ETV Bharat / lifestyle

જો તમે વાળ ખરવાથી પરેશાન છો તો અપનાવો આ 6 રીત, થોડા દિવસોમાં જ ફાયદો થશે - EFFECTIVE TIPS TO PREVENT HAIR LOSS

વાળ સતત તૂટવાને કારણે માથાની ચામડી ઘણી જગ્યાએ ખુલ્લી દેખાવા લાગે છે. વાળ ખૂબ જ પાતળા દેખાવા લાગે છે. જાણો શું કરવું...

જો તમે વાળ ખરવાથી પરેશાન છો તો અપનાવો આ 6 રીતો, થોડા દિવસોમાં જ ફાયદો થશે.
જો તમે વાળ ખરવાથી પરેશાન છો તો અપનાવો આ 6 રીતો, થોડા દિવસોમાં જ ફાયદો થશે. (FREEPIK)
author img

By ETV Bharat Gujarati Team

Published : 5 hours ago

હૈદરાબાદ: વાળ ખરવા એ પુરુષો અને મહિલાઓ બંને માટે મોટી સમસ્યા છે. સામાન્ય રીતે તણાવ, પ્રદૂષણ, અસ્વસ્થ લાઇફ સ્ટાઇલ, ખરાબ સ્વાસ્થ્ય અને ભોજનમાં ખલેલ વાળ ખરવાનું કારણ માનવામાં આવે છે. આ સાથે જ વાળનું ખરવું હોર્મોનલ ફેરફારોને કારણે પણ થાય છે. પોષક તત્વોની ઉણપ અને ખોપડી પર ખોડો થવો એ વાળ ખરવાનું કારણ છે. મોટા ભાગના લોકો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે અનેક રીતો અજમાવીને થાકી જાય છે. જો કે, આજે આ સમાચારમાં, કુદરતી પદ્ધતિઓ અજમાવીને વાળ ખરતા અટકાવવા અને વાળના વિકાસ માટે શું કરવું તે વિશે જાણો...

મેથી

મેથી વાળના સ્વસ્થ બનાવી રાખવા માટે બહુ જ મદદરુપ છે. મેથીમાં પ્રોટીન અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર માત્રામાં હોય છે. તે વાળના વિકાસને વધારે છે અને વાળ ખરતા ઘટાડે છે. આ માટે મેથીના દાણાને પલાળીને સારી રીતે પીસીને માથા પર લગાવો. 20 મિનિટ પછી ધોઈ લો.

લીંબુનો રસ

લીંબુ સાઇટ્રિક એસિડનો ખૂબ જ સારો સ્ત્રોત છે. આનાથી માથાની ચામડીના PHને સંતુલિત રાખવામાં મદદ મળશે. વાળનો ગ્રોથ વધારવા અને ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટે તે થોડા પાણીમાં લીંબુનો રસ ભેળવી લો. તેને માથા પર લગાવો. 20 મિનિટ પછી ધોઈ લો.

બ્રાહ્મી

બ્રાહ્મીમાં આલ્કલોઇડ્સ અને ટ્રાઇટરપેનોઇડ સેપોનિન હોય છે. તે માથાની ચામડીને પોષણ આપવા અને વાળના છિદ્રોને મજબૂત બનાવવામાં મદદ કરે છે. બ્રાહ્મી વાળ ખરતા અટકાવવામાં અને માથા પર જમા થયેલી ગંદકી અને ડેન્ડ્રફને દૂર કરીને વાળના વિકાસને વધારવા માટે ફાયદાકારક છે.

આંમળા

આમળા વિટામિન્સ, મિનરલ્સ, એમિનો એસિડ્સ, ફાયટોન્યુટ્રિઅન્ટ્સ અને એન્ટીઑકિસડન્ટોનો સારો એવો સ્ત્રોત છે. જે વાળના સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે. તે વાળના છિદ્રોને પણ મજબૂત બનાવે છે અને માથામાં લોહીનો પ્રવાહ વધારે છે. આ સાથે, તે વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે. આ માટે આંમળાની સાથે નાળિયેરના તેલને માથા અને વાળમાં લગાવો, જેને 30 મિનિટ પછી હળવા શેમ્પૂથી ધોઈ લો.

ઈંડા

ઈંડામાં પ્રોટીન અને એમિનો એસિડ ભરપૂર માત્રામાં હોય છે. તે વાળને મજબૂત બનાવે છે અને વાળ ખરતા અટકાવવામાં મદદ કરે છે. ઈંડા વાળને મુલાયમ રાખવામાં પણ મદદ કરે છે. આ માટે, એક ઈંડાને સારી રીતે મિલાવી લો અને તેને માથા અને વાળ પર લગાવો. 20 થી 30 મિનિટ પછી હળવા શેમ્પૂથી ધોઈ લો.

લાલ મરી

લાલ મરી ઘણા ઘટકો ધરાવે છે. જે વાળના સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે. જેમાં ફ્લેવોનોઈડ્સ અને ફાયટોસ્ટેરોલ્સ નામના સંયોજનોનો સમાવેશ થાય છે. તે વાળ ખરતા અટકાવે છે અને વાળના વિકાસને વેગ આપે છે. તેમાં એન્ટિ-માઇક્રોબાયલ, એન્ટિ-ફંગલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો પણ છે. તે ડેન્ડ્રફને દૂર કરવામાં અસરકારક છે.

(ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી સ્વાસ્થ્ય સંબંધી જાણકારી અને સૂચનો ફક્ત તમારી જાણકારી માટે છે. આ જાણકારી વૈજ્ઞાનિક સંશોધન, અભ્યાસ અને તબીબી નિષ્ણાંતો દ્વારા આપવામાં આવેલી સલાહ પર આધારિત છે. પરંતુ આનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લો.)

આ પણ વાંચો:

  1. અનેક પ્રયાસો બાદ પણ ટાઇલ્સ વચ્ચે ફસાયેલી ગંદકી સાફ નથી થતી? તો આ 3 ટિપ્સ અજમાવો
  2. શું તમને પણ રાત્રે સૂતી વખતે વધારે તરસ લાગે છે? શું છે તેની પાછળનું કારણ, જાણો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.