ETV Bharat / state

મહેશ લાંગાને ગુજરાત હાઇકોર્ટે મોટી રાહત: જામીન મંજૂર કર્યા - MAHESH LANGA CASE

ગુજરાત હાઈકોર્ટમાંથી જીએસટી કૌભાંડ મામલામાં પત્રકાર મહેશ લાંગાને જામીન મળ્યા છે.

ગુજરાત હાઇકોર્ટ
ગુજરાત હાઇકોર્ટ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 3 hours ago

અમદાવાદઃ કરોડો રૂપિયાના જીએસટી કૌભાંડ કેસ મામલે પત્રકાર મહેશ લાંગાને ગુજરાત હાઇકોર્ટે મોટી રાહત આપતા જામીન મંજૂર કર્યા છે. આ મામલે હાઇકોર્ટ નોંધ્યું હતું કે, સત્તાધીશોને અન્ય કોઈ કેસમાં જરૂરિયાત ના હોય તેવા સંજોગોમાં જ અરજદારને મુક્ત કરવો જોઈએ.

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કૌભાંડ મામલે છેતરપિંડીના આરોપો સાથે સંકળાયેલા કેસમાં પત્રકાર મહેશ લાંગાને ગુજરાત હાઇકોર્ટેમાં રાહત મળી છે અને કોર્ટે તેના જામીન મંજૂર કર્યા છે. જસ્ટિસ એમ આર મેગડેએ દસ હજારના જામીન બોન્ડ અને એટલી જ રકમની એક જામીનગીરી ભરવાને અધિન મહેશ લાંગાને જામીન આપ્યા છે. મહેશ લાંગા સહિત ચાર લોકોની ધરપકડ 8 ઓક્ટોબર 2024 ના દિવસે કરવામાં આવી હતી. ત્યારે આ કેસમાં કોર્ટે નોંધ્યું હતું કે સત્તાધીશોને અન્ય કોઈ કેસમાં જરૂરિયાત ના હોય તેવા સંજોગોમાં જ અરજદારને મુક્ત કરવો જોઈએ.

ધ્રુવી એન્ટરપ્રાઇઝ કંપનીના ખોટા દસ્તાવેજ બનાવવામાં આવ્યા હોવાનો મામલો હતો. તેમ જ આ એન્ટરપ્રાઇઝમાં અને બીજી કંપનીઓમાં 8 કરોડના બિલ બનાવવાનું સામે આવ્યું હતું. બોગસ બિલિંગ અને બોગસ કંપનીના મામલે પૂર્વ ધારાસભ્યના પુત્ર અને ભત્રીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. પૂર્વ ધારાસભ્ય પુત્ર અને ભત્રીજાની પૂછપરછ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે ધ્રુવી એન્ટરપ્રાઇઝ સાથે અન્ય 200 કંપનીઓ સાથેના આર્થિક વ્યવહાર મળી આવ્યા હતા અને કંપનીઓ બોગસ છે કે કેમ તેને લઈને પણ તપાસ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે પત્રકાર મહેશ લાંગાની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 8 ઓક્ટોબર મંગળવારે સવારે અને ત્રણ સાથે ધરપકડ કરવામાં આવી હતી. જીએસટી ઇન્ટેલિજન્સ DGGI દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે 13 કંપનીઓ અને તેમના માલિકો પર કથિત ઈનપુટ ટેક્સ ક્રેડિટ ITC છેતરપિંડી માટે કેસ નોંધાયાના એક દિવસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે પોલીસે આરોપીઓની રિમાન્ડ અરજીમાં નોંધ્યું હતું કે, મહેશ લાંગા D.A એન્ટરપ્રાઇઝ નામની કંપનીનું પડદા પાછળ સંચાલન કરતો હતો. આ કંપનીએ ધ્રુવી એન્ટરપ્રાઇઝ સાથે 43 લાખ રૂપિયાની લેવડ દેવળ કરી છે. 7 ઓક્ટોબરના જીએસટી વિભાગે ફરિયાદ નોંધ હતી ત્યારે સમગ્ર કેસમાં કુલ 17 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ગાંધીનગરમાં પણ મહેશ લાંગા સામે ફરિયાદ નોંધાઈ હતી.

  1. અંબાલાલની આ વાતે ઉનાળા પહેલા જ માહોલ ગરમ કરી નાખ્યોઃ ઉત્તરાયણ પછી તાપમાન હાઈ
  2. છેલ્લા 15 દિવસમાં આ સાતમી ઘટના, ફરી ગામમાં લટાર મારતા જોવા મળ્યો સિંહ પરિવાર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.