હૈદરાબાદ: વીજ દુર્ઘટનાઓના લીધે હંમેશા ક્યાંકને ક્યાંક લોકોના મોત થતા હોય છે. જેનું મુખ્ય કારણ છે ઘરમાં વપરાતા ઇલેક્ટ્રોનિક સાધનો વિશે જાણકારીનો અભાવ અથવા શિક્ષણનો અભાવ. શિયાળાની ઋતુમાં ઠંડા પાણીથી નહાવવાનો દરેકને ડર લાગે છે. આતો સામાન્ય વાત છે, કેટલાક લોકો ઠંડા પાણીથી નહાવવાના ડરે ગીઝર પણ લગાવે છે. પરંતુ ગીઝર ખૂબ જ મોંઘુ હોય છે. જે કેટલાક લોકોને ન પણ પોષાય. એવામાં લોકો વધારે વોટર હીટરનો જ ઉપયોગ કરે છે.
પરંતુ જે લોકો વોટર હીટરનો ઉપયોગ કરે છે તેમને ઘણી સાવધાની રાખવાની જરુરત રહે છે. વોટર હીટરનો ઉપયોગ કરતી વખતે તમારે એલર્ટ અને હોશિયારીથી કામ કરવું જરુરી છે. આ એક જોખમી કામ માનવામાં આવે છે. કેમ કે નાની એવી ભૂલ પણ મોટું એવું નુકસાન પહોંચાડી શકે છે. આ સમાચારના માધ્યમથી જાણો કે વોટર હીટરનો ઉપયોગ કરતી વખતે કઇ કઇ વાતોનું ધ્યાન રાખવું જોઇએ.
હીટરનો ઉપયોગ કરતી વખતે રાખવામાં આવતી સાવધાની
- વોટર હીટરને હંમેશા પ્લાસ્ટિકની ડોલમાં જ વાપરો, તેને ક્યારેય પાણીમાં નાખતા પહેલા ગરમ ન કરો.
- વોટર હીટરને પાણીમાં નાખ્યા પછી જ સ્વિચ ઓન કરો, લગાવી દીધા પછી ડોલને અડવાથી બચો.
- વોટર હીટર લગાવતા સમયે પગમાં ચપ્પલ અવશ્ય પહેરો. આને બંદ કર્યાના ઓછામાં ઓછા 10થી 15 સેકન્ડ માટે પાણી કે હીટરને અડવાથી બચો.
- વોટર હીટરને 2 વર્ષથી વધારે સમય સુધી ન વાપરો, તેનો વપરાશ કરતા પહેલા કોઇ ઇલેક્ટ્રીશ્યન પાસે ચેક કરાવી લો.
- સસ્તુ વોટર હીટર ન ખરીદો, તેને ખરીદતા પહેલા વોટર હીટરની વીજ ક્ષમતાનું પણ ધ્યાન રાખો.
- હીટરમાં પાણી ગરમ કર્યા પછી તેને પ્લગથી કાઢો. એમ જ રાખીને ભૂલી જવાથી ખતરો રહે છે. તેનાથી હીટર વધારે ગરમ થઇ શકે છે અને આગ લાગી શકે છે.
- સ્વિચ ઓન કર્યા પછી પાણીને અડો નહી. આંચકાની શક્યતા છે. બટન બંધ કર્યાના 10 સેકન્ડ પછી વોટર હીટરને બહાર કાઢો અને તપાસો.
- હીટરને બાળકોની પહોંચથી દૂર રાખો. કરંટ લાગી શકે છે. બાથરુમમાં ન લગાડો.
- હીટર લગાવ્યા પછી જ્યાં સુધી ગરમ રહે ત્યાં સુધી તેને પ્લાસ્ટિકની ડોલથી દૂર રાખો. ગરમીના લીધે પ્લાસ્ટિક પીગળી શકે છે. કલાકો સુદી હીટર ચાલુ ન કરો.
- સુનિશ્ચિત કરો કે, હીટરની રોડ પાણીમાં ડૂબેલી રહે છે. સ્વિચ ઓફ કર્યા બાદ જ પ્લગ હટાવી દો અને ગરમી તપાસવા માટે પાણીને અડો
- ISI માર્ક વાળું હીટર ખરીદવું જોઇએ, 1500-200 વોટ અને 230-250ની વચ્ચેના વોલ્ટેજ વાળું વોટર હીટર ખરીદવું જોઇએ
(ડિસ્કલેઇમર: અહીં આપેલી માહિતી અને સૂચનો ફક્ત તમારી માહિતી માટે છે, તે વધુ સારુ રહેશે કે તેનો અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)
આ પણ વાંચો:
- આ જોઈને તમારા મોંમાં પાણી આવી જશે ! હવે આ સરળ રીતે ઘરે બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઈલ બટાકાની લોલીપોપ
- શિયાળામાં ગરમ દૂધની સાથે ખાસ કરો ખજૂરનું સેવન, ફાયદા જાણીને દંગ રહી જશો