મુંબઈ: કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર નજીવા ઉછાળા સાથે ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 128 પોઈન્ટના ઉછાળા સાથે 76,299.39 પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.12 % ના વધારા સાથે 23,072.05 પર ખુલ્યો છે.
બુધવાર બજાર: ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર રેડ ઝોનમાં બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 122 પોઈન્ટના ઘટાડા સાથે 76,171.08 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.12 % ના ઘટાડા સાથે 23,045.25 પર બંધ થયો હતો.
ટ્રેડિંગ દરમિયાન SBI લાઇફ ઇન્સ્યોરન્સ, બજાજ ફિનસર્વ, HDFC લાઇફ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા કન્ઝ્યુમરના શેર નિફ્ટી પર ટોપ ગેઇનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે M&M, ભારત ઈલેક્ટ્રોનિક્સ, આઈશર મોટર્સ, ITC, હીરો મોટોકોર્પના શેર ટોપ લૂઝરની યાદીમાં સામેલ હતા.
BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.5 % ઘટ્યા હતા, PSU બેન્ક અને મેટલ સિવાય, અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો રેડ ઝોનમાં બંધ થયા હતા. યુએસ ટેરિફ અને અર્નિંગ આઉટલૂકની ચિંતા વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ITC અને M&Mના દબાણ હેઠળ બુધવારે ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી સતત છઠ્ઠા સત્રમાં ઘટવાનું ચાલુ રાખ્યું હતું.
આ પણ વાંચો: