ગકબરહા: ગુજરાત ટાઈટન્સના સ્ટાર ખેલાડી રાશીદ ખાને ક્રિકેટ ઇતિહાસના પન્ને પોતાનું નામ નોંધાવી લીધું છે. તે ટી20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. 26 વર્ષનો લેગ સ્પિનર રાશીદે SA20 પ્રથમ ક્વોલિફાયર મેચ દરમિયાન પર્લ રોયલ્સ વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી ડ્વેન બ્રાવોના 631 વિકેટના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. રાશિદે મેચમાં બે વિકેટ લઈ 2-33 ના આંકડા સાથે સમાપ્ત કર્યું. તેનો નોંધપાત્ર સ્કોર હવે માત્ર 461 મેચોમાં 18.08 ની પ્રભાવશાળી સરેરાશથી 633 વિકેટો પર પહોંચી ગયો છે. અગાઉ આ રેકોર્ડ ધરાવનાર બ્રાવોએ 582 મેચ રમીને 24.40 ની સરેરાશથી 631 વિકેટ લીધી હતી.
6⃣3⃣3⃣ reasons why Rashid Bhai is the best in the business! 😎💙 pic.twitter.com/VUGVn2c09P
— Gujarat Titans (@gujarat_titans) February 5, 2025
વર્ષ 2015માં ટી20માં ડેબ્યૂ કર્યું ત્યારથી રાશિદ સૌથી નાની વયે પ્રભાવશાળી બોલર તરીકે સામે આવ્યો છે. દુનિયા ભરની ટી20 લીગમાં તેની ઘાતક લેગ - સ્પિન અને ઝડપી બોલિંગ કરવાની ક્ષમતાએ બોલરોમાં તેની માંગ વધારી દીધી છે.
તે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL),બિગ બેશ લીગ (BBL),કેરેબિયન પ્રીમિયર લીગ (CPL),પાકિસ્તાન સુપર લીગ (PSL)અને ઇંગ્લેન્ડની ધ હન્ડ્રેડ સહિત વિવિધ લીગમાં રમી ચૂક્યો છે. નોંધનીય છે કે, રાશિદ સનરાઇઝર્સ હૈદરાબાદ અને તેની વર્તમાન ટીમ - IPLમાં ગુજરાત ટાઇટન્સ, BBLમાં એડિલેડ સ્ટ્રાઇકર્સ અને વાઇટાલિટી બ્લાસ્ટમાં સસેક્સ શાર્ક્સ માટે મુખ્ય ખેલાડી રહ્યો છે.
A new T20 king is crowned 👑
— ESPNcricinfo (@ESPNcricinfo) February 5, 2025
Rashid Khan climbs past Dwayne Bravo, who had been the top T20 wicket-taker since April 2016 🤯 pic.twitter.com/8AcO33pBPi
મેચ પૂર્ણ થયા બાદ રાશિદે આ સિદ્ધિ પર ગર્વ વ્યક્ત કરતાં કહ્યું કે, "આ એક મોટી સિદ્ધિ છે. મેં ક્યારેય આ વિચાર્યું ન હતું કે જો તમે મને 10 વર્ષ પહેલાં પૂછ્યું હોત કે તમે શું કરવા ,માંગો છો તો મે આ ક્યારેય વિચાર્યું ન હતું. અફઘાનિસ્તાનથી હોવું અને એવા સ્તરે હોવું જ્યાં તમે ટેબલમાં ટોચ પર હોવ, તે મારી માટે ગર્વની લાગણી છે,"
"ડીજે બ્રાવો શ્રેષ્ઠ ટી20 બોલરોમાંનો એક છે. આ એક મોટો સન્માન છે અને હું તેને આગળ વધારવા માટે આતુર છું." રાશિદની આ રેકોર્ડબ્રેક સિદ્ધિ તેની IPL ફ્રેન્ચાઇઝી, ગુજરાત ટાઇટન્સ માટે મોટી સફળતા હશે, જેણે આગામી સીઝન પહેલા તેને 15 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો.
🚨 HISTORY BY RASHID KHAN 🚨
— Himanshu Ladha (@HimanshuLadha8) February 5, 2025
- Rashid Khan becomes the leading wicket taker in T20 History (632 wickets).
1000 wickets on the way in future 🐐 pic.twitter.com/P7Wupg6iZ2
રાશિદ ખાનની વિકેટ લેવાની ક્ષમતા વ્યાપકપણે જાણીતી છે, પરંતુ તેની અસર ફક્ત સંખ્યાઓથી આગળ વધે છે. તેણે બેટ્સમેનોને સમજી તેમની રમતને નિયંત્રિત કરવાની કળામાં નિપુણતા મેળવી છે. ફક્ત 6.49 ના ઇકોનોમી રેટ સાથે, તે T20 ઇતિહાસમાં સૌથી વધુ ઇકોનોમી બોલરોમાંનો એક બની ગયા છે.
🚨 HISTORY BY RASHID KHAN 🚨
— All Cricket Records (@Cric_records45) February 5, 2025
Rashid Khan becomes the leading wicket taker in T20 History.
Most Wickets in T20 format
633 - Rashid Khan*
631 - Dwayne Bravo
574 - Sunil Narine
531 - Imran Tahir
492 - Shakib Al Hasan
466 - Andre Russell
416 - Chris Jordan pic.twitter.com/Nz5gEnuco7
વર્ષોથી તેની બેટિંગ કુશળતામાં પણ સુધારો થયો છે, જેના કારણે તે એક મૂલ્યવાન ઓલરાઉન્ડર બન્યો છે. રાશિદ મહત્વપૂર્ણ ક્ષણોમાં છગ્ગા મારવાની ક્ષમતા માટે જાણીતો છે અને તેની પાસે "સ્નેક શોટ" નામનો એક અનોખો સ્ટ્રોક છે, જેમાં તે અવિશ્વસનીય કાંડા કાર્ય સાથે યોર્કર ફેંકે છે.
આ પણ વાંચો: