ઉત્તરપ્રદેશ : સંગમની રેતી પર 13મી જાન્યુઆરીથી ભવ્ય અને દિવ્ય મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશ-વિદેશના લોકો અહીં આસ્થાની ડૂબકી લગાવવા માટે આવે છે. આ શ્રેણીમાં આજે એટલે કે 5 ફેબ્રુઆરીએ પીએમ નરેન્દ્ર મોદી પણ પ્રયાગરાજ આવશે. આ સાથે તેમનો કાર્યક્રમ પણ બહાર પાડવામાં આવ્યો છે.
આસ્થાની ડૂબકી લગાવશે પીએમ મોદી :PM નરેન્દ્ર મોદી બુધવારે સવારે 10 વાગ્યે પ્રયાગરાજ એરપોર્ટ પર વિશેષ વિમાન દ્વારા લેન્ડ થશે. આ પછી, હેલિકોપ્ટર દ્વારા નૈનીના દિલ્હી પબ્લિક સ્કૂલના મેદાન પર ઉતરશે. અહીંથી તેઓ 10.45 વાગ્યે અરેલ ઘાટ જશે. અહીંથી ફરી બોટ દ્વારા સંગમ નાકે પહોંચશે. મહાકુંભ મેળામાં પીએમ માટે સવારે 11 થી 11.30 સુધીનો સમય આરક્ષિત રાખવામાં આવ્યો છે.
સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ : સ્નાન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેટલાક અગ્રણી સંતો અને તપસ્વીઓને પણ મળી શકે છે. તેઓ 12.30 વાગ્યે તે જ માર્ગે નવી દિલ્હી પરત ફરશે. પીએમ મોદી કુલ અઢી કલાક રોકાશે. વડાપ્રધાન મોદીની પ્રયાગરાજ મુલાકાત પહેલા સુરક્ષા એજન્સીઓએ પણ ત્યાં ધામા નાખ્યા છે. સીએમ યોગી પણ આજે પ્રયાગરાજમાં છે. તેઓ સુરક્ષા વ્યવસ્થાનું પરીક્ષણ કરશે. આ પહેલા પીએમ મોદી 13 ડિસેમ્બર 2024 ના રોજ પ્રયાગરાજ આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ : પીએમ મોદી આ વખતે પ્રયાગરાજની મુલાકાત દરમિયાન સૌહાર્દનો સંદેશ પણ આપી શકે છે. વર્ષ 2019 માં તેમણે સ્વચ્છતા દૂતોના પગ ધોયા હતા. મહાકુંભમાં મૌની અમાવસ્યાના દિવસે નાસભાગમાં અનેક લોકોના મોત થયા બાદ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો કાર્યક્રમ રદ કરી શકે છે. જોકે હવે આ અંગેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.
- જુનાગઢના ત્રણ ડૉગ મહાકુંભમાં લગાવશે ડૂબકી, નાગા સન્યાસી સાથે જવા રવાના
- આજે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સંગમમાં લગાવશે ડૂબકી, ભંડારામાં સેવા આપશે