કચ્છ: વિશ્વના સૌથી મોટા સોલાર પ્લાન્ટનું કામ કચ્છના ખાવડામાં ચાલી રહ્યું છે. ત્યારે ત્યાંથી કોઈ મજૂર ટ્રેક્ટર ચોરી ભાગી ગયો હતો. મૂળ રાજસ્થાનનો 26 વર્ષીય આરોપી મજૂર લેબર કોલોનીમાં રહેતો હતો અને પ્લાન્ટ પર મજૂરી કરતો હતો. તે એક દિવસ ટ્રેક્ટર ચોરીને પોતાના વતન રાજસ્થાન ભાગી ગયો હતો. ખાવડા પોલીસે આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડીને BNSની કલમ 303(2) હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપી પાસેથી કુલ 7.13 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મજૂર ટ્રેક્ટર ચોરીને નાસી ગયો: હાલમાં વિશ્વના સૌથી મોટા સોલાર પ્લાન્ટનું કામ ખાવડા, રિન્યુએબલ એનર્જી પાર્કમાં ચાલુમાં છે અને રિન્યુએબલ એનર્જી પાર્કમાં ગુજરાત રાજય તેમજ અલગ અલગ રાજયના કોન્ટ્રાક્ટરો અને મજુરો કામ કરી રહ્યા છે. ત્યારે આ મજૂરો પૈકી 22 જાન્યુઆરીના રોજ 7:30 વાગ્યાથી 23 જાન્યુઆરીના બપોરના 3:10 વાગ્યા દરમ્યાન ફરીયાદીનું રજી.નં-GJ-12-FE-7208 વાળું ટ્રેક્ટર તથા ટોલી કોઇ અજાણ્યા ચોરે ચોરી કરી ભાગી ગયો હતો. જેની ફરિયાદ ખાવડા પોલીસ સ્ટેશનમાં BNS કલમ-303(2) મુજબ નોંધાવામાં આવી હતી.
પોલીસે ચોરને ઝડપી પાડ્યો: આ અનડીટેક્ટ ગુના ડીટેક્ટ કરવા માટે ખાવડા પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ સતત પ્રયત્નશીલ હતા. તે દરમિયાન હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સોર્સીસ આધારે ખાનગી રાહે બાતમી મળી હતી. જેને આધારે આરોપી મૂળ રાજસ્થાનનો 26 વર્ષીય ભુપેન્દ્ર સોરન કુંતન (જાટ) કે, જે આ રિન્યુએબલ એનર્જી પાર્કમાં મજુરી કરતો હતો અને પાર્કની લેબર કોલોનીમાં રહેતો હતો. તેને રાજસ્થાનથી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. ખાવડા પોલીસ સ્ટેશન લાવીને તેની ઉંડાણપુર્વકની પુછપરછ કરતા તેણે પોતે આ ગુનો કર્યાની કબુલાત કરી હતી. ખાવડા પોલીસે આરોપી પાસેથી 6 લાખની કિંમતનો ટ્રેક્ટર, 1.10 લાખની કિંમતની ટોલી અને 3000ની કિંમતનો 1 મોબાઈલ મળીને કુલ 7.13 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: