ETV Bharat / state

કોલ્ડપ્લેના 1 લાખ ફેન્સ આજે અમદાવાદમાં: બ્રિટિશ બેન્ડનો યુવાઓમાં કેમ આટલો ક્રેઝ? જાણો - COLDPLAY CONCERT AHMEDABAD

અમદાવાદમાં 25 અને 26 જાન્યુઆરીએ બ્રિટિશ રૉક બેન્ડ કોલ્ડપ્લેનો કોન્સર્ટ છે અને તેમાં લાખોની સંખ્યામાં લોકો એકત્ર થવાના છે.

અમદાવાદમાં કોલ્ડપ્લેનો કોન્સર્ટ
અમદાવાદમાં કોલ્ડપ્લેનો કોન્સર્ટ (Getty Image/ANI/IANS)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 25, 2025, 6:01 AM IST

પરેશ દવે, અમદાવાદઃ અમદાવાદના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 25 અને 26 જાન્યુઆરીએ બ્રિટિશ રૉક બેન્ડ કોલ્ડપ્લે સાંભળવા દેશભરથી આશરે બે લાખ મ્યુઝિક ફેન્સ એકત્ર થવાના છે. ત્યારે શું છે આ બ્રિટિશ રૉક બેન્ડ કોલ્ડપ્લે? અને કોણ છે તેના ગાયક ક્રિસ માર્ટિન અને જાણીતા ગિટારિસ્ટ ગાય બરિમેન સહિતની ટીમને જાણીએ...

જેને રૉક બેન્ડ થકી વિશ્વને ચાહક બનાવ્યું છે એ બ્રિટિશ રૉક બેન્ડ કોલ્ડપ્લે શું છે

કોલ્ડપ્લે રૉક બે્ન્ડના વિશ્વમાં અનેક ચાહકો ઘેલા બન્યા છે. મૂળે બ્રિટિશ રૉક બેન્ડની શરુઆત યુનિવર્સિટી કોલેજ લંડન ખાતે 1996માં ગાયક ક્રિસ માર્ટિન અને ગિટારીસ્ટ જૉન બકલેન્ડે કરી હતી. આ બંને કલાકારોના ગ્રુપનું પહેલું નામ પેક્ટોરાલ્ઝ હતું. ત્યાર બાદ તેમના મ્યુઝિક બેન્ડમાં ગાયક ગાય બરિમેન જોડાયા અને ગ્રુપ સ્ટારફીશના નામે ઓળખાતું થયું. 1998માં તેમના બેન્ડમાં અન્ય બે સભ્યો ગાયક અને ડ્રમર વીલ ચેમ્પિયન અને ફિલ હાર્વી જોડાયા અને પાંચ સભ્યોનું ગ્રુપ કોલ્ડપ્લે બન્યું. જે આજે રૉક મ્યુઝિકમાં વિશ્વમાં જાણીતું બન્યું છે.

કોલ્ડપ્લેની ટીમમાં કોણ છે

કોલ્ડપ્લે ટીમના મુખ્ય કલાકાર ગાયક ક્રિસ માર્ટિન છે, જે બેન્ડના મુખ્ય ગાયક, પિયાનો અને કીબોર્ડ સહિત ગિટાર વાદક છે. જૉની બકલેન્ડ એ ગિટારિસ્ટ અને ગાયક છે. ગાય બરિમેન એ ગિટારીસ્ટ અને કીબોર્ડ વાદક છે. વિલ ચેમ્પિયન એ ડ્રમ અને વાદક છે, ફિલ હાર્વે એ કોલ્ડપ્લેના મેનેજર અને ક્રિએટિવ ડાયરેક્ટર છે. કોલ્ડપ્લેએ પોતાનું પહેલું સંયુક્ત મ્યુઝિકલ આલ્બમ પેરેશુટ્સ રિલીઝ કર્યું હતું.

કોલ્ડપ્લેના મુખ્ય કલાકાર ક્રિસ માર્ટિન કોણ છે

કોલ્ડપ્લેના ક્રિસ માર્ટિન એ ગીતકાર, સંગીતકાર અને ગાયક છે. 1977ની 2, માર્ચના રોજ જન્મેલા ક્રિસ માર્ટિન તેમના માતા પિતાના પાંચ બાળકો પૈકીના સૌથી મોટો પુત્ર છે. ક્રિસ માર્ટિને લંડન આવી પુરાતન વિશ્વ અંગે અભ્યાસ કર્યો છે.

ક્રિસ માર્ટિનને બે બાળકો છે. 2004માં જન્મેલી પુત્રીને ક્રિસ માર્ટિને એપલ નામ આપ્યું છે. એવું મનાય છે કે, ક્રિસ માર્ટિનની નેટવર્થ 160 મિલિયન પાઉન્ડની આસપાસ છે.

યેલો મ્યુઝિક આલ્બમે અપાવી કોલ્ડપ્લેને વિશ્વખ્યાતિ

વર્ષ-2000માં રિલીઝ થયેલા કોલ્ડપ્લેના યેલો આલ્બમ થકી તેમની વૈશ્વિક ઓળખ બની. આ બેન્ડ 8 બ્રિટ પુરસ્કારથી સન્માનિત થયું છે. 2009ના ડિસેમ્બરમાં રજૂ થયેલ રોલીંગ સ્ટોન પણ સંગીત ચાહકોમાં જાણીતું છે. દેશમાં સતત વધતી અંગ્રેજી બોલનારા લોકોના કારણે અંગ્રેજી રૉક મ્યુઝિક વધુને વધુ લોકપ્રિય બનતું જાય છે. કોલ્ડપ્લેનું જાણીતુ ગીત હિમેન ઓફ ધ વિકએન્ડ મ્યુઝિક આલ્બમનું શુટિંગ મુંબઈ ખાતે કરવામાં આવ્યું હતુ. આ આલ્બમમાં ભારતના મંદિર, રંગ, પુજારી, મંબઈની ટેક્સી, મરાઠા મંદિર, નદીઓ અને હોળી તહેવારોના દ્રશયોનું ફિલ્માંકન કર્યું છે. આ પહેલા કોલ્ડપ્લેએ વર્ષ 2016માં મુંબઈ ખાતે ગ્લોબલ સિટિઝન્સ ઇન્ડિયામાં પોતાનો શો રજૂ કર્યો હતો.

2025ની કોલ્ડપ્લેની મુંબઈ અને અમદાવાદ ખાતે શો

કોલ્ડપ્લેએ વર્ષ 2025માં તેમની મ્યુઝિક ઓફ ધ સ્ફીયર્સ વલ્ડૅ ટૂરના ભાગરુપે મુંબઈ અને અમદાવાદ ખાતે શોનું આયોજન કર્યું છે. જેમાં 18, 19 અને 20 જાન્યુઆરીએ મુંબઈ ખાતે અને તા. 25 અને 26 જાન્યુઆરી એમ બે દિવસ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મ્યુઝિક ઓફ ધ સ્ફીયર્સ વલ્ડૅ ટૂરના ભાગરુપે મુંબઈ અને અમદાવાદ ખાતે શો કરશે. 2024ની 22 સપ્ટેમ્બરના રોજ ભારતના પાંચ શોની જાહેરાતની ગણતરીની મિનિટમાં તમામ ટિકિટ વેચાઈ ગઈ હતી. પોતાના ભારતના શો દરમિયાન કોલ્ડપ્લે તેમના દસમા અને અગિયારમાં આલ્બમનો પ્રચાર કરશે.

કોલ્ડપ્લેની વિશેષતા

કોલ્ડપ્લેને હાલ 21મી સદીના સોથી સફળ બેન્ડ તરીકે માનવામાં આવે છે. કોલ્ડપ્લેના મ્યુઝિક આલ્બમનું વેચાણ આશરે 100 મિલિયન સુધી પહોંચ્યું છે. કોલ્ડપ્લેના એકસ એન્ડ વાય નામે પ્રકાશિત મ્યુઝિક આલ્બમ સૌથી ઝડપી વેચાયેલા મ્યુઝિક આલ્બની યાદીમાં ત્રીજા નંબરે આવે છે. તો વીવા એન્ડ વીલા આલ્બમ સૌથી ઝડપી ડિજીટલી વેચાયેલું આલ્બમ છે. કોલ્ડપ્લેનું સૌથી વધુ કમાણી કરનાર મ્યુઝિક આલ્બમનું નામ એ હેડ ફૂલ ઓફ ધ ડ્રીમ્સ ટૂર છે, જેને સૌથી વધુ કમાણી કરી છે. કોલ્ડપ્લેનું 39 વખત ગ્રેમીમાં નોમિનેશન થયું છે, જે પૈકી સાત ગ્રેમી એવોર્ડસના વિજેતા થયા છે.

કોલ્ડપ્લેના દિવસે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચવાની વ્યવસ્થા

તા. 25 અને તા. 26 જાન્યુઆરી એમ બે દિવસે કોલ્ડપ્લેના શો અણદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાવાના છે. ત્યારે મેટ્રો ટ્રેનની સેવા રાત્રીના 12-30 કલાક સુધી કાર્યરત રહેશે. મેટ્રો રેલ્વેની સમય અવધિ ફક્ત થલતેજ અને વસ્ત્રાલ રુટ પરની ટ્રેનરુટ પર જ રહેવાની છે.

સઘન સુરક્ષામાં ફેરવાશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

કોલ્ડપ્લેના શો માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બે દિવસમાં આશરે બે લાખ લોકો મુલાકાત લેશે. આ શો માટે અમદાવાદ શહેર પોલીસના 3,800 પોલીસકર્મી સાથે NSG કમાન્ડોની સઘન સુરક્ષા રહેશે. દર્શકોની સુવિધા, સલામતી સ્વાસ્થ્ય માટે 14 DCP, 25 ACP, 63 PI, 142 PSI, 1 NSG DVS, 1 SDRFની ટીમ દ્વારા સઘન સુરક્ષામાં રહેશે. સાથે કુલ સાત એમ્બ્યુલન્સ સાથે ટેમ્પરરી હોસ્પિટલ સહિત કાર્ડિયાક પ્રશ્નની સારવાર માટે સુવિધાકક્ષ રહેશે. સ્ટેડિયમ નજીક કુલ 15,000 વાહનોના પાર્કિગની વ્યવસ્થા ઊભી કરાઈ છે. જેમાં 13 સ્થળોએ ટુ વ્હીલર સાથે ફોર વ્હીલર વાહનોને પાર્ક કરાશે.

  1. વલસાડના ડૉક્ટર દંપતીનું ઈકો-ફ્રેન્ડલી ઘર ગરમીમાં ઠંડક આપે, 2000 વૃક્ષો વાવીને બનાવ્યું 'મિની જંગલ'
  2. દારૂનો નાશ બુલડોઝર ફેરવીને પણ ગાંજો પોષ ડોડાનો નાશ થાય કેવી રીતે થાય? જાણો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.