ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોએ નજીવી બાબતોમાં વધુ પડતું ધ્યાન આપવાથી ગુસ્સો વધશે માટે તેનાથી દૂર રહેવું - AAJNU RASHIFAL

આજે ચંદ્ર મેષ રાશિમાં છે. જાણો આજે કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે. વાંચો રાશિફળ.

આજનું રાશિફળ
આજનું રાશિફળ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 5, 2025, 1:01 AM IST

અમદાવાદ : આજે 05 ફેબ્રુઆરી, બુધવારના રોજ ચંદ્ર મેષ રાશિમાં છે. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: મેષ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. આજનો દિવસ આપના માટે શુભ નીવડશે. આજે પરિવારના સભ્‍યો, મિત્રો કે સ્‍નેહીઓ સાથે સ્‍નેહમિલન સમારંભમાં જવાનું મળે અને ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થાય. કાર્યની નવી શરૂઆત કરવા માટે ઉત્‍સાહ અનુભવાય. તન-મનની સ્‍વસ્‍થતા જળવાશે. પરંતુ અતિ ઉત્‍સાહ આપને હાનિ ન પહોંચાડે તેનું ધ્યાન રાખવું. ધનપ્રાપ્તિના યોગ હોવાનો સંકેત મળી રહ્યા છે.

વૃષભ: મેષ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આજે આપનો દિવસ શારીરિક અને માનસિક આંશિક બેચેનીભર્યો હશે. વિવિધ ચિંતાઓનું ભારણ તમને પરેશાન કરી શકે છે માટે શક્ય હોય ત્યાં સુધી બિનજરૂરી ચિંતાથી દૂર રહેવું. આજે આપના ઘરનું વાતાવરણ પણ સહેજ કલુશિત રહે અને કુટુંબના સભ્‍યો સાથે વાત કરવામાં તમારે વધુ સાવચેતી રાખવી પડે. ખર્ચની બાબતમાં પણ પૂર્વાયોજન સાથે આગળ વધવાની સલાહ છે. મહેનત પ્રમાણે સફળતા ઓછી મળ તો નિરાશ થયા વગર પ્રયાસો ચાલુ રાખવા. માનસિગ ગડમથલની શક્યતા હોવાથી અત્યારે મહત્વના નિર્ણય લેવાનું ટાળજો.

મિથુન: મેષ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. પરિવારમાં ખુશી અને આનંદનો માહોલ રહે. નોકરી ધંધામાં પણ આપને લાભના સમાચાર મળે. ઉપરી અધિકારીઓ આપની કામગીરીને બિરદાવશે. લગ્‍નયોગ છે. સ્‍ત્રી મિત્રોથી વિશેષ લાભ થાય. આવકવૃદ્ધિની શક્યતા દેખાઈ રહી છે. દાંપત્‍યજીવનના માધુર્યને માણી શકશો. સંતાનો તરફથી શુભ સમાચાર મળે.

કર્ક: મેષ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. નોકરી વ્‍યવસાયના ક્ષેત્રમાં ઉચ્‍ચ અધિકારીઓના પ્રોત્‍સાહનથી આપનો ઉત્‍સાહ બમણો હશે, પગાર વધારાના કે બઢતીના સમાચાર મળે તો નવાઇ નહીં. માતા તેમજ પરિવારના અન્‍ય સભ્‍યો સાથે વધારે નિકટતા રહે. માન- પ્રતિષ્‍ઠામાં વધારો થવાથી ખુશ રહેશો. આરોગ્‍ય સારું રહેશે. સરકારી કાર્યોમાં સાનુકૂળતા સધાશે.

સિંહ: મેષ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. આજનો દિવસ આપ ધા‍ર્મિક પ્રવૃત્તિઓમાં પસાર કરશો. સ્‍નેહીજનો જોડે કોઇ ધાર્મિક સ્‍થળની મુલાકાત લેવાનું પણ સંભવિત બને. મનમાં એક કાર્ય કરવાનું ધારીને એ તરફ પ્રયત્‍ન કરશો. આજે આપનું વલણ ન્‍યા‍યપ્રિય રહે. ગુસ્‍સા પર કાબૂ રાખવો. વ્‍યવસાયમાં હરીફો અથવા બજારની સ્પર્ધાના કારણે થોડી તકલીફ નડવાની શક્યતા છે. ઉપલા વર્ગના અધ‍િકારીઓની નારાજગીનો ભોગ ના બનવું હોય તો વર્તનમાં વિનમ્રતા રાખવી. આરોગ્‍ય મધ્‍યમ રહે. મન અશાંત રહે.

કન્યા: મેષ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આજે કોઈ મોટા નવા કાર્યનો આરંભ ન કરવાની ખાસ સલાહ આપવામાં આવે છે. ક્રોધ પર અને વાણી પર સંયમ રાખવો જરૂરી રહેશે. બહારના ખાદ્ય પદાર્થો ખાવાનું ટાળજો. પરિવારજનો સાથે વર્તન અને વાતચીતમાં વધુ સૌમ્ય બનજો. વધારે ધન ખર્ચથી બચવાની સલાહ છે. જળાશયોથી દૂર રહેવું. સરકાર વિરોધી પ્રવૃત્તિઓ આપને મુશ્કેલીમાં મુકી શકે છે માટે તેનાથી દૂર રહેવું.

તુલા: મેષ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. રોજિંદા કાર્યોના બોજમાંથી હળવા થવા આજે આપ પાર્ટી સિનેમા નાટક કે પર્યટનનું આયોજન કરશો. અને મિત્રોને આમંત્રિત કરશો. વિજાતીય પાત્રો કે પ્રિયતમા સાથનું સામિપ્‍ય આપને આનંદ આપશે. નવા વસ્‍ત્રો અને અલંકારો ખરીદવાનો કે પરિધાન કરવાનો પ્રસંગ આવે. જાહેર માન સન્‍માનના અધ‍િકારી બનશો. જીવનસાથીના હુંફાળા સાનિધ્‍યને મનભરીને માણશો.

વૃશ્ચિક: મેષ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. આજે સમગ્ર રીતે આપનો દિવસ સુખમય પસાર થશે. કુટુંબના સભ્‍યો સાથે આપ આનંદપૂર્વક સમય પસાર કરો. શારીરિક અને માનસિક પ્રફુલ્લિતતા અનુભવો. નોકરિયાતોને તેમના સાથી કાર્યકરોના સાથ સહકાર મળશે. મોસાળપક્ષેથી આપને સારા સમાચાર મળે. પ્રતિસ્‍પર્ધીઓ આજે આપને પરાજિત નહીં કરી શકે. ધનલાભ મળે. અટવાયેલાં કાર્યો આપ પૂરા કરી શકો.

ધન: મેષ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. યાત્રા- પ્રવાસનું આયોજન મુલતવી રાખો તેવી સલાહ છે. કાર્યમાં સફળતા માટે વધુ મહેનત કરવી અન્યતા નિરાશા સાંપડી શકે છે. નજીવી બાબતોમાં વધુ પડતું ધ્યાન આપવાથી ગુસ્સો વધશે માટે તેનાથી દૂર રહેવું અન્યથા સંબંધોમાં તણાવ આવી શકે છે. પેટને લગતી બીમારીઓથી પરેશાની થાય. વાદવિવાદ કે ચર્ચામાં ના પડવાની સલાહ છે. સંતાનોની બાબતે થોડી ચિંતા રહે પરંતુ પ્રેમીઓને રોમાન્‍સ માટે અને ધન પ્રાપ્તિ માટે અનુકૂળ દિવસ છે.

મકર: મેષ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આજે તમારે વિપરિત સંજોગોમાં પણ કેવી રીતે વિજયી થઈ શકાય તે શીખવાની અગાઉથી ટકોર કરવામાં આવે છે. કૌટુંબિક કલેશ ટાળવા માટે વર્તનમાં વિનમ્ર થવું. માતાના આરોગ્‍યની વધુ કાળજી લેવી. જાહેરજીવનમાં માન પ્રતિષ્‍ઠા કદાચ અપેક્ષા કરતા ઓછા પ્રમાણમાં મળે. પૂરતો આરામ અને ઊંઘ લેવાની ખાસ સલાહ છે. તાજગી તેમજ સ્‍ફૂર્તિનું પ્રમાણ દરરોજ કરતા ઓછુ રહે. સ્‍ત્રી વર્ગથી સાચવવાની સલાહ છે.

કુંભ: મેષ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. આજે આપનું મન ઘણી હળવાશ અનુભવશે. શરીરની સ્‍વસ્‍થતા આપના ઉત્‍સાહમાં વધારો કરશે. પાડોશીઓ અને ભાઇબહેનો સાથે વધારે સુમેળ રહેશે. ઘરમાં મિત્રો અને સ્‍નેહીઓનું આગમન આનંદદાયી બનશે. પ્રવાસ થવાની શક્યતા છે. પ્રિય પાત્રનો સંગાથ અને ભાગ્‍યવૃદ્ધિના યોગ છે.

મીન: મેષ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. આજનો દિવસ આર્થિક આયોજનો માટે ઘણો સારો છે. આપે જે કામ પૂરા કરવાનું નક્કી કર્યુ હશે તે કરી શકશો. આપની આવકમાં વૃદ્ધિ થશે. કુટુંબમાં સુખ-શાંતિ જળવાઇ રહેશે. સ્વાદિષ્ટ ભોજન માણી શકશો. આપની શારિરીક માનસિક સ્વસ્થતા જળવાઇ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.