સુરત: શહેરમાં વેસુ સ્થિત ICCC-ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ દ્વારા ICCC સેન્ટરની કામગીરી અને તેના પ્રોજેક્ટ્સ અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું.
નવીન પહેલોના CMએ કર્યા વખાણ: પ્રેઝન્ટેશન નિહાળ્યા બાદ મુખ્યમંત્રીએ સુરત મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવી રહેલી નવીનતમ પહેલોને વખાણતાં જણાવ્યું કે, સુરત શહેરના વિવિધ કાર્ય દેશના અન્ય શહેરોને પણ પ્રેરણા પૂરી પાડશે. સુરત શહેર દેશને નવી દિશા આપવાનું કાર્ય કરી રહ્યું છે, ત્યારે સુરતની ઉત્તરોત્તર પ્રગતિની શુભકામનાઓ પાઠવી હતી.
ધારાસભ્ય સહિતના લોકો ઉપસ્થિત: આ પ્રસંગે ધારાસભ્ય વિનોદ મોરડીયા, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સહિત મનપાના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: