ચેન્નાઈ (તામિલનાડુ): 22 સપ્ટેમ્બરના રોજ હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં રમાયેલ 45મા ચેસ ઓલિમ્પિયાડના અંતિમ રાઉન્ડમાં ભારતીય પુરુષ ટીમે સ્લોવેનિયા (મધ્ય યુરોપ) અને મહિલા ટીમે અઝરબૈજાનને (યુરોપ, એશિયા) હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતની ઐતિહાસિક જીત બાદ ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદે, ETV ભારત સાથેના તેમના પ્રથમ વિડિયો ઇન્ટરવ્યુમાં, ચેસ ઓલિમ્પિયાડના ઇતિહાસમાં પ્રથમ વખત સુવર્ણ ચંદ્રક જીતવા બદલ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા છે.
વિશ્વનાથન આનંદે ભારતીય પુરુષ અને મહિલા ટીમને અભિનંદન પાઠવ્યા:
તેમણે કહ્યું કે, 'ચેસ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ જીતનાર ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. એકંદરે ભારતીય ટીમે ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. ભારતીય ટીમના ખેલાડીઓ આજે એવી પરિસ્થિતિઓમાં રમ્યા જેની સરખામણી અન્ય કોઈ ટીમ સાથે ન થઈ શકે.'
આ સિરીઝમાં ભારતીય ટીમે એક સિવાયની તમામ મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને અર્જુન અને ગુકેશે ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમ દ્વારા રમાયેલી તમામ મેચોમાં વિરોધી ટીમોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત ભારતીય ટીમના ખેલાડીઓએ પણ સયંમ રાખી સૂઝબૂઝ ભરી રમી છે. આ વખતે આપણે બે વર્ષ પહેલા મળેલી તકનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો અને ગોલ્ડ મેડલ જીત્યો. હું ખૂબ જ ખુશ છું કે ભારતીય ટીમ સારી રીતે રમી અને મેડલ જીત્યો.'
'ભારતીય મહિલા ટીમે પણ આ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ સિરીઝમાં તેમણે ભૂલ કરી હોવા છતાં તેમણે રમત બંધ ન કરી અને તેની સામે રમવાનું ચાલુ રાખ્યું. મહિલા ટીમના કોચ સારું કોચિંગ અને નેતૃત્વ આપી રહ્યા છે. આપણે બધાએ તેની પ્રશંસા કરવી જોઈએ. બંને ટીમોને અભિનંદન.'