ETV Bharat / state

ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીની આજે જયંતિ, જાણો શું હતી પ્રભુની આજ્ઞા - SIKSHAPATRI JAYANTI

ભગવાન સ્વામિનારાયણેે 1882માં વસંત પંચમીના પાવન દિવસે શિક્ષાપત્રીની રચના કરી હતી.આજના દિવસને શિક્ષાપત્રી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે.

ભગવાન સ્વામિનારાયણે વસંત પંચમીના પાવન દિવસે શિક્ષાપત્રીની રચના કરી
ભગવાન સ્વામિનારાયણે વસંત પંચમીના પાવન દિવસે શિક્ષાપત્રીની રચના કરી (ETV BHARAT GUJARAT)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 2, 2025, 7:29 AM IST

જુનાગઢ: ભગવાન સ્વામિનારાયણ દ્વારા 1882માં વસંત પંચમીના પાવન દિવસે શિક્ષાપત્રીની રચના કરી હતી. આજના દિવસને સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આજના આ પાવન પ્રસંગે શિક્ષાપત્રીના આધ્યાત્મિક અને સામાજિક મહત્વ વિશે અમારો શિક્ષાપત્રી પરનો આ વિશેષ અહેવાલ.

વર્ષ 1882માં શિક્ષાપત્રીની રચના: વર્ષ 1882માં વસંત પંચમીના પાવન દિવસે ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વ હસ્તે શિક્ષાપત્રી લખવામાં આવી હતી. ત્યારથી આજના દિવસને શિક્ષાપત્રી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. શિક્ષાપત્રીને માનવદેહને સાર્થક કરવા માટેનો એક આદર્શ ગ્રંથ માનવામાં આવે છે. શિક્ષાપત્રીમાં 112 જેટલા શ્લોકની રચના કરવામાં આવી છે. આ શ્લોકમાં આદર્શ માનવ જીવન અંગે સચોટ અને અનુકરણીય આજ્ઞાઓ પણ કરવામાં આવી છે.

ભગવાન સ્વામિનારાયણે વસંત પંચમીના પાવન દિવસે શિક્ષાપત્રીની રચના કરી (ETV BHARAT GUJARAT)

સર્વે શાસ્ત્રોનું દોહન એટલે શિક્ષાપત્રી: સર્વે શાસ્ત્રોના દોહનરૂપ સાર એટલે શિક્ષાપત્રી, ભગવાન સ્વામિનારાયણ દ્વારા શિક્ષાપત્રીના રૂપમાં સાગરને ગાગરમાં સમાવિષ્ટ કરાયો છે. 1882માં મહાસુદ પંચમી એટલે કે, વસંત પંચમીના અતિ પાવન દિવસે લખાયેલી શિક્ષાપત્રીમાં 212 શ્લોકનો સમાવેશ કરવામાં આવ્યો છે. શિક્ષાપત્રીનો પ્રત્યેક શ્લોક માનવ જીવન માટે શ્રેષ્ઠ પથ દર્શક માનવામાં આવે છે. તેમજ દરેક શ્લોક મોક્ષ માર્ગના પગથિયાં સમાન પણ ગણવામાં આવે છે. 212 શ્લોકના ધાર્મિક ગ્રંથ એવા શિક્ષાપત્રીમાં અનેક આજ્ઞાઓ પણ કરવામાં આવી છે.

ભગવાન સ્વામિનારાયણે વસંત પંચમીના પાવન દિવસે શિક્ષાપત્રીની રચના કરી
ભગવાન સ્વામિનારાયણે વસંત પંચમીના પાવન દિવસે શિક્ષાપત્રીની રચના કરી (ETV BHARAT GUJARAT)

શિક્ષાપત્રી એટલે વસુધૈવ કુટુંબકમનો સંદેશ: શિક્ષાપત્રીની આજ્ઞાઓને અનુસરવાથી લોક અને પરલોકમાં મહાસુખ પ્રાપ્ત થાય છે. શિક્ષાપત્રી ઉપદેશ કરનાર નહીં, પરંતુ પરમ શ્રેયકર આશીર્વાદથી ભરેલું શાસ્ત્ર માનવામાં આવે છે. આ ગ્રંથના આધારે ભગવાન સ્વામિનારાયણનો મુખ્ય ધ્યેય મનુષ્યને સદાચાર્ય બનાવવાનો છે. આ ગ્રંથના દરેક શ્લોક અને પ્રત્યેક આજ્ઞાઓ વસુદેવ કુટુંબનો સંદેશો પણ આપે છે.

સમગ્ર માનવ જાત માટે સર્વોત્તમ ભેટ: સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ આજના આધુનિક યુગમાં ચલાવવી પડે તેવો મુશ્કેલ સમય છે. પરંતુ ભગવાન સ્વામિનારાયણ 143 વર્ષ પહેલાં મળમૂત્ર વિસર્જન સંદર્ભે પણ શિક્ષાપત્રીમાં આજ્ઞાઓ કરી હતી. તેમણે જીર્ણ દેવાલય, નદી, તળાવ, માર્ગ, પાકોથી ભરેલું ખેતર, વૃક્ષની છાયા, ફુલવાળી બગીચા જેવા સ્થળોએ ક્યારેય મળ-મૂત્રનો ત્યાગ ન કરવા તેમજ આવા સ્થાનો પર થુકવું પણ નહીં. તેવી આજ્ઞાઓ શિક્ષાપત્રીમાં કરી છે. આવી નાની નાની બાબતોને ધ્યાનમાં રાખીને ભગવાન સ્વામિનારાયણ દ્વારા શિક્ષાપત્રીની રચના કરવામાં આવી છે. તેથી શિક્ષાપત્રીને સમગ્ર માનવજાત માટે શ્રેષ્ઠ ભેટ માનવામાં આવે છે.

શિક્ષાપત્રી આદર્શ અને ઉત્તમ ગ્રંથ: ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વયંમ રચિત શિક્ષાપત્રી સર્વ-ધર્મ સમભાવ અને વસુદેવ કુટુંબકમનો સંદેશો પણ આપે છે. શિક્ષાપત્રીમાં આચાર્યો રાજાઓ ગૃહસ્થ તથા ત્યાગીઓના વિશેષ ધર્મ વિસ્તૃત રીતે આલેખવવામાં આવ્યા છે. સર્વ દાનોમાં વિદ્યાદાનને શ્રેષ્ઠ મનાયું છે અને વિદ્યાર્થીઓને અભયદાન અનાયાસે પ્રાપ્ત થાય છે. શિક્ષાપત્રીના 132મા શ્લોકમાં ભગવાન સ્વામીનારાયણ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભણાવ્યાની શાળા કરાવી સદ્વિયાની પ્રવૃત્તિ કરાવવી, અહીં માત્ર વિદ્યા નહીં. પરંતુ સદ્વિયા શબ્દનો પ્રયોગ છે. જેનો અર્થ સંસ્કારયુક્ત વિદ્યા જેમાં માણસના ભણતર સાથે ગણતર થાય અને સાથો સાથ આધ્યાત્મિક વિકાસ પણ થાય છે. જેનાથી માત્ર એક પરિવારને જ નહીં. પરંતુ સમગ્ર રાષ્ટ્રને સારા નાગરિકો મળે તે પ્રકારની શિક્ષાપત્રીમાં આજ્ઞાઓ કરવામાં આવી છે.

આ પણ વાંચો:

  1. આજે વસંત પંચમી, જાણો માતા સરસ્વતીના પ્રાગટ્ય દિવસનું શું છે ધાર્મિક,આધ્યાત્મિક અને જ્ઞાનનુ મહત્વ
  2. કુતિયાણા પાલિકામાં જામશે રોચક જંગ, સપા અને ભાજપ વચ્ચે ચૂંટણી જંગનું ચિત્ર સ્પષ્ટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.