ETV Bharat / bharat

પંચતત્વમાં વિલીન થયા પૂર્વ પીએમ ડૉ. મનમોહનસિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર - MANMOHAN SINGH FUNERAL LIVE UPDATES

ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર
ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર (ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : 15 hours ago

Updated : 12 hours ago

નવી દિલ્હી : ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર શનિવારના રોજ દિલ્હીના નિગમબોધ ઘાટ પર રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત ઘણા મોટા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્રિરંગામાં લપેટાયેલા તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યો હતો.

ડૉ. મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે દિલ્હીના એમ્સમાં નિધન થયું હતું, તેઓ 92 વર્ષના હતા. તેઓ ભારતના 13મા વડાપ્રધાન અને આ પ્રતિષ્ઠિત પદ સંભાળનાર પ્રથમ શીખ નેતા હતા. મનમોહન સિંહે મે, 2004 થી મે, 2014 સુધી કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાની હેઠળની સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (UPA) સરકારનું નેતૃત્વ કર્યું હતું.

LIVE FEED

1:18 PM, 28 Dec 2024 (IST)

રાજકીય સન્માન સાથે સ્વ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર

નવી દિલ્હીના નિગમ બોધ ઘાટ ખાતે નેતાઓ અને પરિવારજનોએ અંતિમ શ્રદ્ધાંજલિ આપ્યા બાદ ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

1:16 PM, 28 Dec 2024 (IST)

સ્વ. મનમોહન સિંહના અંતિમ સંસ્કારની ભાવનાત્મક ક્ષણ

ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંઘના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે દિલ્હીના નિગમ બોધ ઘાટ પર લઈ જવામાં આવ્યા, બાદ નેતાઓ અને પરિવારજનોએ અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. અંતિમ યાત્રા માટે અરદાર કરવામાં આવી રહી છે. આ પછી મુખાગ્ની આપવામાં આવશે.

12:59 PM, 28 Dec 2024 (IST)

પીએમ મોદીએ ડૉ. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિગમ બોધ ઘાટ ખાતે પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે જ ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકે પણ સ્વ. ડૉ. મનમોહન સિંહને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પી હતી, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

12:40 PM, 28 Dec 2024 (IST)

રાષ્ટ્રપતિ મુર્મુએ સ્વ. મનમોહન સિંહને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ નિગમ બોધ ઘાટ ખાતે ડૉ. મનમોહન સિંહને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. હવે થોડા સમયમાં અંતિમ સંસ્કાર થશે.

12:08 PM, 28 Dec 2024 (IST)

અંતિમ સંસ્કાર માટે રવાના સ્વ. મનમોહન સિંહનો પાર્થિવ દેહ

ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે નિગમ બોધ ઘાટ પર લાવવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન રાજ્ય સન્માન આપવામાં આવી રહ્યું છે.

12:06 PM, 28 Dec 2024 (IST)

પીએમ મોદી અને રાજનાથ સિંહ સહિત તમામ મોટા નેતાઓ રાજઘાટ પહોંચ્યા

પૂર્વ પીએમ મનમોહન સિંહને અંતિમ વિદાય આપવા માટે પીએમ મોદી, રાજનાથ સિંહ અને અમિત શાહ સહિત ઘણા મોટા નેતાઓ રાજઘાટ પહોંચ્યા છે.

11:49 AM, 28 Dec 2024 (IST)

અમિત શાહ પહોંચ્યા નિગમ બોધ ઘાટ

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નિગમ બોધ ઘાટ પહોંચ્યા હતા. ટુંક સમયમાં ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કારની પ્રક્રિયા શરૂ થશે.

11:47 AM, 28 Dec 2024 (IST)

સ્વ. મનમોહન સિંહના પાર્થિવ દેહને નિગમ બોધ ઘાટ પર લાવવામાં આવ્યો

ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે નિગમ બોધ ઘાટ પર લાવવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કાર થોડા સમય પછી રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. તેમના અંતિમ દર્શન માટે ભારે ભીડ ઉમટી પડી છે.

11:15 AM, 28 Dec 2024 (IST)

સ્વ. મનમોહન સિંહની અંતિમ યાત્રામાં જોડાયા રાહુલ ગાંધી

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે નિગમબોધ ઘાટ લઈ જવામાં આવી રહ્યો છે. આ યાત્રાના કાફલામાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી જોડાયા છે.

10:33 AM, 28 Dec 2024 (IST)

સ્વ. મનમોહન સિંહની અંતિમ યાત્રા શરૂ

પૂર્વ પીએમ મનમોહન સિંહની અંતિમ યાત્રા કોંગ્રેસ હેડક્વાર્ટરથી શરૂ થઈ છે. તેમના અંતિમ સંસ્કાર નિગમબોધ ઘાટ ખાતે રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. આ દરમિયાન તેમના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા.

10:20 AM, 28 Dec 2024 (IST)

CM રેવંત રેડ્ડીએ સ્વ. મનમોહન સિંહને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પી

તેલંગાણાના સીએમ રેવન્ત રેડ્ડીએ AICC હેડક્વાર્ટર ખાતે ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. અંતિમ દર્શન માટે ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના પાર્થિવ દેહને AICC હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યો છે.

10:18 AM, 28 Dec 2024 (IST)

સોનિયા ગાંધીએ પૂર્વ પીએમ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

CPP પ્રમુખ સોનિયા ગાંધીએ AICC હેડક્વાર્ટર ખાતે ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે.

10:12 AM, 28 Dec 2024 (IST)

રાહુલ અને પ્રિયંકા ગાંધીએ સ્વ. મનમોહનસિંહને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પી

લોકસભાના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ AICC હેડક્વાર્ટર ખાતે ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

10:11 AM, 28 Dec 2024 (IST)

મલ્લિકાર્જુન ખડગેએ અંતિમ શ્રદ્ધાંજલિ અર્પી

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ મુખ્યાલય ખાતે પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહને અંતિમ શ્રદ્ધાંજલિ આપી. પક્ષના કાર્યકરોના અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને ત્યાં રાખવામાં આવ્યો છે.

10:05 AM, 28 Dec 2024 (IST)

સ્વ. મનમોહન સિંહના પાર્થિવ દેહને કોંગ્રેસ મુખ્યાલય લાવવામાં આવ્યો

પૂર્વ PM સ્વ. મનમોહન સિંહના પાર્થિવ દેહને કોંગ્રેસ મુખ્યાલય લાવવામાં આવ્યો છે. અહીં પક્ષના કાર્યકરોને અંતિમ દર્શન માટે પાર્થિવ દેહને રાખવામાં આવ્યો છે.

10:02 AM, 28 Dec 2024 (IST)

સ્વ. ડૉ. મનમોહન સિંહની અંતિમ યાત્રા માટે પહોંચ્યું વાહન

પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહની આજે અંતિમ યાત્રા કાઢવામાં આવશે. તેમના પાર્થિવ દેહને વિશેષ વાહનમાં રાખવામાં આવશે. આ વાહન નિવાસની બહાર પહોંચ્યું છે. ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું 26 ડિસેમ્બરે એઈમ્સ, દિલ્હી ખાતે અવસાન થયું હતું.

Last Updated : 12 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.