ગુજરાત

gujarat

ETV Bharat / sports

IND vs ENG 2nd Test : 2જી ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવ્યું, જસપ્રીત બુમરાહે લીધી આટલી બધી વિકેટ - IND vs ENG 2nd Test

ભારતે ઈંગ્લેન્ડને હરાવી વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચમાં જીત મેળવી છે. ભારતે મેચના ચોથા દિવસે ઈંગ્લેન્ડને 109 રનથી હરાવ્યું છે. ચોથા દિવસે ઇંગ્લેન્ડને જીતવા માટે 399 રનની જરૂર હતી. જેના જવાબમાં ઈંગ્લેન્ડ માત્ર 292 રન બનાવી શક્યું હતું. વાંચો પૂરા સમાચાર....

IND vs ENG 2nd Test : 2જી ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવ્યું, જસપ્રીત બુમરાહે લીધી આટલી બધી વિકેટ
IND vs ENG 2nd Test : 2જી ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવ્યું, જસપ્રીત બુમરાહે લીધી આટલી બધી વિકેટ

By ETV Bharat Gujarati Team

Published : Feb 5, 2024, 5:30 PM IST

વિશાખાપટ્ટનમઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચોની શ્રેણીમાં ઈંગ્લેન્ડે બીજી ટેસ્ટ 109 રને જીતી લીધી છે. ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે 399 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ માત્ર 292 રન જ બનાવી શકી હતી. આ સાથે ભારતે ઈંગ્લેન્ડ સાથેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. આ મેચમાં યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ અને જસપ્રીત બુમરાહે વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચમાં જીત ભારતને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

કોણ હતો જીતનો હીરો?: ભારત માટે પ્રથમ દાવમાં હીરો રહેલા યશસ્વી જયસ્વાલે શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું અને બેવડી સદી ફટકારી. જયસ્વાલે 290 બોલમાં 19 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 209 રન બનાવ્યા હતાં. જોકે જયસ્વાલ બીજી ઈનિંગમાં કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો અને 17 રન બનાવીને આઉટ થયો હતો. જે બાદ ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગમાં જસપ્રીત બુમરાહનો તરખાટ જોવા મળ્યો હતો. બુમરાહે ઈંગ્લેન્ડની એક પછી એક 6 વિકેટ લીધી. જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું અને 2.80ની ઈકોનોમી સાથે 45 રનમાં 6 વિકેટ લીધી. બુમરાહે બીજી ઇનિંગમાં 2 વિકેટ ઝડપી હતી.

બીજી ઈનિંગનો હીરો : ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ મેચમાં ભારતની બીજી ઈનિંગનો હીરો શુભમન ગિલ રહ્યો હતો. 142 બોલનો સામનો કરીને ગિલે 104 રનની સદીની ઇનિંગ રમી હતી. ભારતની બીજી ઇનિંગમાં મોટી ઇનિંગ રમનાર ગિલ એકમાત્ર બેટ્સમેન હતો. આ ત્રણેયના શાનદાર પ્રદર્શનના કારણે ભારતે વિશાખાપટ્ટનમમાં બીજી ટેસ્ટ જીતી લીધી હતી.

કયા ખેલાડીનું યોગદાન શું હતું? :જસપ્રીત બુમરાહ સિવાય જો ભારતના બોલિંગ પ્રદર્શનની વાત કરીએ તો પ્રથમ દાવમાં કુલદીપ યાદવે 3 અને અક્ષર પટેલે એક વિકેટ ઝડપી હતી. બીજા દાવમાં તમામ બોલરોનું મિશ્ર પ્રદર્શન જોવા મળ્યું હતું. આ ઇનિંગમાં રવિચંદ્રન અશ્વિને 3, જસપ્રિત બુમરાહને 3, મુકેશ કુમાર, કુલદીપ યાદવ અને અક્ષર પટેલને એક એક વિકેટ મળી હતી.

અક્ષર પટેલ અડધી સદી ચૂકી ગયો : ભારતની બેટિંગની વાત કરીએ તો રોહિત શર્મા સતત ચોથી વખત ફરી ફ્લોપ રહ્યો હતો. તે બંને ઇનિંગ્સમાં રન (14,13) બનાવીને સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. આ સિવાય શ્રેયસ અય્યરે ફરી એકવાર બધાને નિરાશ કર્યા. તેણે બંને ઇનિંગ્સમાં માત્ર 17 અને 29 રન બનાવ્યા હતા. રજત પાટીદાર પણ કંઈ ખાસ કરી શક્યો ન હતો, તેણે 17 અને 9 રન બનાવ્યા હતા. આ સિવાય શ્રીકર ભરત 32 અને 6 રન જ બનાવી શક્યો હતો. અક્ષર પટેલે બીજી ઇનિંગમાં 47 રનનું યોગદાન આપ્યું હતું. જોકે, તે અડધી સદી ચૂકી ગયો હતો.

ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ક્રિકેટ મેચમાંબંને દાવનો સ્કોર : ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને યશસ્વી જયસ્વાલની બેવડી સદીની મદદથી 396 રન બનાવ્યા, જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ દાવમાં માત્ર 253 રન જ બનાવી શકી. 147 રનની લીડ સાથે બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે બીજા દાવમાં 255 રન બનાવ્યા હતા અને 398 રનની લીડ મેળવી હતી. આ પછી ઈંગ્લેન્ડને જીતવા માટે 399 રનની જરૂર હતી જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 292 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને 106 રનથી હારી ગઈ હતી.

  1. Yashaswi Jaiswal : ભારતીય ક્રિકેટર યશસ્વી જયસ્વાલે ઈતિહાસ રચ્યો, બેવડી સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન
  2. Surat Gymnastics Player : સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલ જીમ્નાસ્ટિક પ્લેયર પ્રકૃતિ શિંદે, 21 વર્ષની વયમાં 33 ગોલ્ડ મેડલ જીત્યાં

ABOUT THE AUTHOR

...view details