મુંબઈ: નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે મૂડી બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ના અધ્યક્ષ પદ માટે અરજીઓ મંગાવી છે. સરકારે સેબી બોર્ડમાં ચેરમેન પદ ભરવા નામની એક જાહેરાત બહાર પાડી છે. જેમાં મુંબઈમાં સેબી ચેરમેન પદ માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.
બધી અરજીઓ 17 ફેબ્રુઆરી, 2025 ના રોજ અથવા તે પહેલાં મોકલવાની રહેશે. આ જાહેરાત એવા સમયે આવી છે. જ્યારે વર્તમાન સેબી ચેરમેન માધબી પુરી બુચનો 3 વર્ષનો કાર્યકાળ 28 ફેબ્રુઆરી, 2025 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.
આ પણ વાંચો: