નાગપુર: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20I શ્રેણીના સમાપન પછી, હવે ODI શ્રેણીનું આયોજન થવાનું છે. T20I શ્રેણી 4-1થી જીતનાર ટીમ ઈન્ડિયા હવે વનડે શ્રેણીમાં ઈંગ્લેન્ડને પડકારવા માટે તૈયાર છે. આ વનડે શ્રેણી 6 ફેબ્રુઆરીથી નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોશિયન સ્ટેડિયમ ખાતે રમાશે . આ મેચમાં હજુ એક દિવસ બાકી છે, પરંતુ પ્લેઇંગ ઇલેવનની જાહેરાત થઈ ચૂકી છે.
વાસ્તવમાં, ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમે પરંપરા અનુસાર ભારત સામેની પ્રથમ વનડે મેચ માટે તેની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી દીધી છે. સ્ટાર બેટ્સમેન જો રૂટ 15 મહિના પછી ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવનમાં પાછો ફર્યો છે. રૂટે તેની છેલ્લી ODI મેચ વર્ષ 2023 માં રમી હતી. રૂટે છેલ્લે 11 નવેમ્બર 2023ના રોજ ભારતમાં રમાયેલ વનડે વર્લ્ડ કપની મેચમાં ઈંગ્લેન્ડ માટે ODI રમ્યો હતો.
For the first time since 2023... Joe Root is back in ODI colours 😍
— England Cricket (@englandcricket) February 5, 2025
Your England team to face India tomorrow 🔜 pic.twitter.com/M7AEPCPpxk
T20I શ્રેણીની જેમ, જો રૂટ ફક્ત ODI શ્રેણીમાં કેપ્ટનશીપ કરતો જોવા મળશે પણ વિકેટકીપિંગ કરશે નહીં. બટલરની જગ્યાએ ફિલિપ સોલ્ટ વિકેટકીપરની જવાબદારી સંભાળશે. સ્પિન બોલિંગની જવાબદારી આદિલ રશીદના ખભા પર રહેશે, લિયામ એક ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવશે અને ઝડપી બોલિંગની કમાન જોફ્રા આર્ચરના હાથમાં રહેશે. આર્ચરને ઝડપી બોલિંગ વિભાગમાં બ્રાયડન કાર્સ અને સાકિબ મહમૂદનો સાથ મળશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વનડે શ્રેણીનું શેડ્યૂલ:
પ્રથમ વનડે: 6 ફેબ્રુઆરી 2025, નાગપુર (વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ)
બીજી વનડે: 9 ફેબ્રુઆરી 2025 કટક (બારાબાતી સ્ટેડિયમ)
ત્રીજી વનડે: 12 જાન્યુઆરી 2025, અમદાવાદ (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ)
Joe Root returns as England name their XI for the first ODI against India in Nagpur.#INDvENG #India #England pic.twitter.com/uY9tWaqudT
— Circle of Cricket (@circleofcricket) February 5, 2025
ભારત સામેની પહેલી વનડે માટે ઇંગ્લેન્ડની ટીમ:
હેરી બ્રુક, બેન ડકેટ, જો રૂટ, જેકબ બેથેલ, લિયામ લિવિંગસ્ટોન, બ્રાયડન કાર્સ, જોસ બટલર, ફિલિપ સોલ્ટ, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, સાકિબ મહમૂદ,
ભારતીય ટીમ: રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી.
આ પણ વાંચો: