અમદાવાદઃ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં IPL 2024ની 12મી મેચ હૈદરાબાદ અને ગુજરાત વચ્ચે રમાઈ. જેમાં ગુજરાત ટાઈટન્સે સન રાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરીને જીત મેળવી. અત્યારે ગુજરાત ટાઈટન્સના ચાહકોનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ગયો છે. ગુજરાત ટાઈટન્સના એક ફેનનો ઉત્સાહ સીત્તેરમા આસમાને પહોંચી ગયો છે.
ગુજરાત ટાઈટન્સનો અનોખો ક્રેઝી ફેન, દરેક મેચમાં પોતાની મનપસંદ ટીમને પ્રોત્સાહિત કરવા પહોંચે છે અનોખા વેશમાં - IPL 2024 - IPL 2024
અમદાવાદમાં IPL 2024ની 12મી મેચ હૈદરાબાદ અને ગુજરાત વચ્ચે રમાઈ. જેમાં ગુજરાત ટાઈટન્સ જીતી ગયું છે. ગુજરાત ટાઈટન્સના ચાહકોનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ગયો છે. અહીં વાત કરવી છે ગુજરાત ટાઈટન્સના અનોખો ફેન વિશે. જે દરેક મેચમાં પોતાની મનપસંદ ટીમને પ્રોત્સાહિત કરવા પહોંચે છે અનોખા વેશમાં. ઈટીવી ભારતે આ ફેન સાથે વાતચીત કરીને તેની પેશન વિશે જાણ્યું છે. વાંચો સમગ્ર સમચાર વિસ્તારપૂર્વક. IPL 2024
Published : Mar 31, 2024, 8:02 PM IST
ગુજરાત ટાઈટન્સનો અનોખો ફેન્સઃ ગુજરાત ટાઈટન્સના અનેક ફેન્સ છે. જેમાં અનેક ફેન્સ ભારત સિવાયના દેશોમાં પણ વસે છે. આજની ખાસ મેચ જોવા માટે કેટલાક ફેન્સ લંડનથી પણ આવ્યા છે. જો કે ગુજરાત ટાઈટન્સનો એક ભારતીય ફેન આ દરેક ફેનમાં અલગ તરી આવે છે. આ ફેને આખા શરીરે ગુજરાત ટાઈટન્સની થીમ ચીતરાવી છે. તે ગુજરાત ટાઈટન્સને ખૂબ પસંદ કરે છે તેથી તેનો જાયન્ટ ફ્લેગ હાથમાં લઈને લહેરાવતો રહે છે. આ ફેન ખાસ હરિયાણાથી અમદાવાદનો મહેમાન બન્યો છે. તેણે ગઈકાલે પણ ટીમને પ્રેક્ટિસ કરતા જોવાનો આનંદ માણ્યો હતો.
2022નું પુનરાવર્તનઃ અતુલ હરિયાણવી નામક ફેનને આશા છે કે ગુજરાત ટાઈટન્સ વર્ષ 2022ના ઈતિહાસનું પુનરાવર્તન કરશે. અતુલ નામક આ ફેને ઈટીવી ભારત સમક્ષ ગુજરાત ટાઈટન્સ માટે ચીયર્સ કરીને ડાન્સ પણ કર્યો હતો. અતુલ હરિયાણવીએ આખા શરીરે ગુજરાત ટાઈટન્સની થીમ ચીતરાવી છે. તે ગુજરાત ટાઈટન્સને ખૂબ પસંદ કરે છે તેથી તેનો જાયન્ટ ફ્લેગ હાથમાં લઈને લહેરાવતો રહે છે.