ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચમાં સગીરા સાથે દુષ્કર્મનો બનાવ, પોલીસે તપાસ શરૂ કરી - BHARUCH CRIME

ભરુચમાં એક સગીર છોકરી સાથે કથિત રીતે દુષ્કર્મ થયાનો કેસ ઝઘડિયા તાલુકા પોલીસમાં નોંધાયો છે. પોલીસે આ મામલે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (ETV Bharat)

By ANI

Published : Dec 17, 2024, 1:49 PM IST

Updated : Dec 17, 2024, 2:22 PM IST

ભરૂચ : હાલમાં જ ભરૂચમાં એક સગીર છોકરી સાથે કથિત રીતે દુષ્કર્મ થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ભરૂચ પોલીસે માહિતી આપતા જણાવ્યું કે, પીડિતા એક મજૂર પરિવારની છે. હાલ સગીરા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

સગીરા સાથે દુષ્કર્મ :ભરૂચના ઝઘડિયા તાલુકા પોલીસમાં સગીર છોકરી પર કથિત રીતે બળાત્કાર થયાનો કેસ નોંધાયો છે. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

પોલીસે તપાસ શરુ કરી :ભરૂચના નાયબ પોલીસ અધિક્ષક અંકલેશ્વર કુશલ ઓઝાએ જણાવ્યું હતું કે, પોલીસે આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરી છે. મજૂરના પરિવારની છોકરી પર દુષ્કર્મ થયો છે. પોલીસે તપાસ શરૂ કરી છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સગીરાની સારવાર ચાલી રહી છે. આરોપીને પકડવા માટે પોલીસ તપાસ ચાલુ છે.

  1. ભરૂચ હોમગાર્ડ જવાન સામે 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યાનો આરોપ,
  2. ભરુચમાં સામુહિક આત્મહત્યા, પતિ-પત્ની અને દિકરાના મોતનું કારણ શું?
Last Updated : Dec 17, 2024, 2:22 PM IST

ABOUT THE AUTHOR

...view details