જામનગર: જિલ્લામાં આવેલ વિશ્વની સૌથી પહેલી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી 59મો સ્થાપના દિવસ ઊજવી રહી છે. આ પસંગે હાલમાં બનેલ જામનગરના રાજકુમાર અને પૂર્વ ભારતીય ક્રિકેટર અજય જાડેજાએ આ સમારંભમાં હાજરી આપી હતી.
જામનગર ખાતે આવેલ વિશ્વની સૌથી પહેલી આયુર્વેદ યુનિવર્સિટી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી આ વર્ષે પોતાનો 59મો સ્થાપના દિવસ ધામધૂમથી ઉજવી રહી છે. જેમાં જામનગરના યુવરાજ અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અજયસિંહ જાડેજાએ આ તકે ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કર્યું હતું.
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પટાંગણમાં ધન્વંતરી ભગવાનની મૂર્તિનું પૂજન કરીને તેમણે પ્રભુને સર્વની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.યુનિવર્સિટી ખાતે ધ્વજનું આરોહણ કરીને અજયસિંહ જાડેજાએ તેનું શુભારંભ કર્યું હતું. અજયસિંહ જાડેજાએ ધન્વંતરિ મેદાન ખાતે બેટિંગ કરી યુવાઓનો ક્રિકેટ રમતમાં જુસ્સો વધાર્યો હતો.
આ પ્રસંગે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મુકુલ પટેલ, કુલસચિવ ડૉ. અશોક ચાવડા, શારીરિક સ્વાસ્થ્ય શિક્ષણના ડાયરેક્ટર હર્ષવર્ધન ઝાલા, બોર્ડ ઑફ ગવર્નર્સના સભ્ય ડૉ. ભરત કલસરિયા તથા ચીફ અકાઉન્ટ ઑફિસર એમ. બાદી પણ ઉપસ્થિત રહ્યા છે. આજ રોજ સંધ્યાએ ગુલાબકુંવરબા ઓડિટોરિયમ ખાતે ભવ્ય સંસાકૃતિક કાર્યક્રમ પણ યોજાશે.
અજય જાડેજા લાંબા સમયથી ભારતીય ટીમનો ભાગ રહ્યા:
53 વર્ષીય જાડેજા જામનગરના રાજવી પરિવારના વંશજ છે. અજય જાડેજા ભારતીય ક્રિકેટ ટીમના ઉત્તમ ખેલાડી રહી ચૂક્યા છે. તેઓ 1992 થી 2000 સુધી ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ હતા અને ઉપ-કેપ્ટન પણ હતા. ભારત માટે તેમણે 15 ટેસ્ટ મેચ અને 196 ODI મેચ રમી છે.
તે IPLમાં અલગ-અલગ ટીમો માટે મેન્ટર તરીકે ભાગ ભજવી ચૂક્યા છે, અને તાજેતરમાં તેમણે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમને કોચિંગ આપ્યું હતું. દશેરાના પાવન દિવસે જામનગરના રાજવી પરિવારના નવા વારસદાર તરીકે આ દિગ્ગજ ક્રિકેટરનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: