ETV Bharat / state

જાતે ટ્રેન ટિકિટ કાઢી શકશોઃ અમદાવાદ ડિવિઝનના આ 5 રેલવે સ્ટેશન્સ પર છે ATVM ફેસિલિટી - UNRESERVED TICKET FACILITY

જાણો ATVM માં કેવી રીતે કરી શકો છો સરળતાથી પેમેન્ટઃ અમદાવાદના 5 સ્ટેશન્સ પર શરૂ થઈ આ ખાસ સુવિધા

5 રેલવે સ્ટેશન્સ પર છે ATVM ફેસિલિટી
5 રેલવે સ્ટેશન્સ પર છે ATVM ફેસિલિટી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 9 hours ago

અમદાવાદઃ પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના અમદાવાદ, સાબરમતી, વિરમગામ, મહેસાણા અને ગાંધીધામ રેલવે સ્ટેશન્સ પર એટીવીએમ (ATVM) મારફતે જાતે જ અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરીને યાત્રા કરી શકાય છે. જેમાં યાત્રા ટિકિટ પ્લેટફોર્મ તથા સિઝન ટિકિટ (નવીકરણ) સામેલ છે.

એટીવીએમ: ઓટોમેટિક ટિકિટ વેન્ડિગ મશીન

એટીવીએમ (ઓટોમેટિક ટિકિટ વેન્ડિગ મશીન) એક અત્યાધુનિક અને વપરાશકર્તાને અનુકૂળ સિસ્ટમ છે, જેનો ઉપયોગ યાત્રી પોતે યાત્રા ટિકિટ, પ્લેટફોર્મ ટિકિટ અને સિઝન ટિકિટ મેળવવા માટે કરી શકે છે. આ મશીન ઉપયોગમાં અત્યંત સરળ છે અને યાત્રી ટિકિટબારી પર ગીરદીનો સામનો કર્યા વગર, સરળતાથી પોતાની ટિકિટ મેળવી શકે છે.

ચુકવણી પદ્ધતિઓ: યાત્રી ટિકિટ ખરીદવા માટે ડિજિટલ ચુકવણી પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે, જેમ કે :

  • યૂપીઆઈ (UPI)
  • ક્યૂઆર કોડ સ્કેન કરવું
  • સ્માર્ટ કાર્ડ

સ્માર્ટ કાર્ડ શું છે?:

  • યાત્રી સ્માર્ટ કાર્ડ યૂટીએસ કાઉન્ટરથી મેળવી શકે છે અને ત્યાંથી રિચાર્જ કરી શકે છે.
  • સમાર્ટ કાર્ડ પર દરેક રિચાર્જ ઉપર 3% નું બોનસ આપવામાં આવે છે.
  • સ્માર્ટ કાર્ડ બેલેન્સની લઘુત્તમ મર્યાદા 50/- રૂપિયા છે અને મહત્તમ મર્યાદા 20,000/- રૂપિયા છે.
  • સ્માર્ટ કાર્ડ માટે મહત્તમ રિચાર્જ રકમ 19,400/- રૂપિયા નિશ્ચિત કરવામાં આવી છે.

આ સુવિધા મારફતે યાત્રી સરળતાથી અને ઝડપથી પોતાની યાત્રા ટિકિટ મેળવી શકે છે, અને તેમના માટે પરિવહન સુવિધાઓ વધુ સુલભ થઈ ગઈ છે.

  1. રાજકોટમાં ભારત-આયર્લેન્ડ શ્રેણીનો પ્રારંભ, બન્ને ટીમનો જીતનો દાવો
  2. ભાવનગરમાં ટેન્કરમાં બહાર લખ્યું 'એર પ્રોડક્ટ' અંદરથી નીકળી નશાની પ્રોડક્ટ, LCBએ લાખોનો દારૂ ઝડપ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.