અમદાવાદ: 14 ફ્રેબ્રુઆરીથી શરૂ થનાર મહિલા પ્રીમિયર લીગ (WPL)ની ત્રીજી સીઝનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દરેક ફ્રેન્ચાઇઝીએ પોતાની ટીમ માટે સ્કોવડની જાહેરાત કરી દીધી છે. એવામાં ગુજરાત જાયન્ટ્સે આગામી સિઝન માટે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર 'એશ્લે ગાર્ડનર'ને ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટની એક અગ્રણી ખેલાડી ગાર્ડનરે 2017 માં ટી20 ઇન્ટરનેશનલમાં પોતાનું ડેબ્યૂ કર્યું હતું.
As we begin a new chapter in #TATAWPL2025, we would like to welcome our new captain, Ashleigh Gardner! 🧡 pic.twitter.com/r4kk4N4BVy
— Gujarat Giants (@Giant_Cricket) February 5, 2025
આ ઓલરાઉન્ડર બે વખત બેલિન્ડા ક્લાર્ક એવોર્ડ વિજેતા છે અને તેણે ઓસ્ટ્રેલિયાના 2022 કોમનવેલ્થ ગેમ્સના સુવર્ણ ચંદ્રક જીતવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે 2023માં દક્ષિણ આફ્રિકામાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' રહી હતી.
લીગની શરૂઆતથી જ ગાર્ડનર ગુજરાત જાયન્ટ્સનો અભિન્ન ભાગ રહી છે. WPLની છેલ્લી બે સીઝનમાં, તેણે 324 રન બનાવ્યા છે અને 17 વિકેટ લીધી છે. ગાર્ડનર તેની ઓસ્ટ્રેલિયન ટીમની સાથી 'બેથ મૂની'નું સ્થાન લેશે.
WPL 2025 આ ચાર શહેરોમાં યોજાશે:
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા મહિલા પ્રીમિયર લીગ 2025 (WPL 2025) નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટ 14 ફેબ્રુઆરીથી શરૂ થશે, જ્યારે ફાઇનલ મેચ 15 માર્ચે રમાશે. આ વખતે ટુર્નામેન્ટ શહેરો વડોદરા, મુંબઈ, લખનઉ અને બેંગલુરુ એમ કુલ ચાર શહેરોમાં રમાશે અને મહિલા પ્રીમિયર લીગ 2025માં પાંચ ટીમો વચ્ચે કુલ 22 મેચ રમાશે. આ વખતે ટુર્નામેન્ટની પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે, જે વડોદરામાં યોજાશે અને ફાઇનલ મેચ મુંબઈમાં યોજાશે.
🚨 Captain Announcement 🚨
— Women's Premier League (WPL) (@wplt20) February 5, 2025
Ashleigh Gardner is the 🆕 Gujarat Giants Captain Ⓒ and will lead the team from #TATAWPL 2025 onwards 👌@Giant_Cricket pic.twitter.com/x8CUVHY0Oq
ટુર્નામેન્ટની પ્રથમ 6 મેચ બરોડામાં નવા બનેલા BCA સ્ટેડિયમમાં રમાશે. આ પછી ટુર્નામેન્ટ બેંગલુરુ શિફ્ટ થશે, જ્યાં કુલ 8 મેચ રમાશે. આ પછી ટુર્નામેન્ટ લખનઉમાં યોજાશે, જ્યાં 4 મેચ રમાશે. પછી તેના અંતિમ તબક્કામાં ટુર્નામેન્ટ મુંબઈ પહોંચશે. મુંબઈમાં નોકઆઉટ (એલિમિનેટર અને ફાઇનલ) સહિત ચાર મેચ રમાશે.
બધી જ મેચનો કાર્યક્રમ:
બેંગલુરુમાં પહેલી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાશે. ત્યારબાદ લખનઉમાં પહેલી મેચ યુપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે. મુંબઈના છેલ્લા તબક્કાની પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે. ટુર્નામેન્ટની મહત્તમ 8 મેચ બેંગલુરુમાં યોજાશે. ટુર્નામેન્ટની બધી મેચો સિંગલ હેડર હશે, એટલે કે એક દિવસમાં ફક્ત એક જ મેચ રમાશે.
કેપ્ટન બન્યા બાદ ગાર્ડનરે ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે "ગુજરાત જાયન્ટ્સના કેપ્ટન બનવું મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. મને આ ટીમનો ભાગ બનવાનું ખૂબ ગમે છે અને હું આગામી સિઝનમાં આ મહાન ટીમનું નેતૃત્વ કરવા માટે ઉત્સાહિત છું. અમારી પાસે યુવા અને અનુભવી ખેલાડીઓનું શાનદાર મિશ્રણ છે અને અમારી ટીમમાં ઘણા બધા ભારતીય ખેલાડીઓ છે. હું ટીમ સાથે કામ કરવા અને અમારા ચાહકોને ગર્વ અપાવવા માટે આતુર છું,"
ટીમના મુખ્ય કોચ માઈકલ ક્લિંગરે ગાર્ડનરના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, "તે એક ઉગ્ર સ્પર્ધક છે. તેની રમત જાગૃતિ, રણનીતિક કુશળતા અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાની ક્ષમતા તેને ગુજરાત જાયન્ટ્સના કેપ્ટન માટે આદર્શ પસંદગી બનાવે છે. અમને વિશ્વાસ છે કે તે આગળથી નેતૃત્વ કરશે અને ટીમને સફળ અભિયાન તરફ દોરી જશે,"
🚨 CAPTAIN ANNOUNCEMENT 🚨
— Indian Women Cricket | WPL #WPL2024 (@BCCIWomenLIVE) February 5, 2025
Ashleigh Gardner is the new Gujarat Giants Captain in WPL 2025.@Giant_Cricket @akgardner97#WPL #WomensPremierLeague #WPL2025 pic.twitter.com/C3pf6EIu54
તમને જણાવી દઈએ કે, અદાણી સ્પોર્ટ્સલાઇન અદાણી ગ્રૂપનો જ એક ભાગ છે. જેઓ આ ફ્રેન્ચાઇઝીના ઓનર છે. આ કંપનીનો ઉદ્દેશ્ય એક વિશ્વ-સ્તરીય ઇકોસિસ્ટમ બનાવવાનો છે જે રમતગમતની પ્રતિભાને અને રમતગમતના અર્થતંત્રને આગળ ધપાવે જેથી ભારતને એક અગ્રણી રમતગમત રાષ્ટ્ર બનવાની સફરમાં સક્ષમ બને.
આ પણ વાંચો: