ETV Bharat / state

ધાનેરામાં ધરણાં: જિલ્લા વિભાજનને લઈ 'સરકાર નહીં સાંભળે તો વિધાનસભા ઘેરીશું' - DHARNA AT DHANERA

જિલ્લાના વિભાજનના મામલે ધાનેરામાં વિરોધઃ ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ સાથે આવ્યા...

'સરકાર નહીં સાંભળે તો વિધાનસભા ઘેરીશું'
'સરકાર નહીં સાંભળે તો વિધાનસભા ઘેરીશું' (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 10, 2025, 8:54 PM IST

બનાસકાંઠાઃ ધાનેરામાં જિલ્લાના વિભાજનને લઈને થઈ રહેલા વિરોધમાં આજે ધરણા યોજવામાં આવ્યા હતા. જેમાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષના ત્રણે નેતાઓ એક જ સાથે જોવા મળ્યા હતા. જિલ્લાનું જ્યારથી વિભાજન કરવામાં આવ્યું છે ત્યારથી જ ધાનેરા, દિયોદર અને કાંકરેજમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે આજે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગ સાથે ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિ દ્વારા ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ભાજપ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત ધાનેરાના અપક્ષ ધારસભ્ય માવજી દેસાઈ જોડાયા હતા.

જિલ્લાના વિભાજન બાદ થરાદ વાવ અલગ જિલ્લો બનાવવામાં આવ્યો છે ત્યારથી ધાનેરા, કાંકરેજ અને દિયોદર તાલુકામાં વિરોધનો વંટોળ શરૂ થયો છે. છેલ્લા નવ દિવસથી ધાનેરા અને કાંકરેજ તાલુકાના લોકો બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા અને કાંકરેજને રાખવાની માંગ સાથે તો દિયોદરવાસીઓ મુખ્ય મથક બનાવી ઓગડ જિલ્લો બનાવવાની માગ કરી રહ્યા છે. જોકે ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા આજે માટે ધરણા કાર્યકમ યોજાયો હતો. જેમાં ધાનેરાના ધારસભ્ય માવજી દેસાઈ, ભાજપના પૂર્વ ધારસભ્ય મફતલાલ પુરોહિત, કોંગ્રેસના પૂર્વ ધારસભ્ય નથાભાઈ પટેલ સહિત ભાજપ કોંગ્રેસના આગેવાનો કાર્યક્રતાઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ધરણા પર બેસી પોતાનો વિરોધ જતાવ્યો હતો.

ધાનેરાના લોકો બનાસકાંઠા જિલ્લા સાથે સંકળાયેલા છે. પાલનપુર ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાના ગામડાઓમાં તેઓ વ્યવસાય ધરાવે છે. તેમજ સામાજિક રીતે પણ બનાસકાંઠા સાથે સંકળાયેલા છે. જોકે થરાદ તેમનાથી બહુ જ દૂર પડે છે અને અગવડતા ઊભી થશે તેવું ધાનેરાવાસીઓ જણાવી રહ્યા છે. ત્યારે આજે ધાનેરામાં આજે હિત રક્ષક સમિતિ ધાનેરા દ્વારા ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટેની માગ સાથે ધરણા કાર્યક્રમ યોજી સરકાર સમક્ષ ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા માટેની માગ ઉગ્ર કરી છે અને જો આગામી દિવસોમાં ધાનેરા વાસીઓની માંગ સંતોષવામાં નહીં આવે તો ટ્રેકટરો લઈને ગાંધીનગર સુધી પહોંચી વિધાનસભાનો ઘેરાવ કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

નોંધનીય છે કે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ સરકાર સમક્ષ નવી સમસ્યાઓ ઊભી થઈ છે. એટલે કે જે તાલુકાઓને નવા જિલ્લા થરાદ વાવમાં સમાવેશ કરવામાં આવ્યા છે. તે દિયોદર, ધાનેરા અને કાંકરેજ તાલુકાના લોકો વિરોધ કરી રહ્યા છે ત્યારે આ અંગે હવે સરકાર પણ પોતાનો ફેર વિચાર કરે તે દિશામાં ભાજપના ધારાસભ્યો પણ મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી ચૂક્યા છે ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આ દિશામાં સરકાર કોઈ નિર્ણય લે છે કે પછી પોતાના નિર્ણય પર મક્કમ રહે છે.

આ અંગે પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલે કહ્યું કે, અમે ભાજપના નેતાઓ, કોંગ્રેસના નેતાઓ, અન્ય નેતાઓ એને જનતા ભેગા થઈ રજૂઆત કરવા આવ્યા છીએ. અહીંની પ્રજા થરાદ જવા માગતી નથી. તેની વિનંતિ અમે કરી છે. અમે વેપારિક રીતે, શૈક્ષણીક અને આરોગ્ય વગેરે રીતે જોઈએ તો અમને પાલનપુર અનુકુળ છે થરાદ અનુકુળ નથી. થરાદમાં કોઈપણ કામ એક ધક્કે પતતું નથી. અમે વગેરે રજૂઆતો કરી છે અને અમને સરકારે આશ્વાસન આપ્યું હતું. હવે આજે અમે ધરણાં કાર્યક્રમ રાખ્યો છે.

આ અંગે સ્થાનીક અમૃત રાવલે કહ્યું કે, આજે ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા ધરણા કાર્યક્રમ આપ્યો હતો. અગાઉ બંધનું એલાન હતું તેમાં સહુ જોડાયા હતા. નાયબ કલેક્ટરને પણ આવેદન આપવામાં આવ્યું હતું. અમારા આગેવાનોએ ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માગ કરી છે. પ્રજાનો મત છે કે જો આગામી સમયમાં નિવેડો નહીં આવે તો આનાથી જ્વલંત કાર્યક્રમ આપવામાં આવશે.

  1. જામનગરમાં અવનવી વેરાયટીઝથી ઉત્તરાયણ જામીઃ પતંગના ભાવમાં 15 ટકા વધારો
  2. સુરત: પાંજરે પુરાયેલા દીપડોએ સળિયો તોડી નાખ્યો, ટોળું વળેલા લોકોમાં નાસભાગ મચી ગઈ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.