ETV Bharat / state

'મારી-તમારી દીકરીને પોલીસ પટ્ટે પટ્ટે મારશે? નહીં ચાલે': પરેશ ધાનાણીએ પાટીદાર દીકરીને ન્યાય માટે શરૂ કર્યા ઉપવાસ - AMRELI PATIDAR GIRL JUSTICE STRIKE

અમરેલીમાં પાયલ ગોટીના મામલે રાજકારણમાં ગરમાવો...

રેશ ધાનાણીએ પાટીદાર દીકરીને ન્યાય માટે શરૂ કર્યા ઉપવાસ
રેશ ધાનાણીએ પાટીદાર દીકરીને ન્યાય માટે શરૂ કર્યા ઉપવાસ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 9, 2025, 10:44 PM IST

અમરેલી: અમરેલી જિલ્લામાં છેલ્લા આઠ દિવસથી પત્રકાંડ મામલે પાયલ ગોટી નામની યુવતીને લઈને ઉપવાસ આંદોલન ઉપર આજે પરેશ ધાનાણી બેઠા છે પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે પરેશ ધાનાણીએ ઉપવાસ શરૂ કર્યા..

નકલી લેટર કાંડ મામલે આજથી કોંગ્રેસ દ્વારા આર યા પારની લડાઈ શરૂ કરવામાં આવી છે. પાયલ ગોટીને અન્યાય મામલે આજથી અમરેલીના રાજકમલ ચોકમાં પરેશ ધાનાણીનું ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. પરેશ ધાનાણી સવારે 10 કલાકથી નારી સ્વાભિમાન આંદોલનના અધ્યાયનો આરંભ કર્યો છે.

રેશ ધાનાણીએ પાટીદાર દીકરીને ન્યાય માટે શરૂ કર્યા ઉપવાસ (Etv Bharat Gujarat)

પરેશ ધાનાણી સંગાથે લલીત વસોયા ઉપવાસ આંદોલનમાં બેઠા છે. 10 થી 6 વાગ્યા સુધીની તંત્રની પરવાનગી સાથે પરેશ ધાનાણીના 24 કલાકના ઉપવાસ કરવાની જાહેરાત કરી હતી. પાયલ ગોટી મુદ્દે અમરેલી જિલ્લામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે.

નારી સ્વાભિમાન આંદોલન અધ્યાયમાં પરેશ ધાનાણીના ઉપવાસનો મામલે કોંગ્રેસના નેતાઓ અમરેલીમાં ધામા નાખ્યા છે. પૂર્વ ધારાસભ્ય લલિત કથાગરા, પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત, જેનીબેન ઠુમ્મર ઉપવાસ આંદોલનમાં સહભાગી થયા છે. મોટી સંખ્યામાં ઉપવાસ આંદોલન સ્થળે લોકો એકત્રિત થઈ રહ્યા છે. અમરેલીમાં પૂર્વ નેતા વિપક્ષના નારી સ્વાભિમાન આંદોલન મામલે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપી છે.

પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પોલીસની કામગીરીઓ સામે સવાલો ઉઠાવ્યા છે અને આકરા પ્રહારો કર્યા છે.

  1. ભાવનગરમાં ટેન્કરમાં બહાર લખ્યું 'એર પ્રોડક્ટ' અંદરથી નીકળી નશાની પ્રોડક્ટ, LCBએ લાખોનો દારૂ ઝડપ્યો
  2. રાજકોટમાં ભારત-આયર્લેન્ડ શ્રેણીનો પ્રારંભ, બન્ને ટીમનો જીતનો દાવો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.