અમદાવાદ : ગત 28 જાન્યુઆરીએ માનવતાને શર્મસાર કરતો બનાવ ગુજરાતની જનતા સહિત દેશભરના લોકોએ જોયો. દાહોદમાં એક મહિલાને અર્ધનગ્ન હાલતમાં બાઇક પાછળ સાંકળથી બાંધી જાહેરમાં ફેરવવામાં આવી. કમનસીબે આ બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો. જે બાદ આ મામલો ખૂબ ચર્ચાયો હતો.
એક્શન ટેકન રીપોર્ટ રજૂ થશે : ગુજરાત હાઈકોર્ટે કેસની ગંભીરતાને ધ્યાને રાખી સ્વતઃ નોંધ એટલે કે સુઓ મોટો લીધો. આજે આ કેસમાં રાજ્ય ગૃહ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા દાહોદ DySP એક્શન ટેકન રિપોર્ટ સાથે હાઇકોર્ટ સમક્ષ જબાવ રજૂ કરશે. દાહોદની આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં પીડિત મહિલાનો વીડિયો કેટલા લોકોએ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો ? આવા વીડિયોને ફેલાવતા અટકાવવા માટે સરકાર શું પગલાં લઈ રહી છે, તે અંગે એક્શન ટેકન રિપોર્ટ હાઈકોર્ટમાં આજે રજૂ કરવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની બેન્ચે આ અરજી રિફર કરાવી હતી.
ગત સુનવણી દરમિયાન આ કેસમાં રાજ્ય ગૃહ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા દાહોદ DySP એક્શન ટેકન રિપોર્ટ સાથે હાઇકોર્ટ સમક્ષ જબાવ રજૂ હાઇકોર્ટે આદેશ કર્યો હતો. દાહોદની આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં પીડિત મહિલાનો વિડીયો કેટલા લોકોએ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો ? આવા વીડિયોને ફેલાવતા અટકાવવા માટે સરકાર શું પગલાં લઈ રહી છે, તે અંગે એક્શન ટેકન રીપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરવાના હુકમ કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની બેન્ચે આ અરજી રીફર કરાવી હતી.
આજે આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી જેમાં દાહોદ જિલ્લાના એસપી દ્વારા આ ઘટના સંદર્ભે સીલ કવરમાં એફિડેવિટ સાથે રિપોર્ટ ફાઇલ કરવામાં આવ્યો હતો. તદુપરાંત ગૃહ વિભાગના અંડર સેક્રેટરી તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના જોઈન્ટ સેક્રેટરી દ્વારા એફિડેવિટ ફાઇલ કરવામાં આવી હતી. આ એફિડેવિટને કોર્ટ મિત્ર અભ્યાસ કરશે. ત્યારબાદ આ મુદ્દે તેમના દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવશે હવે આ મુદ્દે 7 માર્ચના દિવસે ગુજરાત હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
શું હતી ઘટના ? 28 જાન્યુઆરીની આ ઘટના છે, તે દિવસે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના એક ગામ ખાતે મહિલાઓ સહિતના ટોળાં દ્વારા એક પરિણીત મહિલાના કપડાં કાઢી તેને માર મારતા, તેને બાઇક સાથે સાંકળ વડે બાંધી તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો ત્યાં હાજર વ્યક્તિના કેમેરામાં કંડારી સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ઝાલોદ ડીવાયએસપી અને એલસીબી સહિતની પોલીસ ટીમો વીડિયોની પુષ્ટિ કરી સ્થળ ખાતે પહોંચ્યા હતા. જ્યાં મહિલાને એક મકાનમાં બંધક બનાવવામાં આવી હતી. પોલીસે મહિલાનું રેસક્યું કરી સ્થળ ઉપરથી ચાર મહિલા, ચાર પુરુષની અટકાયત અને ચાર કિશોર કાયદાના સંઘર્ષમાં આવ્યા હતા. પોલીસ તપાસમાં એવી હકીકત સામે આવી હતી કે, મહિલાને અન્ય કોઈ પુરુષ સાથે પ્રેમ સંબંધ હતા. જેને પગલે તેના સાસરી પક્ષના લોકોએ તેના પ્રેમીના ઘરેથી તેને ઝડપી લઈ, તેને માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ અર્ધનગ્ન હાલતમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું.
પોલીસે ઓળખ કરી 15 લોકો વિરુદ્ધ મહિલા ઉપર અત્યાચાર, અપહરણ અને આઈટી એક્ટ મુજબની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી 12 ની ધરપકડ કરી અને કિશોરો પણ આ ઘટનામાં કાયદાના સંઘર્ષમાં આવ્યા છે. પોલીસે અન્ય ત્રણ લોકોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલા 12 પૈકી ચાર સગીર જુવેનાઇલ જસ્ટિસ સમક્ષ રજૂ કરવામાં આવ્યા. તેમજ ચાર મહિલાઓને જેલ હવાલે તેમજ ચાર પુરુષોને પોલીસ કસ્ટડીમાં રાખી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.