ETV Bharat / sports

એશિયન પેરા ગેઇમ્સમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ વિજેતાઓને સરકારે આપી નોકરીની ખાતરી - ASIAN PARA GAMES 2025

એશિયન પેરા ગેઇમ્સમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ વિજેતા બે દિવ્યાંગ ખેલાડીઓને તેમની સિદ્ધિ માટે રાજ્ય સરકાર તેમણે સ્પોર્ટ્સ અથોરિટી ઓફ ગુજરાતમાં નોકરી મળશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (X Handle)
author img

By ETV Bharat Sports Team

Published : Jan 6, 2025, 3:17 PM IST

ગાંધીનગર: 2023માં યોજાયેલ એશિયન પેર ગેમ્સમાં મેડલ જીતનાર 2 દિવ્યાંગ પ્રજ્ઞા ચક્ષુ ખેલાડીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિશેષ સિદ્ધિને બિરદાવી તેમના ગૌરવ સન્માન રૂપે રાજ્ય સરકારમાં વર્ગ -1 અને વર્ગ-2 તરીકે નિમણૂક આપવાની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ આ સંદર્ભમાં તાજેતરમાં 2023ની એશિયન પેરા ગેઇમ્સમાં ભારત અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને ચેસની રમતમા ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત બે દિવ્યાંગ પ્રજ્ઞા ચક્ષુ ખેલાડીઓને રાજ્ય સેવામાં નિમણૂક આપવાનો નિર્ણય કર્યો છે.

ચેસ ચેમ્પિયન દર્પણ ઇનાણી
ચેસ ચેમ્પિયન દર્પણ ઇનાણી (ETV Bharat)

આ બે દિવ્યાંગ ખેલાડીઓમાં ચોથી એશિયન પેરા ગેમ્સની પુરુષો માટેની ચેસની રમતમાં ગોલ્ડ મેડલ વિજેતા દર્પણ સતીશ ઇનાણી અને એ જ રમતોત્સવમાં મહિલાઓ માટેની ચેસમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરનાર સુશ્રી હિમાંશી ભાવેશભાઈ રાઠીનો સમાવેશ થાય છે.

બંને ખેલાડીઓને મળશે સરકારી નોકરી:

મુખ્યમંત્રીશ્રીએ પ્રજ્ઞા ચક્ષુ યુવાન દર્પણ સતીશ ઇનાણીને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર વર્ગ-૧ તરીકે નિમણૂક આપવાની અનુમતિ આપી છે.

હિમાંશી રાઠી
હિમાંશી રાઠી (Social Media)

આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ચોથી એશિયન પેરા ગેઇમ્સમાં મહિલાઓ માટેની ચેસની રમતમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર પ્રજ્ઞા ચક્ષુ હિમાંશી ભાવેશભાઈ રાઠીને તાલુકા વિકાસ અધિકારી વર્ગ ૨ તરીકે નિમણૂક આપવા મંજૂરી આપી છે.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે આવી વિશ્વ સ્તરીય રમત ગમતમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનારા પ્રતિભા સંપન્ન ખેલાડીઓને રાજ્ય સરકાર માં નિમણુક આપવાના અપનાવેલા આ અભિગમને પરિણામે વધુ ને વધુ ખેલાડીઓને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે પ્રેરણા મળશે.

આ પણ વાંચો:

  1. 'ગિરનારની સૌપ્રથમ સાઈકલ પરિક્રમા' 150 જેટલા સાઈક્લીસ્ટોએ ભાગ લીધો
  2. ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધામાં વિજેતાઓ માટે ઇનામી રકમમાં 4 ઘણો વધારો, જાણો વિગતો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.