કોલકાતા: કોલકાતા હાઈકોર્ટ આજે સોમવારે આર જી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા કેસમાં એકમાત્ર આરોપી સંજય રોયને મૃત્યુદંડની સજાની માંગ પર બંગાળ સરકાર અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ની અરજીઓ પર સુનાવણી કરશે.
કલકત્તા હાઈકોર્ટમાં જસ્ટિસ દેવાંશુ બસાક અને જસ્ટિસ શબ્બર રશીદીની બેન્ચ આ મામલે સમાંતર અને મહત્વપૂર્ણ સુનવણીઓ કરશે. આ સુનવણીઓમાં બે અલગ અલગ પક્ષો દ્વારા દાખલ કરાયેલી સમાન અરજીઓ પર સુનવણી કરવામાં આવશે. જેમણે ગયા અઠવાડિયે કોલકતાની એક ખાસ અદાલત દ્વારા અપાયેલ આદેશને પડકાર્યો હતો.
ગયા અઠવાડિયે, કોલકાતાની એક ખાસ અદાલતે સંજય રોયને 2024 માં હોસ્પિટલ પરિસરમાં એક મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કરવા બદલ દોષિત ઠેરવ્યો હતો. અરજીને પડકારતા બંને પક્ષોએ રોય માટે મૃત્યુદંડની માંગ કરી છે.
CBI અને બંગાળ સરકારની અરજીઓ પર સુનાવણી
એક તરફ, જસ્ટિસ દેવાંગશુ બસાક અને જસ્ટિસ શબ્બર રશીદીની બેન્ચ CBIની અરજી પર સુનાવણી કરશે. જેમાં ખાસ અદાલતના આદેશને પડકારવામાં આવ્યો છે અને રોય માટે મૃત્યુદંડની માંગ કરવામાં આવી છે. બીજી તરફ, આ જ બેન્ચ પશ્ચિમ બંગાળ સરકારની એક એવી જ સમાન અરજી પર પણ સુનાવણી કરશે. જેમાં રોય માટે મૃત્યુદંડની માંગ કરવામાં આવી છે.
પશ્ચિમ બંગાળ સરકારે CBIની અરજીનો કર્યો વિરોધ
આ કેસ આ મામલે રસપ્રદ છે. કારણ કે, CBIએ રોય માટે મૃત્યુદંડની અરજી સાથે પોતે જ કોલકતા હાઈકોર્ટમાં ગયા હતા. પરંતુ તેણે રાજ્ય સરકારની આવી અરજી દાખલ કરવાના અધિકારનો વિરોધ કર્યો હતો. CBIએ એવા આધારો પર પ્રશ્ન ઉઠાવ્યો કે, કયા કારણોસર રાજ્ય સરકાર આવી અપીલ કરી શકે છે. કેન્દ્રીય એજન્સીા વકીલ મુજબ, આ કેસની તપાસ કરી રહેલી CBI અને પીડિતાના માતા પિતા જ હાઈકોર્ટમાં આવી અરજી દાખલ કરી શકે છે. રાજ્ય સરકાર નહી, કારણ કે, તે આ કેસમાં પક્ષકાર નથી.
કેસની પૃષ્ઠભૂમિ
તમને જણાવી દઈએ કે, ટ્રેની ડૉક્ટર ઓગસ્ટ 2024માં હોસ્પિટલ પરિસરમાં મૃત હાલતમાં મળી આવી હતી. ગયા વર્ષે 9 ઓગસ્ટની સવારે આર.જી. કર પરિસર અંદર એક સેમિનાર હોલમાંથી પીડિતાનો મૃતદેહ મળી આવ્યા બાદ કોલકાતા પોલીસે પ્રારંભિક તપાસ હાથ ધરી હતી. તેના અધિકારીઓએ રોયની ધરપકડ પણ કરી હતી. જોકે, શહેર પોલીસ દ્વારા 5 દિવસની પ્રારંભિક તપાસ પછી, કોલકાતા હાઈકોર્ટે તપાસનો હવાલો CBIને સોંપ્યો. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ખાસ અદાલતના આદેશને ગુનેગારને મૃત્યુદંડ અપાવવામાં CBIની નિષ્ફળતા ગણાવી છે.
આ પણ વાંચો: