કચ્છઃ કચ્છના ભચાઉ અને રાપરમાં બે વર્ષ બાદ નગરપાલિકાની યોજાઈ રહેલી ચૂંટણીમાં ગઈકાલે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી અને હવે રાપર નગરપાલિકા અને ભચાઉ નગરપાલિકાના 7- 7 વોર્ડના કુલ 56 બેઠકો પાટે કેટલા ઉમેદવારો મેદાનમાં છે તે ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં રાપર નગરપાલિકામાં 28 બેઠકો પૈકી 1 બેઠક બિનહરીફ થતા 27 બેઠકો માટે 63 ઉમેદવારો મેદાનમાં છે. તો ભચાઉ નગરપાલિકામાં 28 બેઠકો પૈકી 17 બેઠક બિનહરીફ થતા 15 ઉમેદવારો મેદાનમાં છે.
રાપરમાં 63 જેટલા ઉમેદવારો મેદાનમાં
રાપર નગરપાલિકામાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કોંગ્રેસના વધુ બે ઉમેદવારે ફોર્મ પાછા ખેંચતા હવે રાપર નગરપાલિકાના ચૂંટણી માટે 63 જેટલા ઉમેદવારો મેદાનમાં છે. કોંગ્રેસના વોર્ડ નંબર 4ના ઉમેદવાર યશકુમાર ભાનુશંકર રાજગોર અને વોર્ડ નંબર 7ના હિતેશભાઈ દેશરભાઈ સંઘારએ પોતાની દાવેદારી પાછી ખેંચતાં રાપર નગરપાલિકાનો ચૂંટણી જંગ હવે 63 ઉમેદવાર વચ્ચે રહેશે.
ભાજપનાં એકમાત્ર ઓબીસી મહિલા દાવેદાર રહેતાં બિનહરીફ જાહેર
આ ઉપરાંત ગઈકાલે વોર્ડ નંબર 4ના કોંગ્રેસનાં ઓબીસી મહિલા ઉમેદવાર જાગૃતિબેન વિનોદભાઈ માલીએ દાવેદારી પાછી ખેંચતાં આ કેટેગરીમાં ભાજપનાં એકમાત્ર ઓબીસી મહિલા દાવેદાર રહેતાં તેમને બિનહરીફ જાહેર કરવામાં આવશે.ત્યારે હવે ચોથા વોર્ડમાં કોંગ્રેસના બે જ ઉમેદવાર મેદાનમાં રહ્યા છે.
વોર્ડ મુજબ ઉમેદવારોની યાદી
વોર્ડ-1:
ભાજપ: ભાણજી રણછોડ ભ્રાસડિયા, મહેબૂબ રમજુ કુંભાર, અનિતા રામજીભાઈ મુછડિયા, હંસા દિનેશ પટેલ,
કોંગ્રેસ: મુસ્તાક મોહંમદ નોડે, નાવીબેન વીરાભાઈ ડોડિયા, માનાંબેન મોરારભાઈ ચાવડા, સુરેશ લાધાભાઈ કારોત્રા,
આમ આદમી પાર્ટી: પ્રવીણ પાચા કોલી.
વોર્ડ-2 :
ભાજપ: જામાસિંહ હરાસિંહ સોઢા, મહેશકુમાર મૂળજીભાઈ પરમાર, દક્ષાબેન વિજયગર ગુંસાઈ, મુનીરાબાનુ અબૂબકર ખત્રી
કોંગ્રેસ: રેહાના સલીમભાઈ નોડે, અશોક વીરાભાઈ રાઠોડ, વિપુલ નામેરીભાઈ રાઠોડ, હુસેના દિલાવર ચૌહાણ
આમ આદમી પાર્ટી: વિનોદ હરેશ પોપટ કોલી,
અપક્ષ: આંબાભાઈ મ્યાજર રાઠોડ
વોર્ડ-3 :
ભાજપ: બબીબેન માનસંગભાઈ સોલંકી, પેથા રવા રાવરિયા, દેવીબેન કાનજીભાઈ આહીર, રામજીભાઈ બાઉભાઈ પરમાર
કોંગ્રેસ: પુંજાભાઈ ગેલાભાઈ ચૌધરી, કાનીબેન રાજાભાઈ આરેઠિયા, સવિતાબેન વીરાભાઈ રાઠોડ, ખીમીબેન કરસનભાઈ ઠાકોર
આમ આદમી પાર્ટી: વિનોદ માલાભાઈ ભદ્રુ
અપક્ષ: પરમાર શાંતિબેન રાસંગભાઈ
વોર્ડ-4 :
ભાજપ: ચાંદ દિલીપભાઈ ઠક્કર, હસુમતીબેન ગણપતલાલ સોની, વિકાસકુમાર વનેચંદ શાહ, ગાયત્રીબેન ભગવાનદાન ગઢવી (બિનહરીફ)
કોંગ્રેસ: જાગૃતિબેન મુકેશપુરી ગોસ્વામી, રાજેશભાઈ બાઉભાઈ ડોડિયા
વોર્ડ-પ :
ભાજપ: પ્રિતીબેન ઈશ્વરલાલ દરજી, નવિન ધરમશી માલી, સંગીતાબેન જયેશભાઈ સોની, દિપકકુમાર વાલજીભાઈ વાવિયા
કોંગ્રેસ: રાજુભાઈ મહાદેવભાઈ ચૌધરી, હેતલબેન મિતુલભાઈ મોરબિયા , અરાવિંદભાઈ જગદીશભાઈ માલી, ગીતાબેન ઈશ્વરભાઈ સોની
વોર્ડ-6 :
ભાજપ: રસીલાબેન રમેશકુમાર ચાવડા, મનજી દેવા ભાટેસરા, મુરીબેન પેથાભાઈ રજપૂત, સતિષ ભનુભાઈ ભરવાડ
કોંગ્રેસ: ફુલીબેન ધનજીભાઈ ગોહિલ, રાજીબેન જેઠાભાઈ ચૌધરી, દિનેશકુમાર ભચુભાઈ ઠક્કર, રાજેશ રામજી મસુરિયા
આમ આદમી પાર્ટી : કાંતિભાઈ લખમણ ગોહીલ
અપક્ષ : ઠક્કર શશીકાંત ભુરાલાલ
વોર્ડ-7 :
ભાજપ: રાણાભાઈ કાનાભાઈ પરમાર, મહાવીરાસિંહ હેતુભા જાડેજા, શિલ્પાબેન હિંમતભાઈ કોલી, માલીબેન રમેશભાઈ સંઘાર
કોંગ્રેસ: લખમણ ગોરાભાઈ ચૌહાણ, મેઘીબાઈ ડાયાભાઈ કોલી, કસ્તૂરબેન જેઠાલાલ ઠક્કર
આમ આદમી પાર્ટી: રમીલાબેન પ્રકાશભાઈ પરમાર
ભચાઉમાં 28 બેઠકો પૈકી 11 બેઠકો ઉપર ચૂંટણી યોજાશે
ભચાઉ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે 17 ઉમેદવારો બીન હરીફ થયા હતા જયારે 28 બેઠકો પૈકી 11 બેઠકો ઉપર ચૂંટણી યોજાશે. બીન હરીફ જાહેર થયેલા ઉમેદવારોને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા. તો બાકીના વોર્ડમાં જ્યાં જ્યાં ચૂંટણી લડાશે તેની વાત કરવામાં આવે તો...
વોર્ડ 1:
ભાજપ: ગીતાબેન વિજયભાઈ સામળીયા ,ચંદુલાલ બાબુલાલ પઢારીયા, ચંપાબેન અંબાવી ગોઠી, ભરત ખીમજીભાઈ કાવત્રા
કોંગ્રેસ: નિતાબેન મનજીભાઈ રાઠોડ, મોહનભાઈ હરીભાઈ દરજી, ભરત ખીમજી શાહ
વોર્ડ 2:
ભાજપ: બંસરીબેન ચીરાગભાઈ સોની, રમેશ વીરજી ચૌહાણ, વિમળાબેન પ્રેમજી શામળિયા, હરપાલસિંહ જીલુભા જાડેજા
કોંગ્રેસ: નિતાબેન મનજીભાઈ મેઘવાળ
વોર્ડ 3:
ભાજપ: ચંદ્રેશ ખીમજી રાવરીયા અને પેથાભાઈ વસ્તાભાઈ રાઠોડ, રાધાબેન પંકજ કારીયા, વેજીબેન મેઘા કોલી
કોંગ્રેસ: મણીબેન કાના રબારી, અશોક કાંતી પરમાર, દીપિકા ભરત પરમાર
અપક્ષ: હરિશ્ચંદ્રસિંહ જાડેજા
વોર્ડ 4:
ભાજપ: જીગીશા અમિત દરજી, રક્ષાબેન ઠક્કર, રાજેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા, વિજયસિંહ મેઘરાજસિંહ ઝાલા
કોંગ્રેસ: રસીલાબેન હિતેશ પરમાર, સંદીપકુમાર લક્ષ્મણ મહેશ્વરી
વોર્ડ 5:
ભાજપ: જશાભા શિવદાનભા ગઢવી, જુલેખાબેન દાઉદ કુરેશી, ભારતીબેન ભાવેશ પ્રજાપતિ, સેલાનીશા ભયલશા સૈયદ
કોંગ્રેસ: નવલદાન ભુરા ગઢવી, નૂરમામદ કાસમ અબડા, સકીનાબેન ઇબ્રાહિમ ફકીર
વોર્ડ 6:
ભાજપ: કાસમ હાજી ઘાંચી, પ્રવિણ દાન ભીખુદાન ગઢવી, કોકિલાબેન વિનોદ જોશી, સરસ્વતીબેન મુળજી પ્રજાપતિ
કોંગ્રેસ: ઈકબાલ સીકંદર શેખ, મોહનભાઈ હરીભાઈ દરજી
વોર્ડ 7:
ભાજપ: અમસ્તબેન મનુ કોલી, કલ્પનાબેન ચેતન નીશર, દેવશીભાઇ રામા રબારી, રમઝુભાઈ ઇશા કુંભાર
કોંગ્રેસ: અમીનાબાઇ હુશેન કુંભારી,હુશેન હાજી કુંભાર
બિનહરીફ ઉમેદવારો:
વોર્ડ નંબર 2માં રમેશ વીરજી ચૌહાણ
વોર્ડ નંબર 3માં વેજીબેન મેઘાભાઈ કોલી અને રાધાબેન પંકજકુમાર કારીયા
વોર્ડ નંબર 4માં જીગીશા અમીત દરજી, રક્ષાબેન પરેશ ઠક્કર, રાજેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા, વિજયસિંહ મેઘરાજસિંહ ઝાલા
વોર્ડ નંબર 5માં જુલેખાબેન દાઉદ કુરેશી, ભારતીબેન ભાવેશભાઈ પ્રજાપતિ, જશાભા શિવદાનભા ગઢવી, સેલામીશા ભયલશા શેખ
વોર્ડ નંબર 6માં સરસ્વતીબેન મુળજીભાઈ પ્રજાપતિ, કોકીલાબેન વિનોદભાઈ જોશી
વોર્ડ નંબર 7માં કલ્પનાબેન ચેતનભાઈ નીશર,અમરશીબેન કોલી, દેવશીભાઈ સમાભાઈ રબારી, રમઝુભાઈ ઈશા કુંભાર બીનહરીફ થયા હતા.