ભાવનગર: વૃદ્ધા અવસ્થા કે નાનપણ બંને સમયમાં મનો સ્થિતિ એક સરખી હોવાનું કહેવાય છે, ત્યારે યુવાનો નાનપણ જેવા વૃદ્ધોને ઝુમાવવા માટે એક પહેલ હાથ પર લીધી છે. શરૂઆત કરી હતી ત્યાં ફરી કાર્યક્રમ કર્યો હતો. સંગીત અને ગાયક કલાકારો ગુજરાતમાં ક્રિકેટની સદી જેટલા કાર્યક્રમો કરવા માંગે છે. જાણો કાર્યક્રમમાં શુ અને કેવી રીતે ઝૂમે છે વૃદ્ધો સંગીતના તાલે.
1 અને હવે 6 ઇવેન્ટ વૃદ્ધાશ્રમમાં ફરી કરી: યુવા સંગીત અને કલાકાર ધ્રુવ પંડ્યાએ જણાવ્યું હતું કે, બધા જ ભાવનગરના સંગીતના કલાકારો છે. સંગીત શીખી રહ્યા છે અને સ્વરાગ સીમફની અમારા ગ્રુપનું નામ છે અને અમારા ગુરુજી દક્ષાબેન મહેતાના આશીર્વાદ સાથે અમે લગભગ 2022માં સૌથી પહેલી ઇવેન્ટ અહીંયા કરેલી. અમારો ટાર્ગેટ છે કે, આવી રીતે વૃદ્ધોની માટે સંગીતના આવા 100 કાર્યક્રમો ફ્રીમાં અમારા પોતાના ખર્ચે એમની, એમના નિજાનંદ માટે કરવા એમાનો આ છઠ્ઠો કાર્યક્રમ છે.
ભાવનગર નહિ ગુજરાતમાં કરવા છે 100 કાર્યક્રમ: ભાવનગર વૃદ્ધાશ્રમમાં કાર્યક્રમ પીરસનાર ધ્રુવ પંડ્યાએ જણાવ્યું હતું કે, ભાવનગરની સાથે સાથે રાજકોટ સદભાવના વૃધ્ધાશ્રમમાં ઇવેન્ટ કરી, બોટાદમાં કરી, પછી આણંદમાં કરી અને આવી રીતે અમને જો લોકોનો સાથ સહકાર મળશે તો અમારે આખું ગુજરાત ફરવું છે અને વડીલો માટે આવા 100 કાર્યક્રમ કરવા છે એમાનો આ છઠ્ઠો કાર્યક્રમ છે.
વડીલો માટે યુવાનો વડીલ બની ગયા: ધ્રુવ પંડ્યાએ જણાવ્યું હતું કે, આ વડીલો છે એટલે આમ તો અમારી જેવા યુવાનો ભજન ધૂનો પ્રાર્થનામાં હવે ગાતા નથી પણ અમે એ જૂની જે પ્રાચીન પ્રાર્થનાઓ છે. આપણી શાળામાં ગવાતી, શીખવાડવામાં આવતી પ્રાર્થનાઓ છે ભજનો છે જુના ફિલ્મી ગીતો છે અને આજે 26 જાન્યુઆરીનો સરસ દિવસ છે તો દેશભક્તિના ગીતો વગેરે રજુ કર્યા છે.
આ પણ વાંચો: