તાપી: ગુજરાત રાજ્યની અનેક નગરપાલિકાઓની ચૂંટણી આગામી દિવસોમાં યોજાશે. જેમાં દરેક નગરપાલિકાઓમાં ઉમેદવારી ચકાસણી કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે. જેમાં સોનગઢ નગરપાલિકામાં અન્ય પક્ષના ઉમેદવારો એ 5 ફોર્મ પરત ખેંચતા ભાજપના 5 ઉમેદવાર બિન હરીફ જાહેર થયા હતા.
ભાજપના 5 ઉમેદવારો બિન હરીફ જાહેર: વર્ષ 1995થી અસ્તિસ્વમાં આવેલી સોનગઢ નગરપાલિકામાં ભાજપનું એકહથ્થું શાસન રહ્યું છે. ત્યારે સોનગઢ નગરપાલિકાની ચૂંટણી પહેલાં ભાજપના 5 ઉમેદવારો બિન હરીફ જાહેર થયા છે. જેમાં અન્ય પક્ષના 5 ઉમેદવારો દ્વારા પોતાની ઉમેદવારી પરત ખેંચવામાં આવી હતી અને ભાજપના ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. સોનગઢ નગરપાલિકાના ઈલેકશન માટે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તથા અપક્ષ ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી છે જેમાં 7 વોર્ડ ની 28 બેઠક માટે 76 ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી હતી.
![અન્ય પક્ષના ઉમેદવારોએ 5 ફોર્મ પરત ખેંચતા ભાજપના 5 ઉમેદવાર બિન હરીફ જાહેર થયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-02-2025/gj-tapi-rural-01-songadh-municipality-photo-10082_05022025003444_0502f_1738695884_1035.jpg)
![અન્ય પક્ષના ઉમેદવારોએ 5 ફોર્મ પરત ખેંચતા ભાજપના 5 ઉમેદવાર બિન હરીફ જાહેર થયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-02-2025/gj-tapi-rural-01-songadh-municipality-photo-10082_05022025003444_0502f_1738695884_362.jpg)
![અન્ય પક્ષના ઉમેદવારોએ 5 ફોર્મ પરત ખેંચતા ભાજપના 5 ઉમેદવાર બિન હરીફ જાહેર થયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-02-2025/gj-tapi-rural-01-songadh-municipality-photo-10082_05022025003444_0502f_1738695884_465.jpg)
![અન્ય પક્ષના ઉમેદવારોએ 5 ફોર્મ પરત ખેંચતા ભાજપના 5 ઉમેદવાર બિન હરીફ જાહેર થયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-02-2025/gj-tapi-rural-01-songadh-municipality-photo-10082_05022025003444_0502f_1738695884_891.jpg)
![અન્ય પક્ષના ઉમેદવારોએ 5 ફોર્મ પરત ખેંચતા ભાજપના 5 ઉમેદવાર બિન હરીફ જાહેર થયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-02-2025/gj-tapi-rural-01-songadh-municipality-photo-10082_05022025003444_0502f_1738695884_804.jpg)
5 અન્ય ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી: ઉમેદવારીપત્ર ચકાસણીની કાર્યવાહી બાદ 62 ઉમેદવારી પત્રને માન્ય રાખવામાં આવ્યા હતા. જેમાં 5 જેટલા અન્ય પાર્ટીના ઉમેદવારો દ્વારા પોતાની ઉમેદવારી પાછી ખેંચવામાં આવી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના 28, કોંગ્રેસના 18, આમ આદમી પાર્ટીના 7 અને અપક્ષ 4 ઉમેદવારી પત્રને માન્ય રાખવામાં આવ્યા હતા. કોંગ્રેસનું ગઢ ગણાતા તાપી જિલ્લામાં સોનગઢ નગરપાલિકાના ઈલેક્શન માટે કોંગ્રેસને ઉમેદવારોની ઘટ વર્તાય છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરી છે, પરંતુ ભાજપના અણનમ શાસનવાળી સોનગઢ નગર પાલિકાના ઇલેક્શનમાં સોનગઢની જનતા પરિવર્તન કરશે કે પુનરાવર્તન કરશે તે જોવાનું રહ્યું.
આ પણ વાંચો: