ETV Bharat / state

મુન્નાભાઈ આવ્યા SOGની ઝપેટમાં, સુરતમાં 2 બોગસ ડોક્ટર ઝડપાયા - ACTION AGAINST 2 FAKE DOCTORS

સુરત ગ્રામ્ય SOG પોલીસને મળેલી બાતમીના આધારે જોળવા ગામમાં 2 અલગ-અલગ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 2 બોગસ ડોક્ટરોને ઝડપી લીધા છે.

સુરત ગ્રામ્ય SOG પોલીસે 2 બોગસ ડોક્ટરોને ઝડપી લીધા છે.
સુરત ગ્રામ્ય SOG પોલીસે 2 બોગસ ડોક્ટરોને ઝડપી લીધા છે. (ETV BHARAT GUJARAT)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 22, 2025, 10:19 AM IST

સુરત: સુરત ગ્રામ્ય SOG પોલીસે પલસાણા તાલુકામાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે જોળવા ગામમાં 2 અલગ-અલગ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા.

ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો: આરાધના લેક ટાઉન વિભાગ-2માં ઘર નંબર 11માં આયુ ક્લિનિક નામથી ગેરકાયદે દવાખાનું ચલાવતા વિશાલ ધનસાજ લોટન સોનવણે ઉમર 31, રહે. વિનાયક નગર, પાંડેસરાને પકડી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી મેડિકલ સામગ્રી અને વિવિધ દવાઓ સહિત 13,199 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

સુરત ગ્રામ્ય SOG પોલીસે 2 બોગસ ડોક્ટરોને ઝડપી લીધા છે. (ETV BHARAT GUJARAT)

આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી: બીજા કેસમાં, જોળવા ગામની અનમોલ રેસિડેન્સી રાધે કોમ્પલેક્ષની દુકાન નંબર 1માં ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવતા હાર્દિક પુનાભાઈ કાતરીયા ઉમર 37, રહે. માકણા ગામ, કામરેજને પકડી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી મેડિકલ સાધન-સામગ્રી અને દવાઓ સહિત 21, 003 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. બંને આરોપીઓ પાસે કોઈ મેડિકલ ડિગ્રી ન હોવા છતાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા હતા. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

2 બોગસ તબીબ ઝડપાયા: સુરત ગ્રામ્ય SOG PI બી. જી ઈશરાણીએ જણાવ્યું કે, સુરત ગ્રામ્યમાં કોઈપણ જગ્યાએ બોગસ ક્લિનિક ન ચાલતા હોય. તે માટે અમારી ટીમ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે. ત્યારે પલસાણાના જોલવા ખાતેથી ચોક્કસ માહિતીના આધારે 2 બોગસ તબીબોને ઝડપી લીધા છે. તેઓ પાસેથી અલગ અલગ મેડિકલ સાધનો તેમજ દવાઓ મળી આવી છે, તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:

  1. માંગરોળમાં ધોળા દાડે દિપડાનો હુમલો, ગ્રામજનોએ વાછરડાને બચાવ્યું
  2. સુરતમાં વિદ્યાર્થિનીનો આપઘાત, સ્કૂલ ફી બાકી હોવાથી પરીક્ષામાં ન બેસવા દીધાનો પરિવારનો આરોપ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.