પર્થ (વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા): ઓસ્ટ્રેલિયામાં હાલમાં ODI કપ રમાઈ રહ્યો છે. જેમાં ઓસ્ટ્રેલિયાના સિનિયર અને યુવા ખેલાડીઓ રમી રહ્યા છે. આજે એટલે કે 25મી ઓક્ટોબરે પશ્ચિમ ઓસ્ટ્રેલિયા અને તાસ્માનિયા વચ્ચે મેચ હતી. આ મેચમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની ટીમનું ખૂબ જ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. આ મેચમાં તસ્માનિયાના બોલરો શાનદાર ફોર્મમાં જોવા મળ્યા હતા. મજાની વાત તો એ છે કે, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની ટીમે માત્ર એક રનમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા 53 રનમાં આઉટ:
આ મેચમાં તાસ્માનિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. જે સાચો સાબિત થયો હતો. આ પછી પ્રથમ બેટિંગ કરતા વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની આખી ટીમ માત્ર 53 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી હતી. એક સમય એવો હતો જ્યારે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાનો સ્કોર એક વિકેટે 53 રન હતો. પરંતુ ત્યારપછી તાસ્માનિયા તરફથી બોલિંગની એવી સુનામી આવી કે બીજી જ ઓવરમાં ટીમે 8 વિકેટ ગુમાવી દીધી. જેના કારણે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 53 રનમાં આઉટ થઈ ગઈ હતી.
છ બેટ્સમેન શૂન્ય પર આઉટ:
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા તરફથી બેટિંગ કરતા ડાર્સી શોર્ટે સૌથી વધુ 22 રન બનાવ્યા. આ સિવાય ટીમના 6 બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. કેપ્ટન એશ્ટન ટર્નર પણ 2 બોલનો સામનો કર્યા બાદ આઉટ થયો હતો. લાન્સ મોરિસે એક પણ બોલનો સામનો કર્યો ન હતો અને તે અણનમ રહ્યો હતો. માત્ર ડાર્સી શોર્ટ (22) અને કેમેરોન બ્રેઈનક્રોફ્ટ (14) જ ડબલ ફિગર પાર કરવામાં સફળ રહ્યા હતા. એરોન હાર્ડીએ 7 રન અને જોશ ઈંગ્લિશે 1 રન બનાવ્યો હતો. તાસ્માનિયા તરફથી બેઉ વેબસ્ટરે 6 વિકેટ લીધી હતી. કેટ સ્ટેનલેકે 3 અને ટોમ રોજર્સે 1 વિકેટ લીધી હતી.
લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડઃ
લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝની અંડર-19 ટીમના નામે છે. 2007માં બાર્બાડોસ સામે ટીમ 18 રનમાં આઉટ થઈ ગઈ હતી. 2019માં સ્કોટલેન્ડ સામેની ODI મેચમાં ઓમાન 24 રનથી આઉટ થઈ ગયું હતું. 2004માં શ્રીલંકા સામે ઝિમ્બાબ્વે 35 રનમાં આઉટ થઈ ગયું હતું. ODIમાં ઓસ્ટ્રેલિયાનો ન્યૂનતમ સ્કોર 70 છે. જ્યારે ભારતનો ન્યૂનતમ સ્કોર 54 છે.
આ પણ વાંચો:
- પાકિસ્તાનને 60 વર્ષ લાગ્યા… ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ચોથી વખત આવું બન્યું, જાણો
- 27 સિક્સર, 30 ચોગ્ગા, 344 રન… ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો સૌથી મોટો સ્કોર, રોહિત અને સૂર્યાનો રેકોર્ડ પણ તૂટયો