નવી દિલ્હી: આજે રાજકોટના નિરંજનશાહ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ આજે રમાઈ હતી. આ મેચમાં સ્મૃતિ મંધાનાની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાએ ગેબી લુઈસની કેપ્ટન્સીવાળી આયરલેન્ડને 6 વિકેટથી હરાવ્યું હતું.
ભારતે આયર્લેન્ડને 6 વિકેટથી હરાવ્યું: આ મેચમાં આયરલેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 238 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે 239 રનનો ટાર્ગેટ 34.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 241 રન બનાવીને જીતી લીધો હતો. ભારત માટે પ્રતિકા રાવલ અને તેજલ હસબનીસે શાનદાર અડધી સદી ફટકારી હતી.
𝗔 𝗖𝗼𝗺𝗽𝗿𝗲𝗵𝗲𝗻𝘀𝗶𝘃𝗲 𝗪𝗶𝗻! 🙌 🙌
— BCCI Women (@BCCIWomen) January 10, 2025
A solid show from #TeamIndia to seal a 6⃣-wicket victory over Ireland in the series opener! 👏 👏
Scorecard ▶️ https://t.co/bcSIVpjnlo#INDvIRE | @IDFCFIRSTBank pic.twitter.com/ttWtOphIzO
પ્રતિકા રાવલ અને તેજલ હસબનીસે શાનદાર ઇનિંગ્સ રમી: પ્રતિકા રાવલ ભારત માટે ઓપન કરવા આવી હતી. તેણે 96 બોલમાં 10 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 89 રનની અણનમ ઇનિંગ રમી હતી. જ્યારે તેજલ હસબનીસે પણ તોફાની બેટિંગનું ઉદાહરણ રજૂ કર્યું હતું. તેણે 45 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 60 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ બંને સિવાય સ્મૃતિ મંધાનાએ 29 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 41 રનની ઇનિંગ રમી હતી. આ સાથે તેણે આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટમાં પોતાના 4000 રન પણ પૂરા કરી લીધા છે. આયર્લેન્ડ તરફથી એમી મેગુઇરે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.
Maiden ODI fifty for Tejal Hasabnis 👍 👍#TeamIndia inching closer to the target! 👌 👌
— BCCI Women (@BCCIWomen) January 10, 2025
UPDATES ▶️ https://t.co/bcSIVpiPvQ#INDvIRE | @IDFCFIRSTBank pic.twitter.com/Vq403fsTWM
𝗠𝗶𝗹𝗲𝘀𝘁𝗼𝗻𝗲 𝗨𝗻𝗹𝗼𝗰𝗸𝗲𝗱 🔓
— BCCI Women (@BCCIWomen) January 10, 2025
4⃣0⃣0⃣0⃣ ODI runs and going strong! 👍 👍
Congratulations, Smriti Mandhana 👏 👏
UPDATES ▶️ https://t.co/bcSIVpiPvQ#TeamIndia | #INDvIRE | @IDFCFIRSTBank pic.twitter.com/kI32uFeRX0
આ પહેલા આયર્લેન્ડ માટે કેપ્ટન ગેબી લુઈસે 129 બોલમાં 15 ચોગ્ગાની મદદથી 92 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. જો કે તે પોતાની સદી પૂરી કરવાનું ચૂકી ગઈ હતી. તેના સિવાય લેહ પોલે આયર્લેન્ડ તરફથી 71 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 59 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી પ્રિયા મિશ્રાએ 2 જ્યારે તિતાસ સાધુ, સાયમા ઠાકોર, સયાલી સતધરે અને દીપ્તિ શર્માએ 1-1 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: