અમરેલી: જિલ્લાના યુવાનો રમતગમત ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. તેમજ વિવિધ સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કરીને મેડલ જીતી મેળવી અમરેલી અને ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. એવામાં અમરેલીની શાંતાબા હરિભાઈ ગજેરા સંકુલના બાળકોને વિવિધ રમતોની તાલીમ આપવામાં આવી રહી છે. અહીં તાલીમ મેળવી બાળકો રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે, જેમાંથી એક વિધાર્થીની લકુમ કાજલ બિહારમાં યોજાયેલી શૂટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે.
ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના ખેતા ટીંબીની રહેવાસી અને અમરેલીમાં આવેલ શાંતાબા હરિભાઈ સ્પોર્ટસ સંકુલમાં ધોરણ 11માં અભ્યાસ કરતા લકુમ કાજલે શૂટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે.
ડીએલએસએસમાં કોચ તરીકે ફરજ બજાવતા સાવન દેસાઈએ જણાવ્યું કે, "પોતે રાઇફલ એન્ડ પિસ્તોલ શૂટિંગના કોચ તરીકે ડીએલએસએસ સ્કૂલ અમરેલી ખાતે ફરજ બજાવે છે. હાલમાં યોજાયેલી નેશનલ 68 સ્કૂલ ગેમ્સમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. જ્યારે વર્ષ દરમિયાન છ નેશનલ મેડલ અને રાજ્યકક્ષાના ટોટલ 22 મેડલ પ્રાપ્ત કરેલા છે અને આગામી સમયમાં વિદ્યાર્થીઓ વધુ મેડલ મેળવે તે દિશા તરફ હાલ પ્રેક્ટિસ કરાવવામાં આવી રહી છે."
આ જ કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પટેલે જણાવ્યું કે, "શાંતાબેન હરિભાઈ ગજેરા શાળામાં નેશનલ કક્ષાની સ્પોર્ટ્સ તાલીમ આપવામાં આવે છે, આ શાળાની અંદર વિદ્યાર્થીઓ સવાર અને સાંજના સમયે પ્રેક્ટિસ કરે છે. તેમજ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય બાદ કોચ દ્વારા માર્ગદર્શન અને કોચિંગ આપવામાં આવે છે. સ્પોર્ટ્સ શાળામાંથી એથ્લેટિક્સ સ્પર્ધા, હેન્ડબોલ તેમજ અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લઈને છાત્રો ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ તેમજ બ્રોન્ઝ મેડલ જીતે છે.
આ પણ વાંચો: