હૈદરાબાદઃ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં નોકરી મેળવવાની સુવર્ણ તક આવી છે. જેઓ સરકારી નોકરી મેળવવા ઈચ્છે છે તેઓએ મોડું ન કરવું જોઈએ. માહિતી અનુસાર, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ જુનિયર મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ-1ની પોસ્ટ માટે સૂચના આપી છે. તમને જણાવી દઈએ કે, આ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 9 ફેબ્રુઆરી 2025 છે. વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટ પર લૉગિન કરી શકો છો.
મહત્વપૂર્ણ તારીખો પર એક નજર
આ પોસ્ટ માટે ઑનલાઇન અરજીની શરૂઆત - 21 જાન્યુઆરી 2025
આ પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ - 9 ફેબ્રુઆરી 2025
શૈક્ષણિક લાયકાત :
આ પોસ્ટ માટે અરજી કરનારાઓની ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષની હોવી જોઈએ (30 નવેમ્બર 2024 સુધીમાં). જ્યારે, મહત્તમ મર્યાદા 32 વર્ષ છે.
અરજદાર કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવું આવશ્યક છે. આ સિવાય જો તમારી પાસે મેડિકલ, એન્જિનિયરિંગ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિગ્રી છે તો તમે અરજી કરી શકો છો.
પસંદગી પ્રક્રિયા :
પ્રાપ્ત માહિતી અનુસાર પહેલા ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે. આમાં સફળ થનાર અરજદારોને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.
પગાર ધોરણ :
આ પોસ્ટ માટે દર મહિને નક્કી કરાયેલો પગાર 48 હજાર 480 રૂપિયાથી લઈને 85 હજાર 920 રૂપિયા સુધીનો છે.
આ શહેરમાં માટે માટે જગ્યા ખાલી છે
શહેર | જગ્યા |
અમદાવાદ | 123 |
ગુવાહાટી | 43 |
હૈદરાબાદ | 42 |
ચેન્નઈ | 58 |
આ પ્રક્રિયા છે
- સૌ પ્રથમ અરજદારે સત્તાવાર વેબસાઇટ centalbankofindia.com પર ક્લિક કરવાનું રહેશે.
- તમારે હોમ પેજ પર એપ્રેન્ટિસશિપ રિક્રુટમેન્ટની લિંક પર જવું પડશે.
- આ પછી તમારે 'Apply' પર ક્લિક કરવાનું રહેશે.
- તમામ જરૂરી વિગતો અહીં ભરવાની રહેશે.
- આ પછી પેમેન્ટ ઓપ્શન આવશે. તમે ચુકવણી કરો.
- તમારી અરજી પૂર્ણ થઈ ગઈ છે. સબમિટ પર ક્લિક કરો અને તેની પ્રિન્ટ આઉટ લો.
આ પણ વાંચો: