નવી દિલ્હી: ગુજરાત ટાઇટન્સ ટીમનું નિરાશાજનક પ્રદર્શન ચાલુ છે. આ સિઝનમાં શુભમન ગિલની કપ્તાનીમાં ગુજરાતે અત્યાર સુધી અપેક્ષા મુજબનું પ્રદર્શન કર્યું નથી. ગુજરાત ટાઇટન્સે અત્યાર સુધી 5 મેચમાંથી 3 મેચ હારી છે. ગયા રવિવારે લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે ગુજરાતને 33 રને હરાવ્યું હતું.
રાજસ્થાનના વિજય રથને રોકવા, ગુજરાત ટાઇટન્સની ટીમ લખનૌથી જયપુર જવા રવાના થઈ - IPL 2024 - IPL 2024
ગુજરાત ટાઇટન્સ ટીમ રાજસ્થાન રોયલ્સનો સામનો કરવા માટે લખનૌથી જયપુર રવાના થઈ ગઈ છે. હવે ગુજરાત પાસે રાજસ્થાનને હરાવીને જીતના પાટા પર પાછા ફરવાની અને આરઆરના વિજય રથને રોકવાની તક હશે.
Published : Apr 8, 2024, 7:23 PM IST
જયપુર માટે ગુજરાત રવાના: ગુજરાત ટાઇટન્સની ટીમ લખનૌથી જયપુર જવા રવાના થઈ છે. જ્યાં તેની ટક્કર રાજસ્થાન સાથે થશે. ગુજરાત માટે આ મેચ મહત્વની રહેશે. ટીમ તેની 5 મેચ રમી ચૂકી છે, તેથી જો ગુજરાત રાજસ્થાન સામે હારશે તો તેની આગળ પહોંચવાની શક્યતા ઘટી જશે. આ મેચ ગુજરાત માટે ઘણી મહત્વની બની રહી છે. રાજસ્થાનની પાસે ગુજરાતને હરાવીને ટોચ પર જવાની સુવર્ણ તક હશે.
આ મેચ 10મી એપ્રિલના રોજ રમાશે:ગુજરાત ટાઇટન્સ ટીમ તેની આગામી મેચ રાજસ્થાન રોયલ્સ સાથે જયપુરના સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં રમવા જઈ રહી છે. આ મેચ 10મી એપ્રિલ (બુધવાર)ના રોજ રમાશે. આ મેચમાં ગુજરાતની ટીમ જીતના પાટા પર પરત ફરવા માંગશે જ્યારે રાજસ્થાન ગુજરાતને હરાવીને પોતાનો વિજય રથ ચાલુ રાખવા માંગશે. રાજસ્થાનને આ સિઝનમાં અત્યાર સુધી એક પણ હારનો સામનો કરવો પડ્યો નથી, તેણે 4માંથી 4 મેચ જીતી છે. જ્યારે ગુજરાતની ટીમ 5માંથી માત્ર 2 મેચ જીતી શકી છે. આ સાથે તેને 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે..