દેશજોગ સંબોધનમાં પીએમ મોદીએ ઉલ્લેખ કર્યો કે,બેન્કિંગ સેક્ટરમાં જે સુધારા થયા છે જરા કલ્પના કરો કે અગાઉ બેન્કિંગ સેક્ટરની શું હાલત હતી, ત્યાં કોઈ વિકાસ નથી થયો, કોઈ વિસ્તરણ નથી, વિશ્વાસમાં કોઈ વધારો નથી… અમે બેન્કિંગ સેક્ટરમાં ઘણા સુધારા કર્યા. આજે આપણી બેંકોએ વિશ્વની સૌથી મજબૂત બેંકોમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી લીધું છે. જ્યારે બેંકિંગ મજબૂત બને છે ત્યારે અર્થતંત્રની મજબૂતાઈ પણ વધે છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
આજે ભારતનો 78મો સ્વતંત્રતા દિવસ, PM મોદીનું લાલ કિલ્લા પરથી દેશજોગ સંબોધન - Independence Day 2024 - INDEPENDENCE DAY 2024
Published : Aug 15, 2024, 6:41 AM IST
|Updated : Aug 15, 2024, 8:24 AM IST
નવી દિલ્હી: આજે દેશમાં 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સતત 11મી વખત સંબોધન કરશે. બીજી તરફ સ્વતંત્રતા પર્વની ઉજવણીને લઈને રાજધાની દિલ્હીના ખૂણે-ખૂણે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. રોડથી નદી અને આકાશ સુધી પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. NSG, SPG, અર્ધલશ્કરી દળો અને દિલ્હી પોલીસના 35,000થી વધુ જવાનોને લાલ કિલ્લા અને સમગ્ર દિલ્હીની સુરક્ષા સોંપવામાં આવી છે.
LIVE FEED
અમે બેન્કિંગ સેક્ટરમાં ઘણા સુધારા કર્યા, બેંકિંગ મજબૂત બને છે ત્યારે અર્થતંત્રની મજબૂતાઈ પણ વધે છેઃ પીએમ મોદી
અમારી સરકારે 18 હજાર ગામડાઓમાં વીજળી પહોંચાડી: પીએમ મોદી
જ્યારે લાલ કિલ્લા પરથી કહેવામાં આવે છે કે તે સમય મર્યાદામાં દેશના 18,000 ગામડાઓમાં વીજળી પહોંચાડશે અને તે કામ થઈ જશે, ત્યારે વિશ્વાસ વધુ મજબૂત બને છે...: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દેશજોગ સંબોધન
આજે પીએમ મોદી સતત 11મી વખત લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધન કરી રહ્યાં છે, ત્યારે તેમણે તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીને તેમના પ્રત્યે શાબ્દિક કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
PM મોદીએ રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સમાધી સ્થળ રાજઘાટ પર બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી
દેશમાં 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.
જમ્મુ અને કાશ્મીરમાં લાલ ચોકને સુંદર રીતે શણગારાયો,
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં લાલ ચોક આઝાદી પર્વે સુંદર રીતે શણગારવામાં આવ્યો છે. ભારતના 78માં સ્વતંત્રતા દિવસ ઉજવણીના ભાગ રૂપે લાલ ચોક પર સુરક્ષા સઘનની સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.
રક્ષાપ્રધાન રાજનાથ સિંહે 78માં સ્વતંત્રતા પર્વના અવસર પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
દિલ્હી: રક્ષા મંત્રી રાજનાથ સિંહે 78માં સ્વતંત્રતા દિવસના અવસર પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.
કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તમામ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી
દિલ્હી: કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, "સ્વતંત્રતા દિવસની તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન. અંગ્રેજોએ આપણને ચાંદીની થાળીમાં આઝાદી આપી ન હતી. હજારો ક્રાંતિકારીઓને આજે હસતા હસતા ફાંસી આપવામાં આવી હતી.. તે તમામ ક્રાંતિકારીઓને અમારા સલામ, વીર, શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓ... હવે દેશ માટે જીવવાની જરૂર છે... ચાલો સંકલ્પ લઈએ કે વિકસિત ભારતના નિર્માણમાં જે પણ કામ કરીએ છીએ તે પૂરી પ્રમાણિકતા અને ઈમાનદારીથી કરીએ…"
અભેદ્ય કિલ્લામાં ફેરવાયો લાલ કિલ્લો, 35 હજારથી વધુ જવાનોના હાથમાં દિલ્હીની સુરક્ષા
સ્વાતંત્ર્ય પર્વને લઈને દિલ્હીમાં સુરક્ષા સઘન કરવામાં આવી છે, NSG, SPG, અર્ધલશ્કરી દળો અને દિલ્હી પોલીસના 35,000થી વધુ જવાનોને લાલ કિલ્લા અને સમગ્ર દિલ્હીની સુરક્ષા સોંપવામાં આવી છે.
PM મોદી સતત 11મી વખત કરશે ધ્વજવંદન, દેશભરમાં આઝાદી પર્વનો ઉમંગ
દિલ્હીનો ઐતિહાસિક લાલ કિલ્લો ભારતના 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના સાક્ષી બનવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સતત 11મી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવા જઈ રહ્યા છે.