મુંબઈ : આજે 5 ફેબ્રુઆરી, બુધવારના રોજ ભારતીય શેરબજાર ઉછાળા સાથે ખુલ્લું છે. BSE Sensex 123 પોઈન્ટના વધારા સાથે 78,706 પર ખુલ્યો હતો. બીજી તરફ NSE Nifty 62 પોઈન્ટના વધારા સાથે 23,801 પર ખુલ્યો હતો.
ભારતીય શેરબજાર : આજે 5 ફેબ્રુઆરી, બુધવારના રોજ ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંકમાં BSE Sensex અને NSE Nifty મજબૂત વલણ સાથે ખુલ્યા છે. BSE Sensex ગત 78,583 બંધ સામે 123 પોઈન્ટના ઉછાળા સાથે 78706, ના મથાળે ખુલ્યો છે. શરુઆતી કારોબારમાં જ સેન્સેક્સ 78,735 ની હાઈ બનાવી છે. બીજી તરફ NSE Nifty ગત 23,739 બંધ સામે 62 પોઈન્ટના વધારા સાથે 23,801 પર ખુલ્યો હતો. શરુઆતી કારોબારમાં જ સેન્સેક્સ 23,807 ની હાઈ બનાવી છે.
સ્ટોકની સ્થિતિ : આજે ભારતીય શેરબજાર રોનક સાથે કારોબાર કરી રહ્યું છે. આજના ટ્રેડિંગ દરમિયાન BSE માં લિસ્ટેડ કંપનીમાં ઇન્ડસઇન્ડ બેંક (2.41), ટાટા મોટર્સ (1.60), Zomato (1.58), પાવર ગ્રીડ કોર્પ (1.17) અને ટાટા સ્ટીલ (0.75)ના સ્ટોક તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે. બીજી તરફ એશિયન પેઇન્ટ્સ (-4.35), નેસ્લે (-2.93), ટાઈટન કંપની (-2.13), બજાજ ફિનસર્વ (-1.14) અને M&M (-1.08) ના સ્ટોકમાં નુકસાન સાથે વેપાર થયો છે.
મંગળવારનો કારોબાર : કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. BSE Sensex 1,397 પોઈન્ટના ઉછાળા સાથે 78,583.81 પર બંધ રહ્યો હતો. બીજી તરફ NSE Nifty 1.62 ટકાના વધારા સાથે 23,739.25 પર બંધ થયો હતો. લગભગ 2426 શેર વધ્યા, 1349 શેર ઘટ્યા અને 144 શેરમાં કોઈ ફેરફાર થયો ન હતો.