વલસાડ: ધરમપુર જેવા આદિવાસી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ ડોક્ટરો ઉપર આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરતા ધરમપુરના હનુમંતમાળ, બોપી અને પંગાળબારી ખાતે ત્રણ તબીબ સામે કાર્યવાહી કરતા તેમને સ્થળ ઉપરથી મેડિસિનનો મોટો જથ્થો અને ઈન્જેક્શનો સહીત અનેક ચીજો કેબજે લેવામાં આવી છે.
આદિવાસી વિસ્તારના લોકોના આરોગ્ય સાથે મનફાવે તેમ ચેડા
અગાઉ સુરત વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા બોગસ તબીબોની હાટડી ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી, એવી જ રીતે વલસાડ આરોગ્ય વિભાગ દ્વારા પણ ધરમપુર વિસ્તારમાં અનેક અંતરિયાળ વિસ્તારના ગામોમાં ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનરનું કોઈપણ જાતનું સર્ટિફિકેટ વગર બેફામ રીતે કલીનીકો ચલાવવામાં આવી રહી હોવાની બાતમી મળી હતી. આદિવાસી વિસ્તારના લોકો પૂરતા પ્રમાણમાં શિક્ષિત ના હોવાથી પોતાના સ્વાસ્થ્ય અંગે દરકાર ના હોય અનેક લોકો બોગસ તબીબ પાસે પહોંચી સારવાર કરવતા હોય છે, ત્યારે ભૂતકાળમાં અનેક લોકોને મુશ્કેલી ઉભી થતા વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાની પણ ઘટનાઓ બની ચુકી છે
પંગારબારી ગામમાં એક સામે કાર્યવાહી
ધરમપુરથી 35 કિલોમીટર દૂર આવેલા પંગારબારી ગામેથી એક બોગસ તબીબ સામે આરોગ્ય વિભાગ અને પોલીસની ટીમ દ્વારા આકસ્મિક કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યાંથી મુળી મઘ્યપ્રદેશના શિવનીના રહેવાશી ઉજ્જવલ વીરેન્દ્ર મહોતાના નામના બોગસ તબબીબના ક્લિનિક ઉપર તપાસ કરતા તેની પાસેથી 20,281 રૂપિયાની કિંમતની વિવિધ દવાઓ સીરપ અને ઈન્જેક્શન પણ મળી આવ્યા હતા, જયારે બોગસ તબીબ ફરાર થઈ જતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
હનુમંત માળ ખાતે ધુલીયાના બોગસ તબીબ સામે કાર્યવાહી
ધરમપુરના પૂર્વ વિસ્તારના આવેલા હનુમંતમાળ ગામના પારસી ફળીયામાં છેલ્લા કેટલાંક સમયથી પોતાની હાટડી ચલાવતો હતો, આરોગ્ય વિભાગ અને પોલીસે પારસી ફળીયામાં તેની હાટડી ઉપર રેડ કરતા પોતે સ્થળ ઉપર ના હોવાના કારણએ આરોગ્ય વિભાગની ટીમે સ્થળ ઉપરથી અંદાજિત રૂપિયા 13085 રૂપિયાની વિવિધ દવાઓ અને ઈન્જેક્શન અને અન્ય ચીજો કબ્જે લીધી હતી, અન આ બોગસ તબીબને પણ વોન્ટેડ જાહેર કરાયો હતો.
બોપી ગામે થી પણ બોગસ તબીબ સામે કાર્યવાહી
ધરમપુરથી 36 કિલોમીટર દૂર આવેલા બોપી ગામે બીજન ઉર્ફે મિલાન અરુણ બિસ્વાસ કે, જેઓ પટેલ ફળીયામાં પોતાની આરોગ્યની બોગસ હાટડી ચલાવતો હતો, અનેક લોકોને પોતે ડોક્ટર બનીને દવા તેમજ ઈન્જેક્શન પણ આપતો હતો તેમજ ગ્લુકોઝની બોટલો પણ ચઢાવતો હતો, તેના ક્લિનિક ઉપર થી 15096 રૂપિયાની કિંમતની દવાઓ મળી આવી હતી. આરોગ્ય વિભાગની ટીમે સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા તે સ્થળ ઉપર મળી આવતા તેની પાસે મેડિકલ રજીસ્ટ્રેશન અંગેના જરૂરી કાગળો માંગતા તેણે સંતોષકારક જવાબ ન આપતા ત્રણેય બોગસ તબીબો સામે પોલીસ મથકે ધરમપુર આરોગ્ય વિભાગના કર્મચારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
કઈ કલમ હેઠળ ગુન્હો નોંધાયો
ધરમપુરના ઊંડાણના ગામમાં પોલીસે એક બોગસ ડોકટરની ધરપકડ કરી છે, જયારે બેને વોન્ટેડ જાહેર કર્યા છે, જેમાં પોલીસે BNS કલમ 125 મુજબ ધી ગુજરાત મેડિકલ પ્રેકટીશ એક્ટ 1968ની કલમ 30 અને 35 મુજબ કાર્યવાહી કરી ફરિયાદ નોંધી એકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે., જયારે બે બોગસ તબબીને વોન્ટેડ જાહેર કર્યા છે.