મુંબઈ: બુધવારે ITC હોટેલ્સના શેરના ભાવ પર ફોક્સ રહેશે. આજે ટ્રેડિંગ શરૂ થતાં જ સ્ટોકને સેન્સેક્સ અને અન્ય BSE સૂચકાંકોમાંથી દૂર કરવામાં આવ્યો. ITC હોટેલ્સ, ITC લિમિટેડનું એક અલગ એકમ છે, ગયા મહિને અલગથી લિસ્ટેડ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, ITC હોટેલ્સને 22 BSE સૂચકાંકોમાંથી દૂર કરવામાં આવી હતી. ITCમાંથી અલગ થયેલી કંપનીને નિષ્ક્રિય ભંડોળ દ્વારા પોર્ટફોલિયો રિબેલેન્સિંગને સરળ બનાવવા માટે સેન્સેક્સ અને અન્ય સૂચકાંકોમાં અસ્થાયી રૂપે સામેલ કરવામાં આવી હતી. ITC હોટેલ્સે 29 જાન્યુઆરીથી અલગથી વેપાર શરૂ કર્યો હતો.
ITC હોટેલ્સને સેન્સેક્સમાંથી કેમ દૂર કરવામાં આવી? ITC હોટેલ્સ 4 ફેબ્રુઆરી, મંગળવારના રોજ બપોરે 2 વાગ્યાના કટ-ઓફ સમય સુધીમાં લોઅર સર્કિટ મર્યાદા સુધી પહોંચી શક્યા ન હતા. તેથી તેને BSE ઇન્ડેક્સમાંથી હટાવી દેવામાં આવ્યું હતું.
BSEએ એક નોટિસમાં જણાવ્યું હતું કે, કટ-ઓફ સમય સુધીમાં ITC હોટેલ્સ લોઅર સર્કિટ પર પહોંચી ન હોવાથી, બુધવારે ટ્રેડિંગ શરૂ થાય તે પહેલાં કંપનીને BSEના તમામ સૂચકાંકોમાંથી દૂર કરવામાં આવશે.
Mcap માં ઘટાડો
ડિમર્જર પ્રક્રિયાના ભાગ રૂપે, ITC હોટેલ્સ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને BSE પર અનુક્રમે રૂ. 180 અને રૂ. 188 પ્રતિ શેરના ભાવે શરુઆત કરી હતી. આ પ્રારંભિક મૂલ્યાંકન મુજબ, તેનું બજાર મૂડીકરણ રૂ. 39.126.02 કરોડ હતું, જે હવે ઘટીને રૂ. 34.266.48 કરોડ થઈ ગયું છે. ડિમર્જરની શરતો હેઠળ, ITC લિમિટેડે ITC હોટેલ્સમાં 40% હિસ્સો જાળવી રાખ્યો, જ્યારે બાકીનો 60% હિસ્સો ITC શેરધારકોને 10:1 ના ગુણોત્તરમાં ફાળવવામાં આવ્યો. ITC હોટેલ્સના 100 શેર ખરીદવાનો ભાવ હાલમાં રૂ. 54,040 છે.