નવી દિલ્હી:આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB PM-JAY) માં તાજેતરમાં 70 વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને શામેલ કરવામાં આવ્યા છે. ભલે તેમની આવક ગમે તે હોય. આ ઐતિહાસિક પહેલનો ઉદ્દેશ્ય અંદાજે 4.5 કરોડ પરિવારોને વ્યાપક આરોગ્ય કવરેજ આપવાનો છે. લગભગ 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને પરિવાર દીઠ 5 લાખ રૂપિયાના સ્વાસ્થ્ય વીમા કવચનો લાભ મળશે.
લાભાર્થીઓ આયુષ્માન ભારત વરિષ્ઠ નાગરિક યોજના માટે વેબસાઈટ પોર્ટલ અને આયુષ્માન એપ (Google Play Store પર Android માટે ઉપલબ્ધ) ના માધ્યમથી અરજી કરી શકે છે.
નોંધણી માટે જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- મોબાઇલ નંબર
- ઈમેલ આઈડી
70 વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્માન કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી?
ઓનલાઇન અરજી
વરિષ્ઠ નાગરિકો આયુષ્માન કાર્ડ માટે સત્તાવાર નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA)ની વેબસાઈટ અથવા આયુષ્માન એપ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
NHA પોર્ટલ પર અરજી કરવાનાં પગલાં
- NHA લાભાર્થી પોર્ટલ પર જાઓ.
- તમારો ફોન નંબર દાખલ કરો, કેપ્ચા ઉકેલો અને OTP વડે વેરિફાઇ કરો.
- 70+ વયના વરિષ્ઠ નાગરિકો માટેના બેનર પર ક્લિક કરો.
- તમારું રાજ્ય, જિલ્લો અને આધાર નંબર આપો.
- KYC વેરીફિકેશન માટે આધાર OTP નો ઉપયોગ કરો અને હાલનો ફોટો અપલોડ કરો.
- અપ્રુવલ પછી, 15 મિનિટની અંદર આયુષ્માન વય વંદના કાર્ડ ડાઉનલોડ કરો.
મોબાઇલ એપ્લિકેશન દ્વારા અરજી
- તમારા મોબાઇલ ડિવાઇસ પર આયુષ્માન એપ ઇન્સ્ટોલ કરો.
- કેપ્ચા અને મોબાઈલ નંબર દાખલ કરો, પછી OTP વડે વેરીફાઈ કરો.
- આધાર માહિતી આપો.
- હાલનો ફોટો અપલોડ કરો.
- લાભાર્થી અને પરિવારના સભ્યોની વિગતો દાખલ કરો, પછી eKYC પ્રક્રિયા પૂર્ણ કરો.
- રજિસ્ટ્રેશન પછી તરત જ કાર્ડ ડાઉનલોડ કરી શકાય છે.
આ પણ વાંચો:
- શરીરમાં કયા વિટામિનની ઉણપથી થઈ શકે ડાયાબિટિસ? જાણો શું કહે છે એક્સપર્ટ
- ડોક્ટરે પણ માન્યું દિલ્હીની એર ક્વોલિટી ખૂબ ખરાબ, AIIMSની OPDમાં શ્વાસની બીમારીના દર્દી 20% વધ્યા