મુંબઈ: થોડા દિવસો પહેલા ટ્રાઈએ તમામ ટેલિકોમ કંપનીઓને માત્ર કોલિંગ અને એસએમએસ સાથે સસ્તા રિચાર્જ પ્લાન ઓફર કરવાનો નિર્દેશ આપ્યો હતો. TRAI ના આ નિયમ પછી, Jio એ ફક્ત કૉલિંગ અને SMS સાથે બે સસ્તા રિચાર્જ પ્લાન રજૂ કર્યા છે. Jio એ તેની વેબસાઈટ પર ફક્ત બે નવા વોઈસ પ્લાન લિસ્ટ કર્યા છે, જેમાં યુઝર્સને 365 દિવસ સુધીની લાંબી વેલિડિટી મળશે. આ પ્લાનથી એવા યુઝર્સને ફાયદો થશે જેઓ ડેટાનો ઉપયોગ કરતા નથી.
Jioનો આ પ્લાન ખાસ કરીને એવા યૂઝર્સ માટે છે જે ફક્ત કૉલિંગ અને SMSનો ઉપયોગ કરે છે અને જેમને ડેટાની જરૂર નથી. Jioના આ બંને પ્લાન 458 રૂપિયામાં 84 દિવસ અને 1958 રૂપિયામાં 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. જિયોના આ બંને પ્લાનમાં યુઝર્સને ઘણા ફાયદા મળશે.
84 દિવસનો Jio પ્લાન: Jioનો નવો રૂ 458નો પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ અને 1000 ફ્રી SMS મળે છે. આ સિવાય યુઝર્સને Jio Cinema અને Jio TV જેવી એપ્સનો ફ્રી એક્સેસ પણ મળે છે. આ પ્લાન ખાસ કરીને એવા યુઝર્સ માટે લાવવામાં આવ્યો છે જેઓ માત્ર કોલિંગ અને એસએમએસનો ઉપયોગ કરે છે. આ પ્લાનમાં, સમગ્ર ભારતમાં કોઈપણ નેટવર્ક પર અમર્યાદિત કૉલ્સ અને મફત રાષ્ટ્રીય રોમિંગ સુવિધા આપવામાં આવે છે.
Jioનો 365 દિવસનો પ્લાન: Jioનો નવો રૂ. 1958 પ્રીપેડ પ્લાન 365 દિવસની લાંબી વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં યુઝર્સને સમગ્ર ભારતમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે. તેની સાથે તેમાં 3600 ફ્રી SMS અને ફ્રી નેશનલ રોમિંગ પણ સામેલ છે. આ પ્લાનમાં Jio Cinema અને Jio TV જેવી એપ્સની ફ્રી એક્સેસ પણ ઉપલબ્ધ છે, જેના દ્વારા યુઝર્સ મનોરંજનનો ભરપૂર આનંદ માણી શકે છે.
આ પણ વાંચો: