ભાવનગર: જિલ્લો કપાસ, મગફળી અને ડુંગળીના વાવેતર માટે જાણીતો છે. ત્યારે ખેતરમાં 3 મહિનાની કાળી મજૂરી કરતા ખેડૂતોને તેમના પાકનું યોગ્ય વળતર ન મળતા તેમની આર્થિક સ્થિતિ કફોડી બની છે. ત્યારે ભાવનગર જિલ્લાના એક ખેડૂત પુત્રે પાણી કે માટીનો ઉપયોગ કર્યા વગર કેસરની ખેતી કરીને લાખોની કમાણી કરી છે. ત્યારે ઓછી મહેનતે આવી સફળતા મેળવનારા ખેડૂત પુત્ર જયપાલ રોહિતભાઈ પંડ્યા બીજા ખેડૂતો માટે પ્રેરણારુપ બન્યા છે.
આર્ટ્સમાં ગ્રેજ્યુએટ છે યુવા ખેડૂત: ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે રહેતા 21 વર્ષીય યુવાન ખેડૂત જયપાલ રોહિતભાઈ પંડ્યાએ કેસરની ખેતીની શરુઆત કરીને લાખોની કમાણી કરી છે. આ યુવાને સોશિયલ મીડિયા મારફતે કેસરની ખેતી પોતાના ગામમાં કેવી રીતે કરી શકાય તે અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. જે બાદ યુવાન કાશ્મીર ગયા હતા. જ્યાં કેસરની ખેતી વિશે વધું માહિતી મેળવી હતી.
જયપાલ પંડ્યાએ જણાવ્યું કે, સોશિયલ મીડિયા મારફતે તેમને બોટાદમાં ખેતી કરતા સુભાષભાઈની મુલાકાત લીધી તેમની પાસેથી માહિતી મેળવીને કાશ્મીરમાં કેસરનું બિયારણ લેવા ગયો હતો. જો કે, કાશ્મીરમાં માત્ર પેમ્પાર વિસ્તારમાં જ કેસર ઉગે છે. આથી ત્યાંના તાપમાનનો 10 વર્ષનો તાગ યુવા ખેડૂત જયપાલ પંડ્યાએ મેળવ્યો હતો.ત્યારબાદ બોટાદમાં સુભાષભાઈ પાસેથી બધુ શીખીને આ યુવા ખે઼ડૂત જયપાલ પંડ્યાએ પોતાના વતન ટીમાણામાં સૌપ્રથમ કેસરની ખેતી શરુ કરી હતી.
કેવા પ્રકારનું બિયારણ અને કિલોનો ભાવ?: કેસરની ખેતી કરતા જયપાલ પંડ્યાએ જણાવ્યું કે, તેઓ આ કેસરનું બિયારણ કાશ્મીરના પેમ્પારથી લાવ્યા હતા. આ બિયારણ 1500 રુપિયા કિલોના ભાવે લીધું હતું. આ બિયારણનો ભાવ કિલો પર હોય છે, જે દેખાવમાં ડુંગળી જેવું હોય છે. 3 મહિનામાં 4.82 લાખના કેસરની આવક થઈ છે.
કિલોનો ભાવ લાખોમાં, મહેનતની જરુર નથી: કેસરની ખેતી કરતા જયપાલ પંડ્યાએ જણાવ્યું કે, હાલમાં 4.500 ગ્રામ કેસર થયું છે. તેમાં પણ કિલોના ભાવ રુ. 12.00.000 છે. મારા પપ્પા પણ ખેતી કરે છે. હું પણ ખેડૂતનો દિકરો છું. અમે જોયું છે કે કપાસ, ઘઉં જેવા પાકોમાં તનતોડ મહેનત કરો તો પણ તેના યોગ્ય ભાવ નથી મળતા. કામ કરવા માટે માણસ રાખવા પડે છે. અમે ઓર્ગેનિક ખેતી કરીએ છીએ. પણ મને કેસરની ખેતીનો વિચાર આવ્યો, જેની મેં પસંદગી કરી, આ ખેતીમાં તમે 15 લાખનો ખર્ચ કરો તોપણ તમને 3 મહિનામાં 30 ટકા વળતર પાછું મળે છે.
કેસર માટે કોલ્ડ સ્ટોરેજ બનાવ્યો: કેસરની ખેતી અંગે જયપાલ પંડ્યાએ જણાવ્યું કે, કેસરના પાક માટે અમે કોલ્ડ સ્ટોરેજ રુમ પણ બનાવ્યો છે. જેમાં મીની ફાયર મશીન, ટેમ્પરેચર મશીન, CO2 મશીન તેમજ સૂર્યપ્રકાશથી બચાવવા માટે લાઈટ પણ લગાડી છે. કેસરને પાણી કે માટીની જરુરિયાત નથી હોતી.
એકવાર બિયારણનો ખર્ચ: કેસરની ખેતી કરતા જયપાલ પંડ્યાએ આગળ વાત કરતા જણાવ્યું કે, હાલ મારા ઘરમાં જે કેસરનું બિયારણ રહેલું છે. તેમાં માત્ર એક વાર જ ખર્ચ કરવાનો રહે છે. આ બિયારણમાંથી ડબલ થયા કરે છે. બિયારણ વગેરેનો ખર્ચ એકવાર જ કરવાનો રહે છે. જે બાકીનો ખર્ચ રહે છે, તે માત્ર લાઈટ બિલનો હોય છે. 2 મહિનાનું 10 થી 15 હજાર જેટલું લાઈટ બિલ ભરવાનું હોય છે. તે સિવાય બીજો કોઈ ખર્ચ નથી રહેતો.
લોકોને આ ખેતી વિશે શીખવ્યું: લોકોને આ ખેતી શીખવવા અંગે ખેડૂત પુત્ર જયપાલ પંડ્યા જણાવે છે કે, મેં કેસરની ખેતી ઘણા લોકોને શીખવી છે. તેના અંગે લોકોને માહિતગાર પણ કર્યા છે. ભાવનગર જિલ્લામાં આવતા વર્ષે મારી નીચે આ અંગેના ઘણા પ્રોજક્ટો શરુ થવાના છે. આપણા દેશના ખેડૂતો સમૃદ્ધ બને માટે આ ખેતી લોકોને શીખવાડું છું. આ કેસરની ખેતી મધ્ય પ્રદેશ ત્યારબાદ બોટાદમાં જોઈ હતી. જેમાં ઘણા ઈન્સ્ટ્રુમેન્ટ કઈ રીતે લગાવ્યા છે તે બધુ જોઈ શીખીને મારા વતનમાં જ આવી રીતે જ શરુઆત કરી છે.
પિતાએ કહ્યું કેસર સાથે બીજી ખેતી પણ શક્ય: યુવા ખેડૂત જયપાલ પંડ્યાના પિતા રોહિત પંડ્યાા જણાવ્યું કે, સામાન્ય ખેડૂત મહેનત ખૂબ કરે છે, એક પાકમાં 3 મહિના સુધી મહેનત કરે અને ભાવ ના મળે તો નિરાશ થઈ જાય છે. મારા દીકરાએ જે જોઈને કર્યું છે અને પછી કાશ્મીરથી બિયારણ લેવા ગયો, શીખ્યો અને તાપમાન જોયું અને અહીંયા કેસરની ખેતી કરી છે. તે સફળ થયો છે. તેની પાસે ઘણા શીખવા પણ આવે છે. એને કોલ્ડ સ્ટોરેજ બનાવ્યો છે. જો કે, તેમાં કેસરની સાથે મશરૂમ અને લસણનો પાક પણ થઈ શકે છે આ સાથે લીંબુ અને સફરજનનો સંગ્રહ પણ કરી શકાય છે.
આ પણ વાંચો: