ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગર LCB પોલીસે ઝડપ્યો દારૂનો જથ્થો : એક શખ્સ પકડાયો, ત્રણ ફરાર

ભાવનગરના વરતેજ-કમળેજ રોડ પર વાડીમાં LCB પોલીસે રેઈડ પાડી દારૂ સહિતના મુદ્દામાલ સાથે એકને ઝડપી લીધો છે. ગુનામાં સામેલ ત્રણને ઝડપી પાડવા ચક્રો ગતિમાન છે.

By ETV Bharat Gujarati Team

Published : 3 hours ago

ભાવનગર LCB પોલીસે ઝડપ્યો દારૂનો જથ્થો
ભાવનગર LCB પોલીસે ઝડપ્યો દારૂનો જથ્થો (ETV Bharat Gujarat)

ભાવનગર :વરતેજ-કમળેજ રોડ પર વાડીમાં ભાવનગર LCB પોલીસે બાતમીને આધારે મસમોટો દારૂનો જથ્થો ઝડપી લેવામાં સફળતા મેળવી છે. ભાવનગર LCB પોલીસે વરતેજથી કમળેજ ગામ વચ્ચે આવેલા માર્ગ પર વાડી વિસ્તારમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપી લીધો છે. પોલીસે ધોરણસર ગુનો નોંધીને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે.

ભાવનગરમાં દારૂનો ઝડપાયો :આ અંગે મળતી માહિતી અનુસાર ભાવનગર LCB પોલીસને બાતમી મળી હતી કે, ભાવનગરના વરતેજથી કમળેજ રોડ પર આવેલી વાડી વિસ્તારમાં રહેલી ઓરડીમાં દારૂનો જથ્થો છે. આથી પોલીસે વરતેજથી કમળેજ રોડ પર રેલવે ફાટક બાદ ડાબી તરફ સીમાડાના આવતા માર્ગમાં આવેલી રમેશભાઈ ઝાઝડીયાની વાડીમાં રહેલા મકાનની ઓરડીમાં રેઈડ પાડી હતી. તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

5 લાખથી વધુનો દારૂનો જથ્થો :ભાવનગર LCB પોલીસે વરતેજથી કમળેજ રોડ પર રેલવે ફાટક વટ્યા બાદ ડાબી તરફના કાચા રસ્તામાં આવતી રમેશભાઈ ઝાઝડીયાની વાડીમાં આવેલા મકાનની ઓરડીમાંથી રેડ પાડી હતી. તેમાંથી નાની-મોટી દારૂની બોટલ 4,380 તથા બિયરના 936 ટીન મળીને કુલ 5,89,320 નો દારૂ ઝડપી લીધો હતો. જોકે, પોલીસે આ સાથે મોબાઈલ, કાર સહિત મળી કુલ 10,99,320 નો મુદ્દામાલ કબજે લઈને વરતેજ પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી સોંપી હતી.

એક શખ્સ ઝડપાયો, ત્રણ ફરાર :ભાવનગર LCB પોલીસે રેડ કરી ત્યારે સ્થળ પરથી દારૂની બોટલો સાથે શૈલેષ ગોરધનભાઈ દેલવાડીયા પણ ઝડપાઈ ગયો હતો. જોકે, પોલીસની સામે આવ્યું કે, રાહુલ ઉર્ફે ચીની જયેશભાઈ, શરદ પાંચભાઈ ખાખડીયા અને RK નામક ત્રણ શખ્સો પણ સામેલ છે. આ ત્રણેયને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા અને વરતેજ પોલીસ સ્ટેશનમાં કુલ ચાર શખ્સો સામે ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી સોંપી હતી.

  1. ભાવનગરમાં પોલીસ સ્ટેશન સામે દાદાગીરી, મુસાફરે રીક્ષાનો કાચ તોડ્યો
  2. તળાજા ડબલ મર્ડર કેસના આરોપી ઝડપાયા, ગામના શખ્સે આપી સોપારી

ABOUT THE AUTHOR

...view details