામે ચોમાસામાં સંપૂર્ણ ડેમ ભરાઈ ગયા બાદ હવે આ ડેમમાંથી ઉનાળુ પાક માટે સિંચાઈ પાણી વિતરણ કરવામાં આવશે. કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેનના હસ્તે શેત્રુંજી ડેમથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. આ સમયે તળાજા અને પાલીતાણાના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતો માટે ખેતીને પગલે સારા સમાચાર પ્રાપ્ત થયા છે.
ખેડૂતો માટે સારા સમાચાર (Etv Bharat Gujarat) કેટલા ગામોને મળશે સિંચાઈનું પાણી:ભાવનગર શેત્રુંજી ડેમ નીચે આવતી કેનાલો દ્વારા 122 ગામડાઓને સીધો લાભ મળે છે. ભાવનગર, તળાજા, મહુવા, પાલીતાણા અને ઘોઘાના ગામડાઓને શેત્રુંજી ડાબા અને જમણા કાંઠાની કેનાલમાં પાણી છોડવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેનાલમાં પાણી છોડવાથી ખેડૂતોને પિયત માટે પાણી મળવાથી રવિ અને ઉનાળુ પાક માટેની ચિંતા દૂર થઈ છે. જોકે અગાઉ સિંચાઈ વિભાગે ખેડૂતોનએ ભરેલા ફોર્મ બાદ સિંચાઈના પાણી આપવાની શરૂઆત કરવામાં આવી છે.
શેત્રુંજી ડેમમાંથી સિંચાઈ માટે નહેરમાં પાણી છોડવામાં આવ્યું (Etv Bharat Gujarat) કેટલા ક્યુસેક પાણી અપાયું અને કેટલું કુલ અપાશે:ભાવનગર જિલ્લાના શેત્રુંજી ડેમમાંથી કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું છે. આ અંગે માહિતી આપતા અધિકારીએ એમ. બાલધીયાએ જણાવ્યું હતું કે, 'પ્રથમ દિવસે ડાબા અને જમણા કાંઠામાં 50-50 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આગામી એપ્રિલ માસ સુધીમાં કુલ 11,550 હેકટર જમીનને પૂરતો લાભ મળવાનો છે. જોકે શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે અને સિંચાઈ માટે 15 ફૂટની સપાટી સુધી પાણી સિંચાઇ માટે આપવામાં આવતું હોય છે. અને પીવાના પાણી માટે 15 ફૂટ સુધીનું સ્ટોરેજ રાખવામાં આવે છે.'
આ પણ વાંચો:
- જુઓ વિડીયો: ઉત્તરાયણના પર્વ નિમિત્તે મૃત્યુ પામેલા, પક્ષીઓની સ્મશાન યાત્રા કાઢવામાં આવી
- 24 જાન્યુ.થી ઠંડીના નવા રાઉન્ડ માટે રહેજો તૈયાર, પવનની ગતિ સામાન્ય થી વધારે રહેવાની શક્યતા