ETV Bharat / state

અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી જેલ બહાર આવતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી, બેંકની નોકરી આપવાની જાહેરાત - AMRELI PATIDAR GIRL

અમરેલીની પીડિત પાટીદાર યુવતીની જામીન અરજીને સેશન કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. યુવતીને 5 દિવસ બાદ જામીન મળ્યા છે.

નકલી લેટરકાંડમાં પાટીદાર દીકરીને જામીન
નકલી લેટરકાંડમાં પાટીદાર દીકરીને જામીન (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 3, 2025, 7:35 PM IST

Updated : Jan 3, 2025, 8:33 PM IST

અમરેલી: અમરેલી જિલ્લામાં નકલી લેટરકાંડમાં છેલ્લા 3 દિવસથી પાટીદાર સમાજની દીકરીના જામીન અને કોર્ટમાંથી છોડાવવા માટે પ્રયાસો કરવામાં આવતા હતા. જેમાં આજે વકીલ દ્વારા જામીન અરજી મુકવામાં આવતા સાંજે 4 વાગ્યે જામીન મંજુર કરવામાં આવ્યા હતા. જે બાદ યુવતી જેલમાંથી બહાર આવી હતી.

5 દિવસ બાદ દીકરી જેલમાંથી બહાર આવી
અમરેલીની પીડિત પાટીદાર યુવતીની જામીન અરજીને સેશન કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી હતી. યુવતીને 5 દિવસ બાદ જામીન મળ્યા છે. સેશન કોર્ટે 15 હજારના બોન્ડ પર જામીન આપ્યા છે. અમરેલીની જિલ્લા જેલમાંથી દીકરી બહાર આવતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા. દીકરી પોતાના પિતાને ભેટીને રડી પડી હતી. મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને દીકરીને પુષ્પહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યુવતીએ આ બાદ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપતા 'સત્યમેવ જયતે' કીધું હતું.

દીકરીને નોકરી આપવા કરાઈ રજૂઆત
અમરેલી જિલ્લાના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીની ઉપસ્થિતમાં દીકરીને રોજગારી મળી રહે તે માટે આજે સવારે આગેવાનોએ રજુઆત કરી હતી. તે મુદ્દે આજે બોપોર બાદ બેઠક યોજાઇ હતી.

અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક પીડિત દીકરીને કાયમી નોકરી આપશે. આજે અમરેલીના સામાજિક આગેવાનોએ સહકારી આગેવાન દિલીપ સંઘાણીને આ મુદ્દે રજુઆત કરી હતી. આ મુદ્દે આજે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન દિલીપભાઈ સંઘાણી દ્વારા ત્વરીત નિર્ણય કરવામાં આવ્યો.

બેંકમાં યુવતીને અપાશે નોકરી
આ અંગે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ડિરેક્ટર ભાવના ગોંડલીયાએ જણાવ્યું કે, આજે મળેલી બેંકની બોર્ડ મીટિંગમાં ઠરાવ કરવામાં આવ્યો છે. જેલમુક્તિ બાદ પીડિત દીકરી ઈચ્છે તો અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં કાયમી નોકરી આપવા ઠરાવ થયો છે. બેંકના તમામ ડિરેકટરો દ્વારા દિલીપ સંધાણીના આ પ્રસ્તાવને વધાવાયો હતો. પાટીદાર દીકરીને ફરી સન્માન મળે અને પોતે આત્મ નિર્ભર બને તેવો પ્રયાસ કરાયો છે.

આ પણ વાંચો:

  1. ગુણોનો ભંડાર 'હળદર', ભાવનગરના આ શિક્ષિત ખેડૂત કરે છે શેલમ હળદરની ખેતી
  2. પાટીદાર યુવતીના સરઘસનો મામલોઃ 'SP એ સ્વીકાર્યું કેટલીક ભૂલ થઈ છે'- અમરેલીમાં ગોપાલ ઈટાલિયા

Last Updated : Jan 3, 2025, 8:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.