શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ આજે આંતરરાષ્ટ્રીય કેન્સર દિવસ પર GMC જમ્મુમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન મીડિયાકર્મીઓ દ્વારા પૂછવામાં આવેલા સવાલોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, મારા ભગવાન મારા હૃદયમાં છે. જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો કે, શું તમે મહાકુંભ ધાર્મિક સંગમમાં હાજરી આપીને સ્નાન કરશો? તો આ અબ્દુલ્લાએ જવાબ આપ્યો, "હું ઘરે સ્નાન કરું છું. મારો ભગવાન પાણીમાં રહેતો નથી." તેમણે આગળ કહ્યું, "મારો ભગવાન ન તો મસ્જિદમાં છે, ન મંદિરમાં, ન ગુરુદ્વારામાં. મારો ખુદા મારા હૃદયમાં છે."
ઇન્ડિયા બ્લોક પર શું કહ્યું?
મીડિયા બ્રીફિંગ દરમિયાન જ્યારે ફારુક અબ્દુલ્લાને INDIA બ્લોકની સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું. ત્યારે તેમણે જોડાણ વિશે આશા વ્યક્ત કરી અને કહ્યું કે, "INDIA બ્લોક સારી રીતે કામ કરી રહ્યું છે અને ભવિષ્યમાં પણ આમ જ કામ કરતું રહેશે."
એનસી પ્રમુખે વધુમાં દિલ્હી ચૂંટણીના પરિણામોની આગાહી કરવા અંગે કહ્યું કે, "મારે જ્યોતિષી બનવું પડશે. જેથી હું તમને કહી શકું કે, દિલ્હી ચૂંટણીમાં શું થશે. મને કેવી રીતે ખબર પડશે કે, કોણ આવશે અને કોણ જશે?"
સરકાર પર સીધો નિશાનો
નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ડૉ. ફારુક અબ્દુલ્લાએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના બેહીબાગ ગામમાં અજાણ્યા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલો હુમલો કેન્દ્રના જમ્મુ અને કાશ્મીરમાં સામાન્ય સ્થિતિના દાવાઓને પડકાર આપે છે. તેઓ GMC જમ્મુ ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું, "સંસદની અંદર અને બહાર ઢોલ વગાડનારાઓને પ્રશ્ન એ છે કે, આતંકવાદનો નાશ થઈ ગયો છે અને જમ્મુ અને કાશ્મીરમાં સામાન્ય સ્થિતિ પાછી આવી ગઈ છે."
ભૂતપૂર્વ સૈનિકની ગોળી મારીને હત્યા
તમને જણાવી દઈએ કે, સોમવારે આતંકવાદીઓએ કુલગામના બેહીબાગમ વિસ્તારમાં એક ભૂતપૂર્વ સૈનિકને ગોળી મારીને હત્યા કરી હતી અને તેની પત્ની અને ભત્રીજીને ઘાયલ કરી હતી. આ અંગે તેમણે કહ્યું કે, જો જમ્મુ અને કાશ્મીરમાં હજુ પણ આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલી રહી છે, તો કેન્દ્ર સરકારે તથ્યો પર સ્પષ્ટતા આપવી જોઈએ.
તેમણે કહ્યું કે, "કેન્દ્ર સરકાર દિવસ-રાત દાવો કરી રહી છે કે, જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદનો અંત આવ્યો છે, પરંતુ આ વાસ્તવિકતા નથી. કેન્દ્ર સરકારે પરિસ્થિતિ પર સ્પષ્ટ સફાઈ આપવી જોઈએ."
આ પણ વાંચો: