જૂનાગઢ: જૂનાગઢના ચોકસી પરિવાર માટે આજનો દિવસ ખૂબ જ ગમગીન સાબિત થયો છે. પરિવારના પુત્ર હર્ષિત સુરતીના આજે અમદાવાદ ખાતે લગ્ન થવાના હતા. ગઈ કાલે મહેંદી અને દાંડીયારાસ જેવી લગ્નની વિધિઓ પૂર્ણ કરીને વહેલી સવારે લગ્ન માટે તૈયાર થઈ રહેલા હર્ષિતને અમદાવાદ ખાતે સવારના 5:30 વાગ્યા દરમિયાન હૃદય રોગનો જોરદાર હુમલો આવતા લગ્ન જેવો શુભ માહોલ ગંભીર કરુણાંતિકામાં પરિણમ્યો હતો. જેને લઇને સમગ્ર સુરતી પરિવાર અને જૂનાગઢ જૈન સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
લગ્નનો પ્રસંગ માતમ માં ફેરવાયો જુનાગઢ જૈન સમાજમાં ઘેરા શોકની લાગણી
જૂનાગઢના ચોકસી પરિવારમાં આજે આભ તૂટી પડ્યું હોય તેવી કરૂણ ઘટના આવી પડી છે. પરિવારના પુત્ર હર્ષિત ચોકસીના આજે અમદાવાદ ખાતે લગ્ન થવાના હતા. લગ્નના દિવસે જ વહેલી સવારે 5:30 વાગ્યે હૃદય રોગનો તીવ્ર હુમલો આવતા હર્ષિત ચોકસીનું અમદાવાદ ખાતે નિધન થયું છે. લગ્નના દિવસે જ યુવાના પુત્રના મોતના સમાચારથી સમગ્ર સુરતી પરિવાર પર જાણે કે આભ ફાટી પડ્યું હોય તેવી તરુણાંકીતા આવી પડી હતી. એક તરફ લગ્નના ઢોલ વાગી રહ્યા હતા સમગ્ર પરિવાર અને મહેમાનો પોતાના લાડકવાયાને બગીમાં બેસાડીને પરણવા માટે લઈ જવાના સપના જોઈ રહ્યો હતો. આવા જ સમયે જ્યારે લગ્નની જાન વિદાય થવાની હતી તે ઘડીએ વરરાજા હર્ષિત ચોકસીને હૃદય રોગનો તીવ્ર હુમલો આવ્યો અને લગ્ન મંડપમાં પહોંચતા પહેલા જ હર્ષિત ચોકસીનું નિધન થયું
દુઃખદ સમાચાર જૂનાગઢમાં વાયુવેગે પ્રસર્યા
હર્ષિત ચોકસીના નિધનના સમાચાર જુનાગઢમાં વાયુવેગે પ્રસરતા સમગ્ર જૈન સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. લગ્ન જેવો શુભ અને ખુશીનો પ્રસંગ આજે માતમમાં પરિણામતા સમગ્ર જૂનાગઢ શહેરમાં પણ સમાચારને લઈને ભારે શોક જોવા મળે છે. ગઈ રાત્રિના સમયે હર્ષિત અને તેનો સમગ્ર પરિવારની સાથે લગ્નમાં સામેલ થવા આવેલા તમામ જાનૈયાઓ પણ મહેંદી, ડાંડિયા, હલ્દી સહિત લગ્નની તમામ વિધીઓમાં ખૂબ જ ઉમળકા સાથે જોડાયા હતા. મહેંદી, પીઠી અને દાંડિયા જેવી લગ્નની ખૂબ જ મહત્વની વિધિઓ પતાવીને હર્ષિત પોતે તૈયાર થવા માટે ગયો હતો. જ્યાં અચાનક તેને હૃદય રોગનો હુમલો આવતા તેનુ નિધન થયું છે. જેને લઈને સમગ્ર ચોકસી પરિવાર ભાંગી પડ્યો હતો.
ઘટનાની વિગતો આપતા જૂનાગઢના હિતેશભાઈએ જણાવ્યું હતું કે, ખૂબ જ ઉત્સાહ અને ખુશીનો પ્રસંગ અચાનક ઘેરા શોક માં ફેરવાઈ જતા સમગ્ર જૈન સમાજ આજે દુઃખી છે. જે સમયે વ્હાલસોયાની જાનમાં જવા માટે પરિવારજનો અને મહેમાનો તૈયારી કરી રહ્યા હતા, આવા સમયે પરણવા જતા હર્ષિતનું અવસાન થતા સૌ કોઈ ભાંગી પડ્યા હતા.
આ પણ વાંચો: